જામનગર: તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃતિ માટે રેશનકાર્ડમાં e-KYC ફરજિયાત કરવાનું ફરમાન જારી કરાયું છે. ત્યારે આધારકાર્ડ અપડેટ કરવાને લઈને આધાર કેન્દ્રોમાં લોકોની ભારે ભીડ ઉમટી પડી છે. જામનગરમાં ભારે વરસાદ બાદ તળાવની પાળે આવેલા આધાર કાર્ડ કેન્દ્રમાં વરસાદી પાણી ભરાયા હતા. જેને કરાણે જામનગર આધારકાર્ડ કેન્દ્ર મોડું શરૂ થયું હતું.
ટોકન સિસ્ટમ દ્વારા આધાર અપડેટ: જામનગરમાં તળાવની પાળે આવેલા આધારકાર્ડ કેન્દ્રમાં લોકોની વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી છે. આજ રોજ ETV ભારત દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું ત્યારે આ આધાર કેન્દ્રોમાં લોકોને ટોકન આપવામાં આવે છે અને ટોકન સિસ્ટમ દ્વારા આધાર અપડેટ કરી આપવામાં આવે છે. અહીં નાના બાળકોથી લઈને મોટા તેમજ વૃદ્ધો આધાર અપડેટ કરવા માટે પહોંચી ગયા છે. દૂર દૂરથી ખાસ કરીને મહિલાઓ આધાર અપડેટ કરાવા માટે આવે છે.
અહીં અરજદારો બે બે ત્રણ ત્રણ વખત આધાર કાર્ડ કેન્દ્રના ધક્કા ખાતાઓની વિગતો સામે આવી છે. એક બાજુ રાજ્યમાં તમામ કામો ડિજિટલ કરવામાં આવી રહ્યા છે. તો બીજી બાજુ આધારકાર્ડમાં નામ અને સરનામું બદલો માટે લોકોને અનેક ધક્કા ખાવા પડે છે.
આ પણ વાંચો: