ETV Bharat / state

AMC Draft Budget : 10,801 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, પાંચ બાબતોને મહત્ત્વ અપાયું - વિકસિત અમદાવાદ 2047

અમદાવાદ કોર્પોરેશન કમિશનર દ્વારા 10,801 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં ગત વર્ષ કરતાં 2401 કરોડના વધારા સાથે ડ્રાફ્ટ બજેટ રજૂ થયું છે. નાગરિકોની રોડરસ્તા સુવિધાઓ પર વધુ ખર્ચ સાથે 5 મહત્ત્વની બાબતોને લઇને દરખાસ્તો કરવામાં આવી છે.

AMC Draft Budget : 10,801 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, પાંચ બાબતોને મહત્ત્વ અપાયું

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 31, 2024, 8:38 PM IST

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસન

અમદાવાદ : રાજ્યના સૌથી મોટા આર્થિક પાટનગર એવા અમદાવાદનું વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસન દ્વારા આજે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસન દ્વારા રજૂ થયેલા ડ્રાફ્ટ બજેટમાં અમદાવાદ શહેરના સર્વાંગી વિકાસને અનુલક્ષી કેટલીક મહત્વની બાબત પર ધ્યાન આપવામાં આવ્યું છે. ડ્રાફ્ટ બજેટમાં ધ્યાનમાં રખાયેલી મહત્ત્વની પાંંચ બાબતોમાં વિકસિત અમદાવાદ 2047 નેટ ઝીરો અને કાર્બન ન્યુટ્રલ, રેસિલિયન્ટ અને સસ્ટેનેબલ, ઝીરો વેસ્ટ અને સરક્યુલર ઇકોનોમી તથા લિવેબલ અને હેપી સિટી બને તેના પર કામ કરવામાં આવશે.

AMCનું 2024-25નું ડ્રાફ્ટ બજેટ : મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. એએમસીના વર્ષ 2024-25ના ડ્રાફ્ટ બજેટમાં કરેલા આયોજનની હાઈલાઈટ્સ જોઇએ તો 15.65 કિલોમીટર લંબાઈના ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ ફેઝ-2 1230 કરોડના ખર્ચે આયોજન કરવામાં આવ્યું છે. આ બાજુ ઇન્દિરા બ્રિજથી નર્મદા કેનાલ રોડ સુધી 4.5 કિ.મી. પશ્ચિમ પૂર્વ બન્ને બાજુએ રીવરફન્ટ ફેઝ-3નું 1 હજાર કરોડનાં ખર્ચે આયોજન પણ થશે.

રોડ રસ્તાના આયોજનો : અમદાવાદ શહેરના 250 કિ.મી.ના રસ્તા રીગ્રેડ, 50 કિ.મી.ના માઈકો રીસરફેસીંગ તથા 100 કિ.મી.ના ડસ્ટ ફ્રી રોડ મળી કુલ 400 કિ.મી.ના રોડ 790 કરોડનાં ખર્ચે બનાવાશે. તેમાં 135 કરોડનાં ખર્ચે 05 આઈકોનિક રોડ બનાવાશે. જેમાં પાર્કિંગ, ગ્રીન બેલ્ટ સાથેના વોક-વે, સીટીંગ એરેજમેન્ટ, ઈ.વી.ચાર્જિંગ સાથેની સુવિધાઓ હશે.

સિટી એન્ટ્રી ગેટ બનશે : શહેરની જાણીતી ખાઉગલી ધરાવતાં અને વિશાળ અવરજવર ધરાવતાં વિસ્તાર લૉ ગાર્ડનને પ્રીસીન્ટ ડેવલપમેન્ટ અંતર્ગત લૉ ગાર્ડનની આજુબાજુનાં રોડ ડેવલપમેન્ટનું 75 કરોડનાં ખર્ચે આયોજન થશે. 15 કરોડનાં ખર્ચે શહેરમાં પ્રવેશતાં ચારે બાાજુના રોડ પર સિટી એન્ટ્રી ગેટ બનાવવાનું આયોજન કરાયું છે.

નવા સમાવિષ્ટ વિસ્તારમાં ટીપી રોડ ખોલાશે : Olympic 2036 ધ્યાને લઇ 5 કરોડના ખર્ચે સિટી માસ્ટર પ્લાન જેમાં રોડ, ડ્રેનેજ, વોટર અને ટ્રાફિક બનાવવાનું આયોજન ડ્રાફ્ટ બજેટમાં છે. સાથે 45 કરોડનાં ખર્ચે વર્ષ દરમિયાન વિવિધ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં 67 કિલોમીટરના ટીપી રોડ ખોલવાનું તથા રસ્તા બનાવવાનું આયોજન છે. જેમાં હંસપુરા, ચીલોડા, ભાડજ, મકરબા, સરખેજ, કઠવાડા, કમોડ, નિકોલ સાથેનાં નવા સમાવિષ્ટ વિસ્તારનો સમાવેશ થશે.

10,801 કરોડનું બજેટ રજૂ : બજેટની મહત્ત્વની હાઇલાઇટ્સ પર ઝડપી નજર કરીએ તો એઆઈ - AI સેલની સ્થાપના કરાશે. નાગરિકોના પ્રોપર્ટી ટેક્સમાં કોઈપણ પ્રકારનો વધારો સૂચવાયો નથી. રિવરફ્રન્ટના ત્રીજા ફેઝ માટે પ્લાનિંગ જોવા મળ્યું છે. રૂ.10,801કરોડનું બજેટ કમિશનરે મૂક્યું છે. ગયા વર્ષે રૂપિયા 8400 કરોડનું બજેટ મૂકવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે ગત વર્ષ કરતાં રૂ.2401 કરોડના વધારા સાથે ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં પાંચ મહત્ત્વની બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે.

  1. Rajkot News : રાજકોટ મનપાનું 2817.80 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, ગાર્બેજ કલેક્શન ચાર્જમાં તોતિંગ વધારો મૂકાયો
  2. Budget Session 2024 : PM મોદીએ વ્યક્ત કર્યો વિશ્વાસ કે અમારી સરકાર પણ સંપૂર્ણ બજેટ રજૂ કરશે, જાણો વિપક્ષના સાંસદોને શું આપી સલાહ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.