ETV Bharat / state

અમદાવાદમાં સરેરાશ રોજ થાય છે ઘરફોડ ચોરી, કોમી છમકલા પણ બન્યા ચિંતાનો વિષય, જાણો શું કહે છે કમિશનર? - AHMEDABAD CITY CRIME RECORD

અમદાવાદ શહેરમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર મહિનાના કુલ 270 દિવસોમાં ઘરફોડ ચોરીની 277 ઘટના બની છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 15, 2024, 8:37 PM IST

અમદાવાદ: અમદાવાદ વિસ્તરતું જતું મેગા સિટી છે. અમદાવાદમાં વિવિધ પ્રકારના ગુના નોંધાતા જાય છે. પણ વર્ષ 2023ની સરખામણીએ 2024ના પ્રથમ નવ મહિનામાં શહેરમાં હત્યાના ગુનામાં 25 ટકા ઘટાડો નોંધાયો છે. ગત વર્ષેના પ્રથમ નવ મહિનામાં શહેરમાં હત્યાના 61 ગુના નોંધાયા હતા, જ્યારે અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસના આંકડા મુજબ, 2024 ના પ્રથમ નવ માસમાં 61 હત્યાના ગુના નોંધાયા છે. હત્યાના પ્રયાસના બનાવો વર્ષ 2023ના પ્રથમ નવ મહિનામાં 78 નોંધાયા હતા, જ્યારે 2024ના જાન્યુઆરીથી સપ્ટેમ્બર મહિનાના નવ માસમાં હત્યાના પ્રયાસની 71 ઘટના નોંધાઈ છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર (ETV Bharat Gujarat)

અમદાવાદમાં રોજ એક ઘરફોડ ચોરી થાય છે
અમદાવાદ શહેરમાં સરેરાશ રોજ એક ઘરફોડ ચોરીનો બનાવ બને છે. જે ચિંતાજનક બાબત છે. ગત વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર મહિના દરમિયાન કુલ 270 દિવસોમાં કુલ 363 ઘરફોડ ચોરીના બનાવો બન્યા હતા. જ્યારે આ વર્ષે ગયા વર્ષની સરખામણીએ 277 ઘરફોડ ચોરીની ઘટના બની છે. એટલે કે શહેરમાં સરેરાશ એક ઘરફોડ ચોરીની ઘટના બની રહી છે. શહેરમાં સતત ફરતી પીસીઆર વાન, સઘન પેટ્રોલિંગ, વિસ્તારોમાં સીસીટીવી કેમેરા છતાં ઘરફોડ ચોરીએ દૈનિક ગુનો બનતો જાય છે. અમદાવાદ તેની સમૃદ્ધિના કારણે જાણીતું છે. 2023ના પ્રથમ નવ માસમાં કુલ લૂંટના બનાવો 115 નોંધાયા હતા. 2024ના પ્રથમ નવ મહિનામાં કુલ 86 લૂંટના બનાવો બન્યા છે. અમદાવાદ સહિત રાજ્યમાં લૂંટની ઘટનાના ગુનેગારોને ઝડપાવાનો દર પણ વધ્યો છે. ડેકોયટીના ગુનાની સંખ્યા ગત વર્ષની સરખામણીએ વધી છે. ગત વર્ષે ડેકોયટીના ગુનાની સંખ્યા આઠ હતી, આ વર્ષના પહેલા નવ માસમાં ડેકોયટીના 10 મોટા ગુના નોંધાયા છે. આ વર્ષે આચરાયેલા તમામ ડેકોયટીના ગુના ઉકેલાયા છે.

કોમી બનાવોની સંખ્યા ઘટી
અમદાવાદનો ઇતિહાસ કોમી તોફાનો માટે જાણીતો છે. અમદાવાદ શહેરમાં કોઈને કોઇ કારણોસર કોમી છમકલા થતા રહે છે. વર્ષ 2023ના પ્રથમ નવ મહિનામાં કોમી છમકલાની 54 ઘટના બની હતી. જે 2024ના પ્રથમ નવ મહિનામાં 43 કોમી છમકલા થયા છે. જે કોમી તોફાનમાં તબદીલ થયા નથી. 2024માં હાલ સુધી શહેરમાં એટ્રોસિટીના કુલ 157 બનાવો નોંધાયા છે. જ્યારે સાયબર ગુના સામે કુલ 179 ફરિયાદ નોંધાઈ છે. આ વર્ષે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા કુલ 535 વ્યક્તિ સામે પાસા અંતર્ગત હેઠળ કાર્યવાહી થઈ છે.

અમદાવાદમાં નોંધાયેલા ગુનાખોરીના આંકડા
અમદાવાદમાં નોંધાયેલા ગુનાખોરીના આંકડા (ETV Bharat Gujarat)

ગુનાને નિયંત્રિત કરવા પોલીસે AIનો ઉપયોગ વધાર્યો
અમદાવાદ શહેરમાં વધતા ગુનાને નિયંત્રિત કરવા પોલીસ તંત્રએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ વધાર્યો છે. શાહિબાગ ખાતે અમદાવાદ પોલીસ કમિશનરની નવી કચેરીનું નિર્માણ થયું છે. જેમાં શહેરના માર્ગો, વાહનો અને વ્યક્તિઓ પર સતત પોલીસની નજર રહે છે. નવનિર્મિત અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં એક જ સ્થળે ડાયલ - 100, હોટલાઇન, વાયરલેસ સુવિધા, શહેર ટ્રાફિક હેલ્પલાઇન - 1095, જીંદગી હેલ્પલાઇન - 1096, શહેરના સીસીટીવીનું મોનીટરીંગ અને સ્માર્ટ સિટી અન્વયે નિર્ભયા હેલ્પલાઇનનું સંચાલન થાય છે. જેના થકી ગુના, ટ્રાફિક, કોમી છમકલા, અસામાજિક તત્વોને નિયંત્રિત કરવા અને વીવીઆઇપી મુવમેન્ટ પ્રસંગે સફળતાપુર્વક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું સંચાલન કરી શકાય છે.

પોલીસ કમિશનર કચેરી બહાર દારૂ પીનારા પોલીકર્મીઓ સામે કાર્યવાહી
આ સાથે શહેરની 93 પીસીઆર વાન સાથે પણ જીવંત સંપર્ક સધાય છે. ભારતમાં આ પ્રકારનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી કાર્યરત પોલીસ મોનિટરીંગ યુનિટ પ્રથમ હશે એવો દાવો અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંઘ મલેકે કર્યો હતો. ગત દશેરાના દિવસે પોલીસ કમિશનર ઓફિસ બહાર દારૂ પીતા ઝડપાયેલ ચાર પોલીસકર્મીને ઝડપીને પોલીસ કોઈ પણ ગુનેગારને બક્ષતી નથી એ સંદેશ આપ્યો હતો. પણ હજી શહેર પોલીસે પોતાની ઇમેજ સુધારવા, ડ્રગ્સ અને દારૂ સંબંધિત ગુના નિયંત્રિત કરવા અને ગુના સમયે રિસ્પોન્સ સમય ઘટાડા માટે ઘણું કરવાનું છે પછી જ અમદાવાદી કહી શકશે કે ખાખી મેં હૈ દમ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.