ધોરાજી: રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરના બહારપુરા વિસ્તારમાં આવેલ હસીમ ફરિયા વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ રહેણાંક મકાનની અંદર લાગી હતી. આ ઘટનામાં ગેસ લીક થતા આગ લાગી હતી. આ ઘટનામાં 80 વર્ષીય મહિલા રહેમતબેન ગરાણા નામની વૃદ્ધ મહિલાનું પોતાના ઘરમાં હતી. અને આગની ઝપેટમાં આવી જવાથી તે સંપૂર્ણ દાઝી ગઈ હતી. અને દાઝી જવાથી તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
ત્યારબાદ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે બહારપુરા વિસ્તારમાં અફરા તરફીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ, મામલતદાર, નગરપાલિકા, ફાયર બ્રિગેડ, પ્રાંત અધિકારી સહિતનું તંત્ર ઘટના સ્થળ પર દોડી આવ્યું હતું. તપાસમાં માહિતી મળી હતી કે ગેસની નળીમાંથી ગેસ લીકેજ થતા આગની ઘટના બની હોવાની પ્રાથમિક માહિતીઓ મળી રહી છે. એક તરફ ધોધમાર વરસાદ શરૂ હતો તો બીજી તરફ તંત્ર અને સ્થાનિકો ધોધમાર વરસાદમાં પણ મદદ માટે અને કામગીરી માટે દોડી આવ્યા હતા.