અમરેલી: અમરેલી જિલ્લામાં કપાસની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. દિવાળી નજીક આવતા માર્કેટિંગ યાર્ડ બંધ થવાના સમયે કપાસની આવકમાં વધારો થયો છે. આજે અમરેલી જિલ્લામાં એક દિવસમાં 85 હજાર મણ કપાસની આવક નોંધાઈ છે.
સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં વાહનોની કતાર: માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી મુકેશભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે, 'સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજે ₹30,000 મણ કપાસની આવક નોંધાય છે અને 520 થી વધુ વાહનો કપાસ લઈને આવી પહોંચ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં વાહનોની કતાર લાગી હતી. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 1,300 થી 1,600 સુધી કપાસનો ભાવ મળી રહે છે જેથી મોટી સંખ્યામાં ખેડૂતો સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસ લઈને આવી પહોંચ્યા હતા. આજે સૌથી વધારે કપાસની આવક નોંધાઈ હતી.
30,000 મણ કપાસની આવક નોંધાઈ: બાબરા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અજય પંડ્યાએ જણાવ્યું હતું કે,'બાબરા માર્કેટિંગ યાર્ડમાં આજે સૌથી વધુ કપાસની આવક નોંધાય છે. આજે બાબરા માર્કેટિંગ યાર્ડમાં 30,000 મણ કપાસની આવક નોંધાય છે. બાબરા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ 1,300 થી 1,570 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે. મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા છે. દિવાળીનો તહેવાર નજીક હોવાથી ખેડૂતો હાલ કપાસનું વેચાણ કરી રહ્યા છે અને સારું ઉત્પાદન મેળવી રહ્યા છે.
અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં કપાસની બબલક આવક નોંધાઈ છે. અતિવૃષ્ટિથી પરેશાન થયેલા ખેડૂતો કપાસ લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા છે અને સારા ભાવ મેળવી રહ્યા છે. આજે અમરેલી જિલ્લામાં એક દિવસમાં 85 હજાર મણ કપાસની આવક નોંધાઈ છે અને ખેડૂતોને 300 થી 1,600 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે.
ખેડૂત જરખિયા ગામના ખેડૂત ભરતભાઈ સભાયાએે જણાવ્યું કે, 'હાલ અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ધોધમાર વરસાદથી ખેડૂત મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતના ખેતરમાં રહેલા પાક લઈ હાલ યાર્ડ ખાતે પોંહચી રહ્યા છે. યાર્ડમાં હાલ 1200થી 1600 રૂપિયા સુધી ભાવ બોલાઈ છે અને હાલ ખેડૂતોમાં 'કભી ખુશી કભી ગમ' જેવો માહોલ છે.
અમરેલી જિલ્લાના માર્કેટીંગ યાર્ડમાં કપાસની મબલખ આવક નોંધાઈ: અતિવૃષ્ટિથી પરેશાન ખેડૂતો કપાસ લઈને માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યા હતા. અમરેલી, સાવરકુંડલા અને બાબરામાં કપાસની મબલખ આવક થઈ છે. અમરેલી યાર્ડમાં 25 હજાર મણ, બાબરા યાર્ડમાં 30 હજાર મણ, સાવરકુંડલા યાર્ડમાં 30 હજાર મણ કપાસની આવક નોંધાઇ છે. દિવાળી વેકેશનને લઈને ખેડૂતો કપાસ લઈને ઉમટયા છે. ત્રણ યાર્ડમાં 85 હજાર મણ કપાસની આવક થઈ છે. ખેડૂતોને ભાવ સારા મળતા ખેડૂતોમાં ખુશીની લાગણીઓ છે. સાવરકુંડલા યાર્ડમાં 500 ઉપરાંત વાહનોની આવક થઈ છે.
આ પણ વાંચો: