ETV Bharat / state

ભારત માતા સરોવરથી થશે જળ ક્રાંતિ: આવતીકાલે પીએમ મોદી કરશે આ સરોવરનું ઉદ્ઘાટન

અમરેલીના લાઠી શહેરમાં આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી આવશે અને તેઓ ભારત માતા સરોવરનું ઉદ્ઘાટન કરશે. આ સરોવર દ્વારા હજારો ખેડૂતોને લાભ મળશે.

આવતીકાલે પીએમ મોદી કરશે આ સરોવરનું ઉદ્ઘાટન
આવતીકાલે પીએમ મોદી કરશે આ સરોવરનું ઉદ્ઘાટન (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 27, 2024, 9:47 PM IST

અમરેલી: જિલ્લાના આંગણે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી લાઠીના દુધાળા ખાતે ભારત માતા સરોવરના લોકાર્પણ પ્રસંગે પધારવાના છે. પરિણામે વહીવટી તંત્ર દ્વારા આ માટેની તડામાર તૈયારીઓ થઈ રહી છે. લાઠીના દુધાળા ખાતે પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયા નિર્મિત ભારત માતા સરોવરના લોકાર્પણ પ્રસંગની સાથે લાઠી શહેરમાં એક જનસભાને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સંબોધન કરશે. ત્યારે લાઠી આસપાસના 25 જેટલા ગામડાઓ માટે આશીર્વાદ રૂપ બનેલ ગાગડીયો નદી પરના ભારત માતા સરોવરના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને વધાવવા અમરેલી જિલ્લામાં થનગનાટ જોવા મળી રહ્યો છે. ઉપરાંત ખેડૂતોમાં હરિત ક્રાંતિને લઈને હરખની હેલી જોવા મળી રહી છે.

ભારત માતા સરોવર: અમરેલી જિલ્લા લાઠી ખાતે ધોળકિયા ફાઉન્ડેશન નિર્મિત ભારત માતા સરોવરમાં જળક્રાંતિ આવવાની છે. આ જળ ક્રાંતિના કારણે હજારો ખેડૂતોને લાભ મળશે. તમને જણાવી દઈએ કે, 70 એકર વિસ્તારની અંદર આ ભારત માતા સરોવર તૈયાર થયું છે. આ સરોવરમાં 4.5 કરોડ લિટર સંગ્રહ શક્તિ પાણી થાય છે. રૂપિયા 2,00,000 ઘન મીટરના બાદ 24.50 કરોડ લિટર પાણીનો સંગ્રહ થશે. અહીં સરોવરના નિર્મળ બાદ 150 ફૂટ ભૂગર્ભ જળ ઊંચા આવ્યા છે અને 100 એકર જમીનને પરોક્ષ સિંચાઈનો લાભ મળ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી આવશે અને તેઓ ભારત માતા સરોવરનું ઉદ્ઘાટન કરશે (Etv Bharat Gujarat)

જાણવા જેવી બાબત એ છે કે, આ ભારત માતા સરોવરના નિર્માણ પહેલા આ વિસ્તાર ખારોપાઠનો વિસ્તાર હતો. આ વિસ્તારની અંદર એક જ સમયે ખેતી કરવામાં આવતી હતી અને ભારત માતા સરોવરના નિર્માણ બાદ ત્રણ સિઝનમાં ખેડૂતો ખેતી કરી શકશે.

જળ ક્રાંતિથી ખેડૂતોમાં ખુશીની લહેર: લાઠીના દુધાળા ખાતેથી પસાર થતી ગાગડીયો નદીને સજીવ કરવાનું કામ ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે. આજથી દસ વર્ષ પહેલાં આ નદી કોરી હતી એટલે કે આ નદીમાં ચોમાસાની સિઝન દરમિયાન આવતું પાણી દરિયામાં વહી જતું હતું. પરંતુ સવજીભાઈ દ્વારા આ નદી ઉપર ચેક ડેમો તૈયાર કરવામાં આવ્યા અને સાથે જ સરોવરના નિર્માણ કરવામાં આવ્યું. દસ વર્ષ પહેલાં લાઠી લીલીયા તાલુકાના મોટી સંખ્યામાં ખેડૂતોને આકાશી ખેતી કરતા હતા, પરંતુ હાલમાં આ સરોવરના નિર્માણ બાદ જળ ક્રાંતિ આવી છે અને હવે જળ ક્રાંતિ બાદ હરિયાળી ક્રાંતિ આવશે. ગાગડીયો નદીનો 16 થી 20 કિલોમીટરનો પટ્ટો છે આ પટ્ટામાં આવતા ગામડાઓને ખૂબ જ ફાયદો થયો છે.

2001 થી 2010 ના સમય દરમિયાન આ વિસ્તારમાં 500 થી 1000 ફૂટ ઊંડા બોર કરવા પડતા હતા અને સિંચાઈ માટે પાણી ખેંચવામાં આવતું હતું. પરંતુ ભારત માતા સરોવર તેમજ અન્ય સરોવરોના નિર્માણ બાદ હાલ 30 થી 50 ફૂટેથી સરળતાથી સિંચાઈ માટેનું પાણી મળી રહે છે. જેથી ખેડૂતોને આર્થિક રીતે ખૂબ જ નુકસાની વેઠવાનો વારો આવતો હતો, પરંતુ સરોવર તૈયાર થયા બાદ ખેડૂતોને ખૂબ જ ફાયદો થયો છે. હવે તેઓ ત્રણ સિઝનનો પાક લઈ શકે છે.

આ પણ વાંચો:

  1. અમરેલી પંથકની આ નદીનું થયું નવસર્જન, જોઈને જ બોલી ઉઠશો વાહ...
  2. એ ભાગો... ધરતીકંપના આંચકાથી રત્ન કલાકારો ડરના માર્યા ભાગ્યા, CCTV થયા વાયરલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.