ETV Bharat / state

વલસાડ બેઠક માટે પવિત્ર આઠમના દિવસે અનંત પટેલની ઉમેદવારી - Valsad seat

વલસાડ બેઠક માટે કોંગ્રેસે આદિવાસી દિગ્ગજ નેતા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ અનંત પટેલે આઠમના પવિત્ર દિવસે પોતાના માતા પિતા અને માં અંબાના આશીર્વાદ લીધા અને પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવવા માટે વલસાડ જિલ્લા તરફ રવાના થયા

અનંત પટેલની ઉમેદવારી
અનંત પટેલની ઉમેદવારી
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 17, 2024, 1:09 PM IST

Updated : Apr 17, 2024, 1:52 PM IST

નવસારી: લોકસભા ચૂંટણીને લઈને જાહેર થયેલા રાજકીય પક્ષોના ઉમેદવારોએ શુભ મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવવા માટેની ગુજરાતભરમાં શરૂઆત કરી છે. ચૈત્ર નવરાત્રીના શુભ દિવસોની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આ શુભ દિવસોમાં પોતાનું નામાંકન કરવા માટે ઉમેદવારો ચૈત્ર નોરતાના પવિત્ર દિવસોને ધ્યાને લેતા હોય છે. ત્યારે વલસાડ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે પણ આજે ચૈત્ર નોરતાના આઠમના દિવસે પોતાનુ ઉમેદવારી ફોર્મ ભરવા માટેની તૈયારીના ભાગરૂપે આજે વહેલી સવારે પોતાના માતા પિતાના આશીર્વાદ લઇ ઉનાઈ સ્થિત માં અંબાના દર્શન કરી મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે વલસાડ લોકસભા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટે રવાના થયા હતા, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા.

વલસાડ બેઠક માટે પવિત્ર આઠમના દિવસે અનંત પટેલની ઉમેદવારી

જાણો શું કહ્યુ અનંત પટેલે: ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, ચૈત્ર નવરાત્રીના શુભ દિવસો ચાલી રહ્યા છે. ચૈત્ર નવરાત્રીને હિન્દુ સંસ્કૃતિમાં ખૂબ પવિત્ર માનવામાં આવે છે તેથી હું પણ આજના આઠમના દિવસે મારી વલસાડ લોકસભા બેઠકની ઉમેદવારી પત્ર ભરવા માટે જઈ રહ્યો છું જેમાં મારી સાથે મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ અને વૃદ્ધ આગેવાનો મારા સમર્થનમાં આવશે અને આશીર્વાદ આપશે.

  1. છોટા ઉદેપુર લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી અને કૉંગ્રેસનાં ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી - છોટા ઉદેપુર લોકસભા બેઠક
  2. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાની સંપતિમાં પાંચ વર્ષમાં થયો વધારો,જાણો કેટલો થયો વધારો? - JUNAGADH MP PROPERTY

Last Updated : Apr 17, 2024, 1:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.