ETV Bharat / state

ખેતી અને લોખંડ ક્ષેત્રનો સમન્વય: અમરેલીની આ વ્યક્તિ ઓટોમેટિક ઓરણી બનાવી કરે છે વિદેશમાં નિકાસ - LOOMS FOR FARMING

અમરેલી જિલ્લામાં ખેતી અને લોખંડ બંને ક્ષેત્રનો સમન્વય થઈ રહ્યો છે અને જિલ્લાના લોકો આધુનિકતા તરફ આગળ વધી રહ્યા છે.

આ વ્યક્તિ ઓટોમેટિક ઓરણી બનાવી કરે છે વિદેશમાં નિકાસ
આ વ્યક્તિ ઓટોમેટિક ઓરણી બનાવી કરે છે વિદેશમાં નિકાસ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 28, 2024, 9:11 PM IST

અમરેલી: ગુજરાતનો આ જીલ્લો ખેતી ક્ષેત્રે ખૂબ જ આગળ પડતો જિલ્લો કહેવાય છે. મોટાભાગના લોકો અમરેલી જિલ્લામાં ખેતીનો વ્યવસાય સાથે જોડાયેલા છે ઉપરાંત આ જિલ્લામાં વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવનાર પણ અનેક ખેડૂતો જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, જિલ્લાના સાવરકુંડલા શહેર એ વિશ્વમાં લોખંડ ક્ષેત્રે પણ ખૂબ જ આગળ પડતું ગણવામાં આવે છે. આમ ખેતી અને લોખંડ બંને ક્ષેત્રનો સમન્વય થઈ રહ્યો છે અને જિલ્લાના લોકો આધુનિકતા તરફ આગળ વધી રહ્યા છે. પરિણામે જિલ્લાના અનેક ખેડૂત પુત્રો હવે આધુનિક ટેકનોલોજી અપનાવી ખેત ઓઝારના સાધનો બનાવી રહ્યા છે.

સાવરકુંડલા શહેરમાં લોખંડ ઉદ્યોગ ખૂબ જ મોટો છે. અહીં 250 થી વધુ કારખાનાઓ આવેલા છે અને આ કારખાનામાંથી વિદેશમાં લોખંડના યંત્રોની નિકાસ પણ કરવામાં આવે છે. સાવરકુંડલાથી અનેક ઓજારો આફ્રિકા અને તાન્ઝાનિયા મોકલવામાં આવે છે.

આ વ્યક્તિ ઓટોમેટિક ઓરણી બનાવી કરે છે વિદેશમાં નિકાસ (Etv Bharat Gujarat)

ઓરણી કે જે ખેડૂતોનું મહત્વનું ઓજાર ગણવામાં આવે છે તે સાવરકુંડલામાં તૈયાર થાય છે. ઉપરાંત સૌથી વધારે કાંટા ઉદ્યોગ ક્ષેત્રે વિશ્વભરમાં સાવરકુંડલાનું નામ જાણીતું છે. અહીં હવે ખેતીમાં ઉપયોગમાં લેવાતા ખેત ઓજારો, સાધનો યંત્રો પણ બનવાના શરૂ થયા છે જેનો વિદેશમાં નિકાસ કરવામાં આવે છે.

ખેત ઓજારો બનાવતા જીગ્નેશભાઈ માથુકિયા જણાવે છે કે, તેમના પિતાએ 1970 માં સૌપ્રથમવાર મગફળીની ઓરણી બનાવી હતી અને ત્યારબાદ તેઓ પણ તેમના પિતા સાથે આ વ્યવસાયમાં જોડાયા. તેમને અભ્યાસ બાદ પિતા સાથે ખેત ઓજાર બનાવવાની શરૂઆત કરી. 1999 માં તેમના પિતા ભીમજીભાઇ માથુકિયાને ટ્રેક્ટર બનાવવા માટે એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ 2003માં શ્રેષ્ઠ ખેડૂત પ્રગતિશીલ ખેડૂત અને ઓજાર માટે રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો હતો.

