સેલવાસ : કેન્દ્રીય પ્રસારણ મંત્રી અને સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગસિંહ ઠાકુરે આ પ્રસંગે બોલતાં પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતાં. તેમણે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દિવના ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલની કીટ ખેલાડીઓને વિતરિત કરી હતી. જે બાદ તેમના સંબોધનમાં આવનાર દિવસોમાં ખેલક્ષેત્રે આ વિસ્તારના ખેલાડીઓ પણ દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.
મમતા બેનર્જીની સરકાર પર આકરા પ્રહાર : કેન્દ્રીય પ્રસારણ મંત્રી અને સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગસિંહ ઠાકુરે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકારમાં મહિલાઓ સાથે અત્યાચાર થઈ રહ્યો છે. મીડિયાને કવરેજ માટે રોકવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય પ્રસારણ મંત્રી અને સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગસિંહ ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે ફ્રીડમ ઓફ પ્રેસને અને મહિલાઓના હક્કને દબાવવાની કોશિશ થઈ રહી છે. મમતા બેરનજીની સરકારમાં પશ્ચિમ બંગાળમાં ભ્રષ્ટાચાર, બળાત્કાર અત્યારચાર વધ્યા છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકાર ભ્રષ્ટાચાર, બળાત્કાર અત્યારચારની સરકાર છે. તેવા પ્રહાર અનુરાગસિંહ ઠાકુરે કર્યા હતાં. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સાયલી સ્થિત ક્રિકેટ સ્ટેડિયમમાં મંગળવારે કેન્દ્રીય પ્રસારણ મંત્રી અને સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગસિંહ ઠાકુર એક સ્પોર્ટ્સ કીટ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં.
35,000 ખેલાડીઓને સ્પોર્ટ્સ કીટનું વિતરણ : કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતો અને માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે આજે સિલ્વાસાના સૈલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સ્પોર્ટ્સ આઉટરીચ પ્રોગ્રામના ભાગરૂપે 35,000 ખેલાડીઓને સ્પોર્ટ્સ કીટનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાયલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમારોહમાં બોલતાં તેમણે કહ્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ રમતગમતના વિકાસ માટે ઘણા અસરકારક પગલાં લેવામાં આવ્યા છે.
પ્રફુલ પટેલની પ્રશંસા કરી : ઠાકુરે ઉમેર્યું હતું કે ખેલો ઈન્ડિયા કાર્યક્રમ આ સંદર્ભમાં એક મુખ્ય પહેલ છે અને તેના કારણે વૈશ્વિક સ્તરે ઘણી સફળતાના દ્રષ્ટાંતો બન્યાં છે. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ પટેલની આગેવાની હેઠળ કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન દ્વારા લેવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરી અને કહ્યું કે તે ભવિષ્યમાં સારા પ્રદર્શન કરી રહેલા પ્રદેશના ખેલાડીઓમાં પ્રતિબિંબિત થશે. પાયાની માળખાકીય રમતના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા ઘણા પગલાં લેવામાં આવ્યા છે. ખેલાડીઓને સારી ગુણવત્તાની તાલીમ અને સાધનો પણ આપવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોને કારણે પ્રદેશના ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરે વધુ સારું પ્રદર્શન કરીને ગૌરવ લાવી રહ્યા છે.
27 ટીમોને સ્પોર્ટ્સ કીટનું વિતરણ : કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દિવના 35000 જેટલા પ્રતિભાવાન ખેલાડીઓને વિવિધ રમતોની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રિય રમત-ગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુર વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. જેમણે આગામી વર્ષમાં સાયલી ક્રિકેટ સ્ટેડિયમમાં રણજી ટ્રોફીની મેચ રમાડવાનું વચન આપ્યું હતું. અનુરાગ સિંહ ઠાકુરે દાદરા નગર હવેલી દમણ દિવની 27 ટીમોને સ્પોર્ટ્સ કીટનું વિતરણ કર્યું હતું.
