ETV Bharat / state

ભગવાન શ્રીરામની જન્મ તારીખ જાણો છો ? ના જાણતા હોય તો વાંચો આ અહેવાલ

અમદાવાદના એક સંશોધકે વિજ્ઞાનનો આધાર લઈને ભગવાન શ્રીરામની જન્મ તારીખ પ્રસિદ્ધ કરી છે.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 17 hours ago

અમદાવાદ: સમગ્ર દેશમાં ભગવાન શ્રીરામ શ્રદ્ધેય અને પૂજનીય છે. રામ ભગવાનના જીવનના અનેક પ્રસંગો અને તેમની ગાથાથી સૌ પરિચિત છે, પણ રામ ભગવાનની જન્મ તારીખ શું છે એ અંગે સૌ અજાણ છે. ત્યારે અમદાવાદના એક સંશોધકે વિજ્ઞાનનો આધાર લઈને ભગવાન શ્રીરામની જન્મ તારીખ પ્રસિદ્ધ કરવાનો દાવો કર્યો છે. તેમના દાવા અનુસાર ભારતના શ્રધ્યેય ભગવાન શ્રી રામની જન્મ તારીખ 22, ફેબ્રુઆરી 7119 ઈસાપૂર્વે છે. આ અંગે અનેક નિષ્ણાતોએ પણ પોતાનું સમર્થન આપ્યું છે

ભગવાન શ્રીરામની જન્મ તારીખને લઈને અનેક વિદ્વાનોનું સમર્થન

દેશમાં રામ ભગવાન અંગે અનેક કથાઓ છે. રામ પારાયણ થી લઈને રામકથા સુધીની સપ્તાહ સતત ચાલતી રહે છે. પણ કેટલાં ભારતીયો રામ ભગવાનની જન્મ તારીખ અંગે જાણે છે. શ્રી રામ ભગવાનની જન્મ તારીખ માટે અનેક વિદ્વાનોએ પોતાનો તર્ક લગાવીને તારીખ આપી છે. પણ વિજ્ઞાન, નક્ષત્રની સ્થિતિ અને કોમ્પ્યુટર પ્રોગ્રામની મદદથી અમદાવાદ સ્થિત કોસ્મો ગુરુ મૌલિક ભટ્ટે પ્રકાશિત કરેલી જન્મ તારીખને અનેક વિદ્વાનોનું સમર્થન છે.

ભગવાન શ્રીરામની જન્મ તારીખને લઈને અમદાવાદના કોસ્મો ગુરુ મૌલિક ભટ્ટે કર્યો દાવો (Etv Bharat Gujarat)

ભગવાન શ્રીરામની જન્મ તારીખ: મૌલિક ભટ્ટે શ્રી રામ ભગવાનની જન્મ તારીખ 22, ફેબ્રુઆરી 7119 ઈસાપૂર્વે પ્રકાશિત કરી છે. આ તારીખ પ્રકાશિત કરવા માટે મૌલિક ભટ્ટે વાલ્મિકી રામાયણના પદોને આધાર રાખ્યો છે. આ પદોમાં પ્રસ્થાપિત ભૌગોલિક સ્થિતિને ધ્યાને રખાયું છે. શ્રીરામ ભગવાનની જન્મ તારીખના સંશોધન પાછળ ચાર વર્ષની મહેનત થઈ છે. ભારતીય પરંપરામાં સમય ઉપાસન મહત્વનું અંગ છે. પોતાના સંશોધનમાં મૌલિક ભટ્ટે ઉપયોગ કર્યો છે.