તેમના દ્વારા 2003માં સર્વ પ્રથમ બળદ દ્વારા ઓટોમેટીક ઓરણી બનાવવામાં આવી હતી. ત્યારબાદ ટ્રેક્ટરથી ચાલતી ઓટોમેટીક ઓરણી તૈયાર કરવામાં આવી હતી. 2015 થી 2017 ના વર્ષ દરમિયાન સૌપ્રથમ ડુંગળીના વાવેતર માટે ઓટોમેટીક ટ્રેક્ટર દ્વારા ચાલતી ઓરણી તૈયાર કરવામાં આવી હતી. 2022માં ડુંગળીના રોપ વાવેતર માટેની ઓટોમેટિક ઓરણી તૈયાર કરવામાં આવી હતી. ખેડૂતો દ્વારા સૂચન કરવામાં આવે છે તે મુજબ તેઓ ઓટોમેટીક ઓરણી તૈયાર કરી આપે છે. તેમના દ્વારા બનાવવામાં આવેલા ઓટોમેટીક સાધનો સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ ભારત દેશની બહાર આફ્રિકા અને તાન્ઝાનિયામાં નિકાસ કરવામાં આવે છે.

વધુ માહિતી આપતા જીગ્નેશભાઈ માથુકિયા જણાવે છે કે, 2022 માં પ્રથમ વાર આફ્રિકામાં ડુંગળીના વાવેતર માટે ઓરણી મોકલવામાં આવી હતી. વાવેતર કરવામાં દસ દિવાસનો સામે થાય છે જે ઓટોમેટીક ઓરણી આવ્યા બાદ 10 કલાકમાં થઈ જાય છે. અને આફ્રિકામાં આ ઓરણી દ્વારા વાવેતર કરવામાં આવ્યું હતું, જેના પરિણામે જેથી ખેડૂતોને સફળતા મળી હતી અને ઉગાવો સારો રહ્યો હતો અને ઉત્પાદન પણ સારો મળતા આફ્રિકાના ખેડૂતો દ્વારા તેમને અન્ય 40 ઓરણી બનાવવા માટેનો ઓર્ડર મળ્યો હતો. આફ્રિકામાં મોકલવામાં આવેલી ઓરણી ત્યાંનાં સ્થાનિક ખેડૂતોએ જોઈ અને ત્યારબાદ તાન્ઝાનિયાના ખેડૂતો દ્વારા પણ 30 ઓરણીનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. આમ, ખેડૂતોને આ ઓટોમેટીક ઓરણી સપ્લાય કરવામાં આવી હતી.

સાવરકુંડલાથી તાન્ઝાનિયા અને આફ્રિકા સુધી ઓરણી પહોંચાડનાર જીગ્નેશ ભાઈએ વધુમાં જણાવ્યું કે, આગામી સમયમાં નેપાળમાં પણ આ ઓરણી મોકલવાની હાલ તજવીજ ચાલી રહી છે. તેઓ રૂપિયા 7,500 થી 2,20,000 સુધીની અલગ અલગ પ્રકારની ઓરણી તૈયાર કરે છે વેચાણ કરે છે. તેઓ ખેડૂતો દ્વારા આપવામાં આવેલા સલાહ સૂચન અને રિક્વાયરમેન્ટના આધારે ઓરણી બનાવી આપે છે.

આ પણ વાંચો:

  1. ભરૂચ પોલીસ ડોગ 'સિલ્કી'એ ઉકેલ્યો લાખોની ચોરીનો ભેદ, આરોપી પાસે જતા જ જુઓ કેવી રીતે કર્યો ઈશારો
  2. જૂનાગઢમાં ખાનગી શાળાને પણ ટક્કર મારે તેવી મોડલ ડે સ્કૂલ શરૂ થશે, ચોપડીથી લઈને ટ્રાન્સપોર્ટ સુધી કોઈ ખર્ચો નહીં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.