અમરેલી: ખેતી અને પશુપાલન ક્ષેત્રે સૌરાષ્ટ્રમાં આગવું સ્થાન ધરાવતો જિલ્લો એટલે અમરેલી. જિલ્લામાં ઘણા પ્રગતિશીલ ખેડૂતો એવા છે જેઓ પ્રાકૃતિક ખેતી કરીને સારી એવી ઉપજ અને દામ મેળવી રહ્યાં છે. તેમાંથી જ એક છે આંબા ગામના 38 વર્ષીય ખેડૂત મુકેશભાઈ ઘેલાભાઈ ખસિયા, આયુર્વેદિક ડોક્ટરનો અભ્યાસ ધરાવતા ડોક્ટર મુકેશભાઈએ પ્રાકૃતિક પંચસ્તરીય બાગાયતી ખેતીમાં પણ અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી છે.
પડકારજનક વિસ્તારમાં સફળ પ્રાકૃતિક ખેતી: અમરેલી જીલ્લાના લીલીયા તાલુકાનું આંબા ગામ તેમજ આજુબાજુનો વિસ્તાર એ ખારો પાઠ વિસ્તાર કહેવામાં આવે છે, બાગાયતી ખેતી કરવી અહીં પડકારસમાન ગણવામાં આવે છે, પરંતુ ડોક્ટર મુકેશભાઈએ ગાય આધારિત ખેતી કરી અને બાગાયતી પાકનું સફળ વાવેતર કરીને આ પડકારને પ્રગતિમાં ફેરવી નાખ્યો છે, હાલ તેમની વાડીમાં જામફળ, કેળા, પપૈયા, સીતાફળનું મબલક ઉત્પાદન લહેરાઈ રહ્યું છે.
આ ઉપરાંત તેમની વાડીમાં આંબો શેરડી અને સરગવો પણ મોટી માત્રામાં જોવા મળે છે. મુકેશભાઈ બાગાયતી પાક ઉપરાંત ઘઉં, બાજરો, જંગલી બાજરો તેમજ ત્રણથી વધારે પ્રકારની જુવાર, મકાઈ, રાગી, રાજગરો એમ 10 થી વધારે પ્રકારના ધાન્યનું પણ વાવેતર કરે છે. આ તૈયાર થયેલું ધાન્ય તેઓ પોતાના અને તેમના પરિવારના સગા સંબંધીઓને પણ ભોજન-આહાર અર્થે પહોંચાડે છે.
બાગાયતી પાકનું મબલક ઉત્પાદન: અમરેલી જીલ્લાના લીલીયા તાલુકાનું આંબા ગામ તેમજ આજુબાજુનો વિસ્તાર એ ખારો પાઠ વિસ્તાર કહેવામાં આવે છે, બાગાયતી ખેતી કરવી અહીં પડકારસમાન ગણવામાં આવે છે, પરંતુ ડોક્ટર મુકેશભાઈએ ગાય આધારિત ખેતી કરી અને બાગાયતી પાકનુંસફળ વાવેતર કરીને આ પડકારને પ્રગતિમાં ફેરવી નાખ્યો છે, હાલ તેમની વાડીમાં જામફળ, કેળા, પપૈયા, સીતાફળનું મબલક ઉત્પાદન લહેરાઈ રહ્યું છે. આમ બાગાયતી ખેતી થકી તેઓ વાર્ષિક 2 લાખ રૂપિયા જેવી આવક મેળવી રહ્યાં છે.
બાગાયતી પાક ઉપરાંત ધાન્યનું વાવેતર: આ ઉપરાંત તેમની વાડીમાં આંબો શેરડી અને સરગવો પણ મોટી માત્રામાં જોવા મળે છે. મુકેશભાઈ બાગાયતી પાક ઉપરાંત ઘઉં, બાજરો, જંગલી બાજરો તેમજ ત્રણથી વધારે પ્રકારની જુવાર, મકાઈ, રાગી, રાજગરો એમ 10 થી વધારે પ્રકારના ધાન્યનું પણ વાવેતર કરે છે. આ તૈયાર થયેલું ધાન્ય તેઓ પોતાના અને તેમના પરિવારના સગા સંબંધીઓને પણ ભોજન-આહાર અર્થે પહોંચાડે છે.
5થી 6 દેશોની કેરીની જાતના રોપ ઉછેર્યા: મુકેશભાઈનું કહેવું છે કે, આ લીલીયા ખારાપાટ વિસ્તાર હોવાથી આ વિસ્તારમાં કેસર કેરી કે અન્ય કોઈપણ વેરાઈટીના આંબાનું વાવેતર કરી શકાતું નથી અને જો વાવેતર કરવામાં આવે તો તેમાં સફળતા મળતી નથી પરંતુ વિશ્વમાં સૌથી મોંઘી કેરી એટલે જાપાનની મિયા ઝાકી કેરી છે. આ મિયા ઝાકી કેરીના છોડનો ઉછેર તેમણે કર્યો છે.
ડોક્ટર મુકેશભાઈ માટે આ સૌથી મોટો પડકાર હતો, પરંતુ ગાય આધારિત ખેતી કરીને તેમાં પણ સફળતા મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મહત્વપૂર્ણ છે કે, જાપાનની સૌથી મોંઘી કેરી ગણાતી મિયાઝાકી કેરી પ્રતિકિલો લાખથી દોઢમાં વેંચાઈ છે. જાપાન ઉપરાંત તેમણે તાઈવાન જેવા 5-6 દેશોની કેરીની જાતોના વિવિધ કેરીના છોડ પર પણ હાથ અજમાવ્યો છે અને તેનો ખુબ સારો તેમાથી તેમને સારો ફાયદો થવાની આશા છે.