અમદાવાદ: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી થતા ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ 2 દિવસે માટે ગુજરાતની મુલાકાતે આવેલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ , પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ સાથે વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમૂર્હત કરવામાં આવ્યું હતું.
1003 કરોડના કામોનું લોકાર્પણ: આજે રક્ષાબંધનના એક દિવસ અગાઉ અમદાવાદ શહેરમાં AMC દ્વારા કરવામાં આવેલા રૂ. 1003 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમૂર્હત તેમના દ્વારા કરાયુ હતું. સિંધુ ભવન રોડ પર ઓક્સિજન પાર્ક, મકરબા ખાતે બનાવેલા સ્વિમિંગપુલ સહિતના સ્થળોએ તેઓ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. ડોર ટુ ડોર કચરો ઉપાડતાં એકમો દ્વારા નવા વેસ્ટ કલેકશન વાનને કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે ફ્લેગ ઓફ કરવામાં આવેલ તદુપરાંત પ્રહલાદ નગર પાંચા તળાવ પાસેના પ્લોટમાં જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરાયુ: સૌપ્રથમ કેન્દ્રિય ગૃહમંત્રી દ્વારા સવારે 10.35 વાગ્યે સિંધુભવન રોડ પર ખાનગી કંપની મોન્ટેકાર્લો ફાઉન્ડેશન દ્વારા PPP મોડલ પર તૈયાર થયેલા ઓક્સિજનપાર્કનું લોકાર્પણ કરાયું હતું. આ ઉપલક્ષે ખાનગી કંપની મોન્ટેકર્લો ફાઉન્ડેશનના જવાબદાર અધિકારી અને સી. એસ. આર હેડ ચિંતન પટેલ દ્વારા ETv સાથે વાત કરવામાં આવી હતી. તેમના દ્વારા જણાવાયું કે, મિયાવાકી પદ્ધતિ દ્વારા આખા ઑક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવેલ છે અને સાથે સાથે ચિલ્ડ્રન પ્લે એરિયા અને વૃદ્ધો માટે વોકિંગ એરિયા પણ બનાવેલ છે.
પ્રાથમિક શાળા અને વ્યાયામશાળાનું ઉદ્ધાટન: મોન્ટેકર્લો ફાઉન્ડેશનના ડિરેક્ટર સુહાસ જોશી દ્વારા જણાવાયું હતું કે, 3 વર્ષ પહેલા આ સપનું જોયું હતું અને આજે મિયાવાકી થીમ પર સપનું સાકર થતા જોઈ રહ્યા છીએ. ત્યારે પોતાની વાતમાં તેમને એ પણ ઉમેર્યું હતું કે, અમદાવાદ શહેરના લોકોને પણ આ ઑક્સિજન પાર્ક ફાયદા રૂપે થશે. ત્યાર બાદ મિશન મિલિયન ટ્રી યોજના અન્વયે વૃક્ષારોપણ કાર્યક્રમ તથા સ્વિમિંગ પૂલ, પ્રાથમિક શાળા અને વ્યાયામશાળાનું ઉદ્ધાટન, ઓક્સિજન પાર્ક અને તળાવનું લોકાર્પણ કરીને કેન્દ્રિય ગૃહમંત્રી મકરબા રોડ તરફ રવાના થાય હતા. ત્યાં સૌપ્રથમ મિશન મિલિયન ટ્રી યોજના અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો ત્યારબાદ સવારે મકરબા ખાતે નવનિર્મિત સ્વિમિંગ પૂલ, પ્રાથમિક શાળા અને વ્યાયામશાળાનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.
એક ફિલ્મનું જાહેર પ્રદર્શન કરાયું: ત્યારબાદ સવારે AMCના જુદા-જુદા વિકાસકાર્યોનો શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં પાલડી વિસ્તારમાં સંસ્કાર કેન્દ્ર મ્યુઝીયમનું રીસ્ટોરેશન- રીડેવલોપમેન્ટ ખાતમુહૂર્ત, વેજલપુર વિસ્તારમાં રોડ બનાવવા માટે હોટમીક્સ પ્લાન્ટ અને નવા અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ, શાહીબાગ વિસ્તારમાં લાઇટ મોટર વ્હીકલ માટે એરપોર્ટ રોડ પર VIP રોડને ક્રોસ કરતો બ્રિજ બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથે વિકસિત અને અમૃતકાળમાં અગ્રેસર અમદાવાદ શહેર પર એક ફિલ્મનું જાહેર પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
કાર્યોનું ડિજીટલ લોકાર્પણ કરાયું: આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિયા મંત્રી અમિત શાહ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી ઋષિકેશ પટેલ, સહિતના મંત્રીઓ અને નેતાઓ તથા અમદાવાદ મહાનગરપાલિકાના મેયર પ્રતિભા જૈન પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અને દેશના પ્રથમ સહકારિતા મંત્રીની જોડીએ સુશાસનનું આખું મોડલ વિકસાવ્યું છે. અમિત શાહે રક્ષાબંધના પૂર્વ દિવસે પોતાના મત વિસ્તારની ભાષાઓ અને બહેનોને 1003 કરોડના કાર્યોની ભેટ આપી છે.અમિત શાહે જણાવ્યું કે, 1003 કરોડના કાર્યોનું ડિજિટલ લોકાર્પણ કરવામાં આવ્યું. ભારત માતાના સાથે સૌ ઉપસ્થિત મહેમાનો અને જાહેર જનતાનું અભિવાદન કર્યું હતું.
એક વૃક્ષ માને નામ અભિયાન: અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભાએ વિકાસના નવા નવા આયામો પાર પાડ્યા છે. AMC ના મિશન મિલિયન ટ્રી અંતર્ગત 30 લાખ વૃક્ષોના આ કાર્ય સાથે ખૂબ નજીકથી જોડાયેલો છું. સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા 'એક વૃક્ષ માં ને નામ' અભિયાન વિશે પણ વાત કરી હતી. આવી રીતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા અમદાવાદ શહેરની અંદર કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આવનારા દિવસોમાં વિકાસ વધુ ગતિ પકડશે તે પ્રકારની પણ વાત કરવામાં આવેલ હતું.