તાપી: સોનગઢ તાલુકાના માંડળ ગામની હાઈસ્કુલની વિદ્યાર્થીઓની પીકઅપ ગાડીને અકસ્માત નડ્યો હતો, ઘોરણ 12 બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલી વિદ્યાર્થિનીની પિકઅપ વાનને ચોરવડ ગામ પાસે ડમ્પર સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં 15 થી વધુ વિદ્યાર્થિનીઓ સામાન્ય ઇજા પહોંચી હતી તેથી તમામને વ્યારા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી.
SSC અને HSCની પરીક્ષા આજથી શરૂ થઈ છે ત્યારે માંડલ હાઇસ્કૂલની વિદ્યાર્થીઓ 12 માં ધોરણની પરીક્ષા 15 જેટલી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પિકઅપ વાનમાં સવાર થઈ જાય રહી હતી, તે વેળાએ ચોરવડ ગામની સીમમાં આવેલ સુરત ધુલ્યા હાઇવે પર પુર ઝડપે આવેલ ડમ્પર ચાલક એ પછાડીથી ટક્કર મારતા પિક અપ વાન ડિવાઇડર પર જઈ પહોંચી હતી. સદનસીબે ઘટનામાં એક વિદ્યાર્થિનીને સામાન્ય ઇજા પહોંચતા તેને વ્યારાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ તે પરીક્ષા આપવા જઈ શકી ન હતી..
સોનગઢ પોલીસના પી,એસ,ઓ ઉમેશભાઈ ભરવાડ એ જણાવ્યુ હતુ કે આવ્યું હતું કે, ઘટનામાં માંડળ હાઇ સ્કૂલની વિદ્યાર્થિનીઓ બારમા ધોરણની પરીક્ષા આપવા જઈ હતી, ત્યારે ગફલત ભરી રીતે આવેલ ડમ્પર ચાલકે પાછળથી ટક્કર મારતા પીકપ વાન ડિવાઇડ પર જય પહોંચી હતી. ઘટનામાં એક વિદ્યાર્થીને બીજા પહોંચતા તેને વ્યારાની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, અને ગફલત ભરી રીતે ડમ્પર ચલાવનાર વિરોધ પોલીસ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે, સાથે આશ્રમના સંચાલકોને આહવાન કરવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા બસના માધ્યમથી લઈ જવામાં આવે.