ETV Bharat / state

Junagadh: સોદરડાના અંબાવી ભાઈએ અત્યાર સુધી તૈયાર કર્યા ઘઉંની વિવિધ 304 જાતના બિયારણો - Ambavi Bhai has so far prepared

કેશોદ નજીકના સોદરડા ગામના અંબાવીભાઈ ભલાણી કુદરતી રીતે તૈયાર થતી ટુકડા અને લોકવન ઘઉંની 304 કરતાં પણ વધુ જાતો તૈયાર કરી છે. કોઈ પણ પ્રકારના સંકરણ વગર તેમની આ સફળતા મળી છે. વ્યાપારિક ધોરણે ઘઉંના બિયારણ તૈયાર કરતા એગ્રોને પ્રાથમિક બિયારણ આપવાની તૈયારી પણ તેમણે દર્શાવી છે.

ambavi-bhai-has-so-far-prepared-304-varieties-of-wheat-seeds-junagadh

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 20, 2024, 6:40 PM IST

અંબાવી ભાઈએ અત્યાર સુધી તૈયાર કર્યા ઘઉંની વિવિધ 304 જાતના બિયારણો

જૂનાગઢ: પાછલા 40 વર્ષે ઘઉં સંશોધન ક્ષેત્રે સતત કાર્યશીલ રહેલા સોદરડા ગામના 86 વર્ષના અંબાવીભાઈ ભલાણી આજે પણ ઘઉંના સંશોધન થકી ખેડૂતોને મદદ કરી શકાય તે માટે સતત કાર્યશીલ જોવા મળે છે. સણોસરા લોકભારતી ના સ્નાતક એવા અંબાવીભાઈ આજે જીવનના 86 વર્ષે પણ ઘઉંનું સંશોધનાત્મક બિયારણ અને તે પણ બિલકુલ કુદરતી રીતે થતા ફેરફારને આધીન તૈયાર કરી રહ્યા છે. તેમની પાસે હાલ કુલ 304 કરતાં વધુ જાતના ટુકડા અને લોકવન ઘઉંની બિયારણ સચવાયેલું જોવા મળે છે. કોઈ પણ પ્રકારના સંકરણ પ્રયોગ કર્યા વગર એક માત્ર કુદરતી રીતે થતા જનીનીક ફેરફારો અને ગુણવત્તાને ધ્યાને રાખીને અંબાવી ભાઈ ઘઉંનું સંશોધનાત્મક બિયારણ તૈયાર કરી રહ્યા છે.

કુદરતી ફેરફારોએ આપી નવી જાતો
કુદરતી ફેરફારોએ આપી નવી જાતો

આજથી 40 પૂર્વે અંબાવી ભાઈ ભલાણી લોકભારતી સણોસરા ખાતે અભ્યાસ કરી રહ્યા હતા. આ સમયે ઘઉ સંશોધન ક્ષેત્ર સાથે વિશ્વમાં ખ્યાતિ ધરાવતા ડો.જે એચ પટેલ પણ ત્યાં પહોંચ્યા હતા. તેમના માર્ગદર્શનમાં ઘઉંના સંશોધન બિયારણ તૈયાર કરવાની લઈને અંબાવી ભાઈ કામ શરૂ કર્યું અને આજે 86 વર્ષની ઉંમર થઈ હોવા છતાં પણ દર વર્ષે ઘઉંની સિઝનમાં તેઓ સતત નવતર પ્રયોગો કરી રહ્યા છે. નિવૃત્તિ બાદ પોતાના વતન સોદરડા આવેલા અંબાવીભાઈએ વર્ષ 2000 માં દર વર્ષે ઘઉંની લોકવન અને ટુકડા જાતિના બિયારણો કુદરતી રીતે તૈયાર થાય તે દિશામાં કામ શરૂ કર્યું અને આજે 24 વર્ષની મહેનત ને અંતે 304 કરતાં વધુ ઘઉં ની નવી જાતો વિકસાવવામાં તેમને સફળતા મળી છે.

કુદરતી ફેરફારોએ આપી નવી જાતો

અંબાજી ભાઈ ઘઉંના સંશોધન ક્ષેત્ર સાથે પાછા 40 વર્ષથી સંકળાયેલા છે. દર વર્ષે ઘઉંનું વાવેતર કર્યા બાદ તેમાં કુદરતી રીતે જે ફેરફારો થાય છે તેમજ પરાગનયનને કારણે ઘઉંની ગુણવત્તામાં દર વર્ષે સુધારો જોવા મળે છે. જેને કારણે દર વર્ષે લોકવન અને ટુકડા ઘઉમાં કોઈ એક નવી જાતની શોધ તેમના અખતરામાં જ જોવા મળે છે. લોકવનના શંસોધીત બિયારણોમાં સામાન્ય ઉત્પાદન ની સરખામણીએ કુદરતી રીતે સંશોધનના રૂપે મળેલું બિયારણ 15% વધુ ઉત્પાદન આપતું હોવાનું પણ અંબાવીભાઈ જણાવે છે.

આંબાવી ભાઈ આજે અલનીનોના વાતાવરણની વચ્ચે પણ 90 દિવસ કરતાં પણ વધુ દિવસે અને 40 ડિગ્રી જેટલા ઊંચા તાપમાનમાં ઉત્પાદન આપતી ધઉની સંશોધિત જાતનું બિયારણ પણ તૈયાર કરી રહ્યા છે તેમાં પણ સફળતા મળે તેવી શક્યતાઓ છે. 90 દિવસ કરતાં વધુ સમયે અને ઊંચા તાપમાને તૈયાર થતાં ઘઉં આવનારા 50 વર્ષ માટે ખૂબ આશીર્વાદ સમાન પણ બની શકે છે.

ગુજરાતનો ખેડૂત ઘઉની સારી જાતોનું વાવેતર કરીને ખૂબ સારી ગુણવત્તા યુક્ત ઘઉં મેળવી શકે તે માટે અંબાવીભાઈ સતત પ્રયત્નશીલ બની રહ્યા છે તેઓ વ્યાપારિક ધોરણે સમગ્ર ગુજરાતમાં બિયારણનું ઉત્પાદન કરતા એગ્રોને તેમના દ્વારા સંશોધિત થયેલું બે મણ જેટલું બિયારણ આપવાની પણ વાત કરી રહ્યા છે. તેઓ વ્યાપારિક ધોરણે બિયારણ ઉત્પાદન કરી શકે તે પ્રકારની પરિસ્થિતિ શક્ય નથી. આવી સ્થિતિમાં તેમના દ્વારા ઉત્પાદિત થયેલું અને કુદરતી રીતે સંશોધિત અને સંવર્ધન પામેલું બિયારણ એગ્રો દ્વારા વ્યાપારિક ધોરણે તેનુ ઉત્પાદન કરીને પ્રત્યેક ખેડૂતો સુધી પહોંચે તો ગુજરાતનો ખેડૂત ઘઉંમાં સારા ઉત્પાદનની સાથે સારા બજાર ભાવો પણ મેળવી શકવામાં સફળ બની શકે છે.

  1. Cultivation of wheat : હવે ખેડૂતો ઘઉંની ખેતીમાં ઓછા ખર્ચે નફો વધુ કરી શકશે, સમગ્ર ભારત માટે ઘઉંની પાંચ નવી જાતો તૈયાર
  2. Kutch Farmers Woe : ઘઉં રાયડો ને એરંડો હંધુય પાણીમાં, ખેડૂતોની વ્યથાનો પાર નહીં બાપલ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.