કેવી રીતે શ્રીરામ ભગવાનની જન્મ તારીખ જાણી શકાઈ

શ્રીરામ ભગવાનની જન્મ તારીખના સંશોધન માટે પૌરાણિક સાહિત્ય, સૂર્ય સિદ્ધાંતના સિદ્ધાંત અને આધુનિક વિજ્ઞાનનો ઉપયોગ કરાયો છે. ભારત સહિત વિશ્વમાં રોમન કેલેન્ડરનો ઉપયોગ થાય છે. આજે 2022મું વર્ષ EC પ્રમાણે એટલે કે કોમન એરા છે, સૂર્ય સિદ્ધાંતના ચૌદ અધ્યાયોને રામાયણના વિવિધ પ્રસંગો સાથે મેળવી, એ વખતની ખગોળીય રચના અને સ્થિતિને ધ્યાને રાખી શ્રીરામ ભગવાનની જન્મ તારીખ પ્રકાશિત કરી છે. જેમાં સૂર્ય પુરુષ મયની જ્યોતિષ વિદ્યા, ગ્રહોની આઠ પ્રકારની સ્થિતિ, દેશ અને કાળ સંબંધિત પલભા, અયનાંશ, નત્યાનયન નિરક્ષરાસિમાન, લગ્ન અને દશમ લગ્ન વિધિ, સૂર્ય - ચંદ્ર ગ્રહણના ભેદ અને ગણિત, સૂર્ય ગ્રહણનું ગણિત, ગ્રહોની યુતિ, ગ્રહોના ઉદય અને અસ્ત, રાશીઓની સ્થિતિ અને કાલમાનના વર્ણનોને આધાર બનાવ્યા છે.

દાવા પ્રમાણે ભગવાન શ્રીરામના જીવન બનેલી ઘટનાઓ
દાવા પ્રમાણે ભગવાન શ્રીરામના જીવન બનેલી ઘટનાઓ (Etv Bharat Graphics team)

ભગવાન શ્રીરામના જીવનની ઘટનાઓ

શ્રીરામ ભગવાનના જન્મની કાળ ગણના પ્રમાણે અને વાલ્મિકી રામાયણના પદો અને ભૌગોલિક સ્થિતિને ધ્યાને રાખીએ તો શ્રી રામ ભગવાનનો જન્મ ચૈત્ર મહિનાના નવમા દિવસે એટલે 22, ફેબ્રુઆરી - 7119 (BCE) ઈસા પૂર્વેના રોજ થયો હતો. શ્રી રામ ભગવાના ઉપનય સંસ્કાર તેમની 10 વર્ષની ઉંમરે એટલે કે 7110 (BCE) ઈસા પૂર્વે થયા હતા. શ્રીરામના 24માં વર્ષે એટલે કે 7094 (BCE) ઈસા પૂર્વે વર્ષે તેઓ તેમના ગુરુ વિશ્વમિત્ર સાથે હતા. શ્રી રામનો સિતા સાથેનો વિવાહ 20, માર્ચ 7094 (BCE) ઈસા પૂર્વે વૈશાખ માસના શુક્લ પક્ષની અગિયારસે થયો હતો. શ્રી રામના 27માં વર્ષે એટલે કે 5, ફેબ્રુઆરી - 7093 ઇસા પૂર્વેના રોજ વનવાસ મળ્યો હતો, લંકાપતિ રાવણ દ્વારા માતા સીતાનું હરણ શ્રીરામના વનવાસના 13માં વર્ષે ફાગણ મહિનામાં એટલે કે જાન્યુઆરી - 7080 ઈસા પૂર્વે થયું હતું. શ્રીરામ પોતાની સેના સાથે 3, ડિસેમ્બર - 7080 ઈસા પૂર્વે સમુદ્ર કિનારે પહોંચ્યા હતા. 10, ડિસેમ્બર - 7080 ઈસા પૂર્વે શ્રીરામ સેના સાથે લંકા પહોંચ્યા. 24, ડિસેમ્બર - 7080 ઈસાપૂર્વે શ્રીરામ અને રાવણનું યુદ્ધ આરંભ્યુ. 2, જાન્યુઆરી - 7079ના રોજ શ્રીરામ દ્વારા રાવણનો વધ થયો અને 28, ફેબ્રુઆરી - 7079ના વૈશાખ માસના શુક્લ પક્ષની છઠના રોજ શ્રીરામનું અયોધ્યા ખાતે પુનરાગમન થયુ. એવો દાવો શ્રી રામ - કોસ્મોલોજીકલ ટાઈમલાઇન (શાસ્ત્ર એવમ વિજ્ઞાન કે સમન્વય સે)ના લેખક અને કોસ્મો ગુરૂ મૌલિક ભટ્ટે કર્યો છે.

  1. અમદાવાદથી અયોધ્યા પહોંચ્યા પ્રભુ રામના ભક્ત, મંદિર માટે ખાસ ઘડિયાળ અને હનુમાન મૂર્તિની ઘંટડી ભેટ આપી
  2. કોમી એકતાનું પ્રતિક, અમદાવાદમાં અહીં છેલ્લા 605 વર્ષથી પ્રજવલિત થાય છે અખંડ દીવો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.