ગાંધીનગર: રાજ્યની નોકરશાહીમાં બદલાવ આવ્યા છે. સરકારે 2 IAS અધિકારીઓની બદલી કરી છે. પી. ભારતીની જગ્યાએ હવે રાજ્યના મુખ્ય નવા ચૂંટણી કમિશનર તરીકે હારિત શુક્લાની નિમણુંક કરવામાં આવી છે. હારિત શુક્લા 1999ની બેંચના IAS અધિકારી છે. તેઓ પહેલાં ટુરિઝમ અને એવિએશનમાં પ્રિન્સિપાલ સેક્રેટરી હતા.
હારિત શુક્લાની મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિમણૂંક
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે હારિત શુક્લાની નિમણૂંક કરાઇ છે. અગ્ર સચિવમાંથી બદલી કરીને હવે તેમને મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરાયા છે. હારિત શુક્લાની ટુરિઝમ વિભાગમાંથી બદલી કરીને રાજ્યના મુખ્ય નવા ચૂંટણી કમિશનર તરીકે નિમણુંક થઇ છે. જોકે કહેવામાં આવી રહ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી પી.ભારતી રાજ્યના મુખ્ય ચૂંટણીની અધિકારીની જવાબદારીમાંથી મુક્ત થવા માંગતા હતા. અત્યાર સુધી પી.ભારતી રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી હતા. હારિત શુક્લા હવે તેમનું સ્થાન લેશે.
ક્લાઈમેટ ચેંજના અધિક સચિવ બી. એચ. તલાટીનું ટ્રાન્સફર
આ ઉપરાંત વધુ એક IAS અધિકારીની બદલી કરાઈ છે. આ સાથે અન્ય એક ટ્રાન્સફરમાં કરવામાં આવ્યું છે. ક્લાઈમેટ ચેંજના અધિક સચિવ બી. એચ. તલાટીનું ટ્રાન્સફર કરાયું છે. IAS બી. એચ. તલાટીની કરાઈ બદલી કરાઈ છે. તલાટીની સ્ટેટ ઇન્સટિટ્યૂટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ સ્પેશ્યલ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ ક્લાઈન્ટ ચેન્જ વિભાગમાં અધિક સચિવ હતા. બી. એચ. તલાટીને સ્પેશ્યલ ડિરેક્ટર સ્ટેટ ઈન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ ડેવલપમેન્ટમાં મુકાયા છે.