અમરેલી: અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓની સંખ્યા ખૂબ જ છે અને વન્ય પ્રાણીઓ અવારનવાર રાત્રિના સમયે શિકારની શોધમાં ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારમાં પહોંચતા હોય છે. ત્યારે એવી જ એક ઘટના અમરેલી જિલ્લાના ધારી વિસ્તારની અંદર બની હતી. ધારી વિસ્તારમાં આવેલા એક સંપમાં એક દીપડો શિકારની શોધમાં આવી ચડ્યો હતો.
સંપની અંદર દીપડો ઘૂસ્યો: અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ઝર ગામ નજીક એક પાણીનો સંપ આવેલો છે. આ સંપમાં રાત્રિના સમયે એક દરવાજો ખુલ્લો રહી ગયેલો હતો. જે દરમિયાન દીપડો શિકારની શોધમાં આ સંપની અંદર ઘૂસ્યો હતો અને લટાર મારતો હતો. ત્યારે વહેલી સવારે સંપમાં કર્મચારીઓ કામ કરવા માટે પહોંચ્યા હતા. જે દરમિયાન દીપડો દેખાયો હતો અને દીપડાને જોતા અધિકારી અને કર્મચારીઓ વચ્ચે નાશ ભાગ મચી ગઈ હતી.
દીપડાનું રેસ્યુ: સંપમાં કામ કરી રહેલા કર્મચારીઓ દ્વારા ધારી વન વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ધારીના વન વિભાગના અધિકારી કર્મચારી અને સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને સંપમાંથી દીપડાનું રેસ્યુ કરવામાં આવ્યું હતું.
રેન્જ ફોરેસ્ટ ઓફિસર વાજા જ્યોતિ બેનના જણાવ્યા અનુસાર, 'દીપડો મારણ માટે સંપમાં ઘૂસ્યો હતો અને રાત્રીના સમયે ઘૂસ્યો હતો. પરંતુ સવારના સમયે સંપની અંદર કર્મચારીઓ પહોંચ્યા હતા. જ્યારે દીપડો નજરે ચડ્યો હતો અને ત્યારબાદ વન વિભાગના અધિકારી અને કર્મચારીને જાણ કરવામાં આવી હતી. વન વિભાગના આર એફ સહિતની રેસ ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. સવારે 6 થી 9:00 કલાકના સમય દરમિયાન દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું'.
વન વિભાગ દ્વારા કરાઈ છે કામગીરી: અમરેલી જિલ્લામાં રાત્રિના સમયે અને દિવસ દરમિયાન અવારનવાર શિકારની શોધમાં સિંહ અને દીપડા ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારની ગલીઓમાં પહોંચતા હોય છે. ત્યારે અનેક વખત દીપડાઓ ખુલ્લા કૂવામાં પણ પડતા હોય છે. જ્યારે વન વિભાગના જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા સહી સલામત રીતે સિંહ અને દીપડાનું રેસક્યુ કરી સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવે છે.
આ પણ વાંચો: