નવસારી: નવસારીમાં થયેલ પાણી પુરવઠોમાં કરોડો રુપિયાનું કૌભાડ કરવામાં આવ્યું છે. આ અંગે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે વાંસમો યોજના હેઠળ "નલ સે જલ" યોજના ઘર ઘર સુધી પહોંચ્યું નથી. તે માટે અનેક વાર વિધાનસભામાં રજૂઆત કરી છે. પરંતુ હાલ નવસારી જિલ્લામાં નલ સે જલ યોજના ફેલ ગઈ છે. ખૂબ મોટા રૂપિયા વાપરવા છતાં પણ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. ભ્રષ્ટાચાર મુદ્દે અધિકારીઓની ધરપકડતો કરવામાં આવી છે પરંતુ યોજનાના કામ ક્યારે અને કેવી રીતે થશે. એ એક પ્રશ્ન છે.
તો બીજી તરફ "નલ સે જલ" યોજના વલસાડ, ડાંગ, ભરૂચ અને અન્ય જિલ્લાઓમાં પણ ફેલ ગઈ છે. ત્યાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. પરંતુ સરકાર સમગ્ર કોભાંડમાં નાની માછલીઓને પકડી કાર્યવાહી કરી સંતોષ માને છે. જ્યારે મોટા મગરમચ્છો બચી જાય છે. સમગ્ર કોભાંડ મુદ્દે અનંત પટેલે પાંચ કરોડ નહીં પણ 50 કરોડનો ગોટાળો થયો હોવાની વાત કરી છે.