અમદાવાદ : નવલી નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેરમાં વિવિધ જગ્યા પર વિવિધ થીમ આધારિત રાસ-ગરબાનું ભવ્ય આયોજન કરાયું છે. અમદાવાદમાં આવેલા એસ. કે. ફાર્મમાં પ્રભુ શ્રી રામની થીમ પર આધારિત ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.
રામ મંદિર થીમ પર ગરબા : એસ. કે. ફાર્મના માલિક અનિલસિંહે ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું કે, " જેમ અયોધ્યામાં ભગવાન શ્રીરામનું અતિ ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું, તેવી જ રીતે અમારી ટીમ 'હેશટેગ નવરાત્રી' દ્વારા આ વખતે અમદાવાદના એસ. કે. ફાર્મમાં પ્રભુ શ્રીરામ મંદિરની થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે."
"મેં બહુ બધા આયોજનો જોયા અને બહુ બધી જગ્યાએ પરફોર્મ કર્યું, પરંતુ અહીં જે પ્રભુ શ્રીરામની થીમ પર આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, તે અકલ્પનીય છે." -- દેવાંશી પંડ્યા (ગરબા સિંગર)
'હેશટેગ સનાતની નવરાત્રી' : એસ. કે. ફાર્મના ગેટની અંદર પ્રવેશ કરતા જ પહેલા ગેટ ઉપર એક ધનુષ બનાવવામાં આવ્યું છે, જે પ્રભુ શ્રી રામના હાથમાં હોય છે. ત્યારબાદ અંદર આવતાની સાથે ચારે બાજુ શ્રી રામ શ્રી રામનું નામ અને આખું ફાર્મ કેસરિયા રંગથી રંગાયેલું જોવા મળશે. અનિલસિંહ વધુમાં જણાવે છે કે "ગરબાના પાસ માટે એટલી પડાપડી થઇ છે કે અમારે ટિકિટ બારી જ બંધ કરી દેવી પડે છે."
કેસરિયો રંગે રંગાઈ જાવ : આપડો પ્રાચીન ગરબો "કેસરિયો રંગ તને લાગ્યો એવા ગરબા" અત્યાર સુધી આપણે માત્ર સંભાળ્યો હતો, પરંતુ અહીં પ્રવેશતાની સાથે જ એ ગરબો જાણે જીવંત થઈ ગયો હોય તેવું લાગશે. ચારે બાજુ રામ નામ અને ભગવા રંગે રંગાયેલ આ ગરબાના આયોજનને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
આ પણ વાંચો: