ETV Bharat / state

વડોદરા ભાયલી ગેંગ રેપ કેસ ના તમામ આરોપીઓ જેલના સળિયા પાછળ - VADODARA GANG RAPE CASE

વડોદરામાં બીજા નોરતે ભાયલી વિસ્તારમાં ગેંગ રેપ કેસના પાંચેય આરોપીઓને જેલના હવાલે કરવાનો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

વડોદરા ભાયલી ગેંગ રેપ કેસના તમામ આરોપીઓ જેલના સળિયા પાછળ
વડોદરા ભાયલી ગેંગ રેપ કેસના તમામ આરોપીઓ જેલના સળિયા પાછળ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 15, 2024, 8:02 AM IST

વડોદરા: વડોદરામાં બીજા નોરતે ભાયલી વિસ્તારમાં ગેંગ રેપ કેસના પાંચેય આરોપીઓ મુન્ના બનજારા, આફતાબ બનજારા, શાહરૂખ બનજારા, સૈફઅલી અને અજમલને જેલ હવાલે કરવાનો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. તપાસ એજન્સી દ્વારા આરોપીઓના બીજી વખતના મેળવેલા રિમાન્ડની મુદત પૂર્ણ થતા તેમને કોર્ટમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી હાજર કરવામાં આવ્યા હતા. જ્યાં વધુ રિમાન્ડ માંગવામાં ન આવતા તમામને જેલ હવાલે મોકલી આપવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ તપાસ અધિકારી દ્વારા આ મામલે જલ્દી ચાર્જશીટ રજૂ થાય તેવા પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે.

આરોપીઓ પોતાની જાતે ચાલવા અસમર્થ: વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં નવરાત્રીના બીજા નોરતે મિત્ર સાથે બેઠેલી સગીરા ઉપર ગેંગ રેપ આચરવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનામાં 48 કલાકમાં જ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા. આજે આરોપીઓના બીજી વખતના રિમાન્ડની મુદત પૂર્ણ થતા તમામને કોર્ટમાં વીડિયો કોન્ફરન્સીંગ મારફતે હાજર રાખવામાં આવ્યા હતા. જ્યાં તપાસ અધિકારી દ્વારા વધુ રિમાન્ડની માંગણી કરવામાં નહી આવતા તમામને જેલના હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

વડોદરા ભાયલી ગેંગ રેપ કેસના તમામ આરોપીઓ જેલના સળિયા પાછળ (Etv Bharat Gujarat)

કોર્ટે દ્વારા જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો: સરકારી વકીલ અનિલ દેસાઇએ જણાવ્યું કે, કાયદાની જોગવાઇથી, કોર્ટ, પોલીસ, તપાસ અધિકારીનો સમય બચે અને સુલેહ-શાંતિ જળવાઇ રહે તેવા આશયથી તમામને નામદાર કોર્ટ સમક્ષ રજુ કરવા માટેની પરવાનગી માંગવામાં આવી છે. તમામ આરોપીઓને વીડિયો કોન્ફરન્સ થકી કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા છે. વધુ રિમાન્ડની માંગણી ના હોવાના કારણે, પૂરતી તપાસ થઇ ગઇ હોવાના કારણે, કોર્ટે તમામને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે. આ મામલાની તપાસમાં ઝીણવટભરી માહિતી મેળવવામાં આવી રહી છે, મેડીકલ પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે. એફએસએલના રિપોર્ટ મેળવવામાં આવી રહ્યા છે.

કાયદામાં ગંભીર પ્રકારના ગુનાઓમાં સખત સજાની જોગવાઈ: સરકારી વકીલે વઘુમાં જણાવ્યું કે, આવા ગંભીર ગુનાઓમાં તપાસ પૂર્ણ કરીને ટૂંક સમયમાં ચાર્જશીટ રજુ કરવામાં આવે તેવું નક્કી કરવામાં આવ્યું છે. મેડીકલ એવીડન્સ એકત્ર કરવાનું ચાલી રહ્યું છે. તે તમામ ચાર્જશીટનો ભાગ થશે, ત્યારે તેના પર ધ્યાન અપાશે. આ ગંભીર પ્રકારનો ગુનો છે, ગેંગ રેપ છે, કાયદો ઘડનારાઓ દ્વારા ગંભીર પ્રકારના ગુનાઓમાં સખત સજાની જોગવાઇ છે. નામદાર કોર્ટ સમક્ષ આ કેસ ચાલશે, જે પ્રકારે પુરાવાઓ રજુ થશે, તેના આધારે નામદાર કોર્ટ તેનો નિર્ણય કરશે.

આ પણ વાંચો:

  1. મિત્ર સાથે બેસેલી કિશોરી પર ગેંગરેપ કેસમાં વડોદરા પોલીસે કર્યું પીડિતાનું કાઉન્સેલિંગ, ચોંકાવનારી વાત સામે આવી - Vadodara Gang Rape case
  2. 'મારુ અને પોલીસનું લોહી ઉકળી ઉઠ્યું છે', વડોદરા ગેંગ રેપ મુદ્દે બોલ્યા હર્ષ સંઘવી - Harsh Sanghvi On Vadodara case

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.