ETV Bharat / state

વાવ પેટા ચૂંટણીની જાહેરાત બાદ રાજકીય ગરમાવો, શું વાવ બેઠક પર જામશે ત્રિપાંખી જંગ ? - VAV ASSEMBLY BY ELECTION 2024

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગત રોજ વાવ બેઠકની ચૂંટણીની જાહેર કરવામાં આવી છે. જે બાદ રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

વાવ પેટા ચૂંટણીની જાહેરાત બાદ રાજકીય ગરમાવો
વાવ પેટા ચૂંટણીની જાહેરાત બાદ રાજકીય ગરમાવો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 16, 2024, 5:34 PM IST

અમદાવાદ: કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગત મંગળવારે બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. આગાઉ કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોર લોકસભાના સાંસદ બનતા તેમણે વાવના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું જેથી આ બેઠક ખાલી પડી હતી. હવે તે બેઠક પર તારીખ 13 નવેમ્બરના રોજ પેટાચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. આ જાહેરાત સાથે રાજકીય માહોલમાં ગરમાવો પણ જોવા મળી રહ્યો છે.

ત્રિપાંખીઓ જંગ ખેલાશે: આ વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ડો. રમેશભાઈ પટેલ દ્વારા કહેવામાં આયું છે કે, "અમે વાવ વિધાનસભાની પેટાચૂંટણી લડીશું". ત્યારે એક સવાલ ઉદ્ભવે છે કે, લોકસભા ચૂંટણીમાં જે રીતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું હતું. તે ગઠબંધન યથાવત રહેશે કે પછી કોંગ્રેસ પણ પોતાનો ઉમેદવાર મેદાને ઉતારશે અને ત્રિપાંખીઓ જંગ ખેલાશે?

વાવ પેટા ચૂંટણીની જાહેરાત બાદ રાજકીય ગરમાવો (Etv Bharat Gujarat)

આજ રોજ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રવક્તા મનીષ દોશી દ્વારા વાત કરવામાં આવી કે, "બનાસકાંઠાના લોકોએ ગેનીબેનને આશીર્વાદ આપ્યા અને સંસદના પ્રતિનિધિત્વ તરીકે તેમને ચૂંટણીમાં વિજય અપાવ્યું હતું. અગાઉ તેઓ વાવ વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરતા હતા. બે બે વખત પ્રતિનિધિત્વ કર્યું, ત્યારે વાવની જનતાએ અપાર સ્નેહ પંજાના નિશાનને આપ્યું અને ગેનીબેન જનતાની કસોટી ઉપર ખરા ઉતર્યા".

વાવમાં કોંગ્રેસની સરકાર આવશે: જ્યારે મનીષ દોશીને પ્રશ્ન કરવામાં આવ્યો કે,'આમ આદમી પાર્ટી પણ વાવ બેઠક પર પોતાનો ઉમેદવાર ઉતારી રહી છે ત્યારે ગઠબંધનનું શું? ત્યારે આ પ્રશ્નનો જવાબમાં મનીષ દોશી એ કહ્યું કે "જ્યાં સુધી કોંગ્રેસ પક્ષનો સવાલ છે. ગઠબંધન કરવું કે ન કરવું એ અમારું પ્રદેશ નેતૃત્વ સ્થાનિક નેતૃત્વ સાથે ચર્ચા કરશે. પરંતુ મૂળભૂત વાત છે કે વાવે અગાઉ પણ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ઉપર આશીર્વાદ આપ્યા હતા. ત્યારે વાવની જનતાનો પુનઃ વિશ્વાસ ફરી અમને મળશે અને પુનઃ વાવમાં કોંગ્રેસનો વિજય થશે તેઓ હું વિશ્વાસ વ્યક્ત કરું છું."

આ પણ વાંચો:

  1. વાવ પેટા ચૂંટણીઃ જાહેરાત સાથે જ ઉમેદવારોના નામોની ચર્ચાઓ શરૂ, લોકો-નેતાઓએ શું કહ્યું?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.