ETV Bharat / state

શાળામાં લાગી આગ: બાળકો અફરાતફરી ના મચાવે એ માટે આગની ઘટનાને છુપાવાઈ - Ahmedabad school fire incident - AHMEDABAD SCHOOL FIRE INCIDENT

રાજકોટ અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં હવે ફાયર સેફટી મામલે કહું જ તકેદારી રાખવામાં આવી રહી છે. એવામાં ગઈકાલે અમદાવાદની શાંતિ એશિયાટિક શાળામાં આગ લાગવાની ઘટના બની હતી. શૂળ પ્રશાંશનનું કહેવું છે કે આગ એટલી બધી લાગી ન હતી માટે કોઈને જાન કરવામાં આવી નહીં. જાણો વધુ આગળ... Ahmedabad school fire incident

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 14, 2024, 7:55 PM IST

અમદાવાદની શાંતિ એશિયાટિક શાળામાં આગ લાગવાની ઘટના બની (ETV Bharat Gujarat)

અમદાવાદ: શહેરની "શાંતિ એશિયાટિક શાળામાં" ગઈ કાલે આગની ઘટના બની હતી. આ આગની ઘટના બની છતાં સ્કૂલ પ્રશાસનએ મોકડ્રિલ ગણાવી તેની જાણ કરી નહીં. આ બાબતે આજે શાળામાં ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીની ચકાસણી કરવામાં આવી. સાણંદ પ્રાંત અધિકારી અને ફાયર અધિકારીઓને બોલાવી ચકાસણી કરવામાં આવશે. પ્રાથમિક તાપસ કરતાં સ્કૂલની બેદરકારી જણાઈ આવી છે.

શાળાના ડાયરેક્ટરએ આ ઘટના વિશે શું કહ્યું: શાંતિ એશિયાટીક શાળામાં આગની ઘટનાને લઇ DEO કૃપા ઝાએ નિવેદન આપતા કયું કે, " આગ એટલી મોટી ન હતી કે જેના કારણે પેનિક ઉભી થાય માત્ર પાંચ મિનિટમાં જ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. વાલીઓ સાથે બેસીને અમે વાત કરીશું અને નિવેડો લાવીશું." આ શાળાના ડાયરેક્ટર અભય ઘોષ દ્વારા જણાવવામાં આવ્યું કે, "ગઈકાલે શાળામાં આગની ઘટના બની હતી. બાળકો ડરી ન જાય અને અફરાતફરી ના મચે તે માટે મોકડ્રિલ કરાઈ હતી. માત્ર પાંચ મિનિટમાં જ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો વાલીઓ સાથે બેસીને વાત કરીશું અને નિવેડો લાવીશું."

કડક કાર્યવાહી કરવામાં આવશે: અમદાવાદ શાળાની આ આગની ઘટના છૂપાવ્યા બાદ શાંતિ એશિયાટીક શાળા સામે મોટી કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતાઓ લાગે છે. શાંતિ એશિયાટિક શાળાને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સત્તાવાર રીતે શાળાની તપાસ પૂર્ણ ના થયા ત્યાં સુધી શાળા બંધ રહેશે. અને આ બાબતની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે. જરૂરી તમામ તપાસ પૂર્ણ કર્યા બાદ જ શાળાને ઓફલાઇન શિક્ષણ શરુ કરવા મંજુરી અપાશે. ઘટના કેવી રીતે બની, કોની બેદરકારી હતી, તેની તપાસ કરવામાં આવશે. સ્કૂલ સામે જે નિયમ અનુસાર કાર્યવાહી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.

  1. આંગણવાડીમાં ભૂલકાઓને ભણાવાયા મુસ્લિમ ધર્મના પાઠ, જાણો શુું છે સમગ્ર મામલો - Taught Muslim education to children
  2. 'હવે આ રીતે ભણીશું', જાણો શા માટે ફુટપાથ પર શિક્ષણ મેળવવા મજબુર થયા કોલેજના વિદ્યાર્થી - vivekananda collage of ahmedabad

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.