અમદાવાદઃ અમદાવાદ પોલીસ ગણેશ ઉત્સવને લઈ સતર્ક બની છે,સુરત જેવી ઘટના અમદાવાદમાં ના બને તેને લઈ પોલીસ સતર્ક બની છે,અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં અમદાવાદ પોલીસે વસાવેલા મુવેબલ કેમેરા ગણેશ પંડાલની બહાર લગાવવામા આવ્યા છે.આ કેમેરાનું મોનિટરીંગ અમદાવાદ કંટ્રોલ રૂમમાં બેઠેલા અધિકારીઓ કરશે,આ કેમેરાથી કોઈ ઘટના અથવા કોઈ અસામાજીક તત્વો કાંકરીચાળો કરશે તો તરત જ સીસીટીવી કેમેરામાં કેદ થશે અને પોલીસ તેની સામે કાર્યવાહી કરશે.
ફેસ રેકોગ્નાઈઝેશન અને હાઈરીઝોલ્યુશન કેમેરા
અમદાવાદ પોલીસના આ કેમેરા ફેસ રેકોગ્નાઈઝેશન તેમજ હાઈરીઝોલ્યુશન કેમેરા છે. જે પણ આરોપી અગાઉ પોલીસના ચોપડે નોંધાઈ ચૂકયો છે અને તેનો ચહેરો પોલીસના કેમેરામાં છે તેવા આરોપીને આ કેમેરા તરત કેચઅપ કરી લેશે અને કંટ્રોલ રૂમને તરત જાણ થશે કે, આરોપી વિસ્તારમાં ફરી રહ્યો છે. એટલે પોલીસના ચોપડે ફરાર હશે તો તરત જ કેમેરાના માધ્યમથી તે ઝડપાઈ જશે. અમુક આરોપીઓના ફોટા આ કેમેરા સાથે અટેચ છે એટલે કેમેરાના માધ્યમથી આરોપીને પકડવા પણ સરળ રહેશે.
પોલીસના કેમેરા બનશે ઉપયોગી
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારીની ઘટના બાદ ગુજરાત પોલીસ એલર્ટ બની ગઈ છે, અમદાવાદમાં કોઈ અઈચ્છનીય ઘટના ના બને તે માટે અલગ-અલગ 20 સંવેદનશીલ જગ્યાઓ પર આ કેમેરા લગવવામાં આવ્યા છે. આ કેમેરા તમામ અવર-જવર પર બાજ નજર રાખી રહ્યાં છે, આમ તો અમદાવાદ શહેરમાં આવી કયારેય ઘટના બની નથી પરંતુ કોઈ વિચાર કરે કંઈક કરવાનો તે પહેલા તે લોકો ચેતી જજો કેમકે પોલીસની ત્રીજી આંખ તમારા પર નજર નાખીને બેઠી છે અને કંઈક કરશો તો પોલીસ જેલ હવાલે કરશે એ નક્કી છે.