મહેસાણાઃ શક્તિપીઠ બહુચરાજીમાં મા બહુચરનું ભવ્યાતિભવ્ય નવીન મંદિર બનશે. આજે CM ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે નવીન મંદિરના ખાતર્મુહૂત નિમિત્તે શિલાન્યાસ વિધિ યોજાઈ હતી. શક્તિપીઠ બહુચરાજીમાં આજે CM ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે નવીન બનનાર મા બહુચરના મંદિરની શિલાન્યાસ વિધિ યોજાઈ વૈદિક મંત્રોચ્ચાર સાથે ભૂદેવો દ્વારા વિધિ સંપપન્ન કરવામાં આવી. પ્રથમ તબક્કામાં રૂ 80 કરોડના ખર્ચે 86.1 ફૂટના નવીન મંદિરનું નિર્માણ હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે ઉધ્ધોગ મંત્રી બળવંત સિંહ રાજપૂત, જિલ્લાના બન્ને સાંસદો, મહામંત્રી રજનીભાઈ તેમજ અન્ય ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
અગાઉ મંદિરની ઊંચાઈને લઈ ભક્તોની લાગણી દુભાઈ હતીઃ શક્તિપીઠ બહુચરાજીમાં અંદાજે 15 વર્ષ પૂર્વ બનેલા મંદિરની હાઈટને લઈ લોકોની આસ્થા દુભાઈ હતી અને મંદિરની ગુણવત્તા ઉપર પર સવાલો ઊભા થયા હતા. લોકોની માંગને ધ્યાને લઇ ઉધોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની મહેનત અને રાજ્ય સરકારની ભક્તોની માગને ધ્યાને રાખી નવીન મંદિર 86.1 ફૂટ હાઈટ ધરાવતું હશે. અંદાજે 81 કરોડના ખર્ચે બંસી પહાડના લાલ પથ્થરથી નવીન મંદિર બનાવવાની શરૂઆતના ભાગ રૂપે આજે ગુજરાતના CM ભુપેન્દ્ર ભાઈ પટેલના હસ્તે આજે શિલાન્યાસ વિધિ યોજાઈ હતી. નવીન મંદિરના નિર્માણને લઈ હાલમાં માઇ ભક્તોમાં ખુશીની લાગણીઓ છલકાતી જોવા મળી હતી.