ભરૂચ: અંકલેશ્વરની હોટલ લોર્ડ્સ પ્લાઝામાં મલ્ટીનેશનલ થરમેક્સ કંપનીના ઝઘડિયાના નવા પ્લાન્ટ માટે 5 જગ્યાઓ પર વોક ઇન ઇન્ટરવ્યૂમાં નોકરી વાંછુક યુવાનોનો સેલાબ ઉમટી પડતા પડાપડી અને તૂટફૂટના દ્રશ્યો સર્જાયા હતા. મલ્ટી નેશનલ કંપનીમાં સારો પગાર મેળવવા યુવાઓની ટંકશાળે હોટલની રેલિંગ પણ તોડી નાંખી.
પડાપડી અને તૂટફૂટના દ્રશ્યો: અંકલેશ્વરની હોટલ લોર્ડ્સ પ્લાઝામાં મલ્ટીનેશનલ થરમેક્સ કંપનીના ઝઘડિયાના નવા પ્લાન્ટ માટે 5 જગ્યાઓ પર વોક ઇન ઇન્ટરવ્યૂમાં નોકરી વાંછુક યુવાનોનો સેલાબ ઉમટી પડતા પડાપડી અને તૂટફૂટના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટના અંગે ઝઘડિયા ખાતે આવેલી ધર્મેશ લિમિટેડ કંપનીના સત્તાધિશોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓએ આ ઘટના અંગે જવાબ આપવાનું ટાળ્યું હતું.
ઇન્ટરવ્યૂ આપવા દરમિયાન ધક્કા મૂકી: Etv Bharat દ્વારા જે હોટલ ખાતે ઇન્ટરવ્યૂ રખાયું હતું તે હોટલના મેનેજરનું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. આજ સ્ટિંગ ઓપરેશનમાં હોટલના મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઇન્ટરવ્યૂ આપવા માટે 500 થી 600 લોકોની વાત થઈ હતી, પરંતુ અહીંયા 1,000 વધુ યુવકો ઇન્ટરવ્યૂ આપવા માટે આવી પહોંચ્યા હતા અને બેરોજગારીમાં હોમાયેલા યુવકો ઇન્ટરવ્યૂ આપવા દરમિયાન ધક્કા મૂકી થઈ હતી તેમાં હોટલની રેલિંગ તૂટી પડતા કેટલાક યુવાનો નીચે પડ્યા હતા. આ ઘટના અંગે હોટલના સંચાલક દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી.
બેરોજગારોની સંખ્યાનો આંક પણ હજારોમાં: ઔધોગિક ગઢ ભરૂચ જિલ્લામાં અનેક મલ્ટીનેશનલ કંપનીઓ આવેલી છે. જિલ્લામાં શિક્ષિત સાથે અશિક્ષિત બેરોજગારોની સંખ્યાનો આંક પણ હજારોમાં છે. જોકે અહીં વાત કઈ જુદી હતી. ઝઘડિયાની મલ્ટી નેશનલ કંપની થરમેક્સ ભારત સહિત 24 દેશોમાં તેની હાજરી ધરાવે છે. ઝઘડિયા GIDC માં કંપની વિસ્તરણ હેઠળ તેના નવા પ્લાન્ટ માટે 5 જગ્યા ઉપર ભરતી કરવાની હતી. નવા પ્લાન્ટ માટે 5 પોસ્ટ શિફ્ટ ઇન્ચાર્જ, પ્લાન્ટ ઓપરેટર, સુપરવાઈઝર, ફિલ્ટર-મિકેનિકલ અને એક્ઝિક્યુટિવ માટે 9 જુલાઈએ વોક ઇન ઇન્ટવ્યું આયોજિત કરાયો હતો.
ઇન્ટરવ્યૂ માટે તૂટી પડ્યા: અંકલેશ્વરની લોર્ડ્સ પ્લાઝા હોટલમાં 3 થી 10 વર્ષના અનુભવી BE કેમિકલ, AOCP, B.Sc, M.Sc, ડિપ્લોમા, ફિલ્ટરની યોગ્યતા ધરાવતા ઉમેદવારોને વોક ઇન ઇન્ટરવ્યૂ માટે બોલાવાયા હતા. જોકે કંપની દ્વારા જે ઉમેદવાર હાજર રહી શકતો ન હોય તેને બાયોડેટા મોકલી આપવા પણ જાહેરાત થકી જાણ કરાઈ હતી. ભરૂચ જિલમાંથી આ 5 પોસ્ટ માટે લાયકાત અને યોગ્યતા ધરાવતા યુવાનોનું ઘોડાપુર હોટલ પર ઇન્ટરવ્યૂ માટે તૂટી પડ્યું હતું. મલ્ટીનેશનલ કંપની અને હાલ કરતા ઉચ્ચ પગાર મેળવવા માટે 1500 થી વધુ ઉમેદવારો 5 જગ્યા માટે ઉમટી પડતા હોટલ કેમ્પસ અને પ્રિમાઇસિસમાં યુવાનોની ભારે ભીડ બેકાબુ જોવા મળી હતી.
યુવાનોને પહોંચી ઇજા: યુવાનોના ભારે ઘસારાને લઈ એન્ટ્રસની રેલિંગ પણ તૂટી પડતા કેટલાય યુવાનો ભીડ વચ્ચે ધક્કા ખાતા અને પડતા જોવા મળ્યાં હતાં. હોટલ પર સર્જાયેલ પડાપડી અને ભાંગ તૂટમાં જોકે કોઇ યુવાનને ઇજા તો થઈ ના હતી પણ હોટલને નુકશાન થયું હતું જેનું પણ ભૂગતાન કંપનીએ કરવાનો વારો આવ્યો હતો.