સંઘપ્રદેશ પ્રશાસનનો કાર્યક્રમ : અનુરાગસિંહ ઠાકુરે તેમજ પ્રશાસક પ્રફુલ પટેલે દાદરા નગર હવેલી અને દમણની 09 ક્રિકેટ ટીમ, 09 વોલીબોલ ટીમ અને 09 ફૂટબોલ ટીમો એમ કુલ 27 ટીમોને પ્રતિકાત્મક સ્વરૂપે સ્પોર્ટ્સ કીટનું વિતરણ કર્યું હતું. સ્પોર્ટ્સ આઉટરીચ પ્રોગ્રામના ભવ્ય કાર્યક્રમમાં ત્રણ જિલ્લાના લગભગ 35,000 પ્રતિભાશાળી ખેલાડીઓને સ્પોર્ટ્સ કીટ આપવામાં આવશે. સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા સેલવાસના સાયલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સ્પોર્ટસ આઉટરિચ કાર્યક્રમ અંતર્ગત સ્પોર્ટ્સ કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તથા રમત-ગમત અને યુવા વિષયક મંત્રી અનુરાગ સિંહ ઠાકુર ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. જેમણે દેશમાં રમત-ગમતના વિકાસ માટે મોદી સરકારે શરૂ કરેલ વિવિધ યોજનાઓની ગાથા ઉપસ્થિત યુવાનો તેમજ રાજકીય આગેવાનો સમક્ષ રજુ કરી હતી.
દેશનું નામ રોશન કરવા જોશ ભર્યો : અનુરાગસિંહ ઠાકુરે એક વર્ષની અંદર સેલવાસના સાયલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રણજી ટ્રોફીની મેચનું આયોજન કરવા પોતાની ગેરેંટી આપી હતી. ઉપસ્થિત યુવા ખેલાડીઓને સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું કેટલું મહત્વ છે તેની જાણકારી પ્રદાન કરી હતી. તેમણે 2036 માં જ્યારે ભારત ઓલિમ્પિકનું યજમાન હશે ત્યારે દાદરા નગર હવેલી અને દમણ-દીવના ખેલાડીઓ પણ તેમાં ભાગ લઈ મેડલ મેળવે તે માટે યુવા ખેલાડીઓમાં જોશ ભર્યો હતો.
ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ ખેલાડીઓને કિટ આપી : દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રશાસન દ્વારા આયોજિત આ સ્પોર્ટ્સ આઉટરિચ કાર્યક્રમમાં અનુરાગસિંહ ઠાકુર અને પ્રશાસક પ્રફુલ પટેલ, દમણ દિવના સાંસદ લાલુભાઈ પટેલના હસ્તે પ્રદેશની 09 ક્રિકેટ ટીમ, 09 વોલીબોલ ટીમ અને 09 ફૂટબોલ ટીમના ખેલાડીઓને પ્રતિકાત્મક સ્વરૂપે સ્પોર્ટ્સ કીટનું વિતરણ કરાયું હતું. કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન દ્વારા આયોજિત સ્પોર્ટ્સ આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત દાદરા નગર હવેલી અને દમણ દિવના લગભગ 35,000 પ્રતિભાશાળી ખેલાડીઓને વિવિધ રમતો માટે લગભગ 12,410 સ્પોર્ટ્સ કીટનું વિતરણ કરવામાં આવશે, જેમાં 1,460 ક્રિકેટ બેટ, 4,380 ક્રિકેટ બોલ, 730 ક્રિકેટ સ્ટમ્પસેટ, 1,460 વોલીબોલ, 730 વોલીબોલ નેટ, 1,460 ફૂટબોલ, 2,190 કિટબેગનો સમાવેશ થાય છે.
વિસ્તારનો પ્રવાસ કર્યો અને સન્માન : અનુરાગસિંહ ઠાકુરના પ્રવાસ કાર્યક્રમ હેઠળ, તેમણે દમણમાં નમો પથ, જામપોર આયુષ્માન આરોગ્ય મંદિર અને દાદરા નગર હવેલી, ખરડાપાડા, અક્ષય પાત્ર, અન્ડર બ્રિજ સ્પોર્ટસમાં પંચાયત ઘરની મુલાકાત લીધી. અરેના અને નમો મેડિકલ કોલેજ અને હોસ્પિટલ.રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી હતી. આ પ્રદેશમાં થઈ રહેલા વિકાસની પ્રસંશા કરી હતી. ઉલ્લેખનીય છે કે, સાયલી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે અનુરાગસિંહ ઠાકુર ઉપરાંત ભારતના ટેસ્ટ અને વન-ડેમાં ફાસ્ટેસ્ટ બોલર રહેલા મુનાફ પટેલ, બેડમિન્ટન ખેલાડી કુ. તુપ્તિ મુરગુડે તથા મહિલા પહેલવાન કુ. સાક્ષી પુનિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. જે તમામનું આ પ્રદેશના રાજકીય આગેવાનો, ઉદ્યોગકારો, વેપારીઓ, સામાજિક સંગઠનો દ્વારા સ્મૃતિ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.