ETV Bharat / state

SVP હોસ્પિટલના કર્મચારીઓ કાયમી કરવાની માંગણી મુદ્દે હડતાળ પર, કૉંગ્રેસ ઉમેદવાર ભરત મકવાણાનું સમર્થન - Ahmedabad SVP Hospital - AHMEDABAD SVP HOSPITAL

અમદાવાદની SVP હોસ્પિટલનાં સફાઈ કામદારો, હેલ્પર્સ દ્વારા આજે ભૂખ હડતાળ કરવામાં આવી છે. તેઓ SVP હોસ્પિટલ તથા કોર્પોરેશન પાસે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી કાયમી ભરતી કરવામાં આવે અને સરકારી ધારા ધોરણ મુજબ પગારના લાભ આપવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે. કૉંગ્રેસ ઉમેદવાર ભરત મકવાણાએ આ કર્મચારીઓની માંગણીઓને સમર્થન આપ્યું છે. Ahmedabad SVP Hospital Swipers Class 4 Employees Strike

SVP હોસ્પિટલના કર્મચારીઓ હડતાળ પર
SVP હોસ્પિટલના કર્મચારીઓ હડતાળ પર
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 4, 2024, 4:08 PM IST

SVP હોસ્પિટલના કર્મચારીઓ હડતાળ પર

અમદાવાદઃ SVP હોસ્પિટલ તથા કોર્પોરેશન પાસે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી કાયમી ભરતી કરવામાં આવે અને સરકારી ધારા ધોરણ મુજબ પગારના લાભ આપવામાં આવે તેવી માંગણી સફાઈ કર્મચારીઓ કરી રહ્યા છે. આ હડતાળ પર ઉતરેલા કર્મચારીઓને લોકસભા ચૂંટણીમાં અમદાવાદ પશ્ચિમ બેઠકના ઈન્ડિયા અલાયન્સના ઉમેદવાર ભરત મકવાણાએ સમર્થન આપ્યું છે. ભરત મકવાણાએ આ કર્મચારીઓને સત્વરે ન્યાય મળી રહે તેવી માંગણી કરી છે.

વર્ગ 4ના કર્મચારીઓ આક્રામક મૂડમાંઃ SVP હોસ્પિટલમાં હડતાલ કરી રહેલા સફાઈ કર્મચારીઓ છેલ્લા 10 વર્ષથી વર્ગ 4ના કર્મચારી તરીકે કામ કરે છે. કોન્ટ્રાક્ટ પ્રથાના કારણે નોકરી જવાના ભયના ઓથાર નીચે તેઓ કામ કરતા આવ્યા છે. હવે તેમણે કાયમી ભરતી કરવાની માંગણી કરી છે.

ભરત મકવાણાનું સમર્થનઃ અમદાવાદ પશ્ચિમના ઈન્ડિયા અલાયન્સના ઉમેદવાર ભરત મકવાણા કર્મચારીઓના સમર્થનમાં પહોંચ્યા છે. તેમણે આ મુદ્દે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી જ્યાં જ્યાં કાયમી ભરતી હોય તેને નાબૂદ કરી કોન્ટ્રાક્ટ પ્રથા ઊભી કરી રહી છે. સામાન્ય માણસ માટે સારી ચાલતી એવી વાડીલાલ હોસ્પિટલ બંધ કરીને કોર્પોરેટ SVP હોસ્પિટલ ઊભી કરી. તેમણે કોર્પોરેશન ઉપર આક્ષેપ કરતા કહ્યું કે, હોસ્પિટલમાં અઢળક પૈસા લોકો પાસેથી લઈને કોર્પોરેશન સામાન્ય લોકોને લૂંટી રહ્યું છે. કાયમી કર્મચારીઓની ધીરે-ધીરે છટણી કરી રહ્યું છે. કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નોકરી પર રાખી રહ્યું છે. રાતો-રાત હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટર બદલાઈ જાય છે અને કોન્ટ્રાક્ટરો આ કર્મચારીઓનું શોષણ કરી રહ્યા છે. તેમણે કર્મચારીઓને સમર્થનમાં જણાવ્યું હતું કે, કામદારોની કાયમી કરવાની માંગણી વ્યાજબી છે કારણ કે 10-10 વર્ષથી જો કર્મચારીઓ કોન્ટ્રાક્ટર પર કામ કરતા હોય અને સરકારી ધારા-ધોરણનાં પગારનાં હકોથી વંચિત રાખવામાં આવતા હોય, તો સ્વાભાવિક છે તેમને નોકરી પણ ભવિષ્યમાં જઈ શકે એમ છે. ઈન્ડિયા એલાન્સનો એક-એક પક્ષ હડતાળ પર ઉતરેલા કર્મચારીઓના સમર્થનમાં ઊભો છે.

શું કહે છે SVP?: આ હોસ્પિટલના વર્ગ 4ના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. આ મુદ્દે SVPના અધિકારીએ જણાવ્યું હતું કે, સફાઈ કામદારોનો જૂનો કોન્ટ્રાક્ટ 15 એપ્રિલે પૂર્ણ થાય છે. 15 એપ્રિલ બાદ નવી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જૂની એજન્સીના કર્મચારીઓ તેમને કાયમી કરવાની અને કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવાની માંગણી કરી રહ્યા છે. આ કર્મચારીઓ SVPના કર્મચારીઓ નથી કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે. તેથી તેમને કાયમી કરવાનો નિર્ણય SVP હોસ્પિટલ ના લઈ શકે. આ સમસ્યા કોન્ટ્રાક્ટ એજન્સીની છે. SVP હોસ્પિટલ દ્વારા તાજેતરમાં કર્મચારીઓને આ અંગે સમજ અપાઈ છે. કર્મચારીઓને કોઈ નવા કોન્ટ્રાક્ટમાં સામેલ થવું હોય અને એમની નોકરી ના જાય તે માટે મધ્યસ્થી તરીકે કાર્ય કરવા પણ હોસ્પિટલ તૈયાર છે. જોકે 2 દિવસ પહેલા હડતાલ લઈને કર્મચારીઓએ હોસ્પિટલમાં અરજી કરી હતી તેથી હોસ્પિટલનાં સફાઈ કામની કોઈ અસર ના થાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

  1. Nurses Strike At SVP Hospital: 700 જેટલા કર્મચારીઓને છૂટા કરવાનો વિવાદ, યુનિયને સ્ટાફને પાછો લેવાની કરી માગ
  2. ગુજરાતમાં SVP કે અન્ય હોસ્પિટલો પાસે ICU બેડ કે વેન્ટીલેટર નથી,શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યા સવાલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.