ETV Bharat / state

અમદાવાદ: નકલી જજ અને તેના સાથીના 11 દિવસના રિમાન્ડ પૂર્ણ, કોર્ટે બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા

નકલી જજ મોરીસ ક્રિશ્ચિયનના રિમાન્ડ પૂર્ણ થયા પછી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

નકલી જજની ફાઈલ તસવીર
નકલી જજની ફાઈલ તસવીર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 4, 2024, 4:42 PM IST

અમદાવાદ: નકલી જજ મોરીસ ક્રિશ્ચિયનના રિમાન્ડ પૂર્ણ થયા પછી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. દિલીપ રાઠોડ જે મરીસ ક્રિશ્ચિયનનો સાથી છે તેને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન પોલીસ દ્વારા બંને આરોપીઓને વધુ રિમાન્ડની માંગ ન કરી તેથી કોર્ટે નકલી જજ મોરીસ ક્રિશ્ચિયનને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે.

અમદાવાદની સીટી સિવિલ કોર્ટમાં જ નકલી કોર્ટ ઝડપાઇ હતી. આવી નકલી કોર્ટનો પરદાફાશ થતા જ આખા ગુજરાતમાં ખળભળાટ મચી ગયો હતો. નકલી લવાદી બનીને જમીનના ઓર્ડર કરનાર મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન નામના વ્યક્તિ વિરુદ્ધ કારંજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. અમદાવાદમાં નકલી કોર્ટરૂમ બનાવીને બોગસ જજ બની છેતરપિંડી કરનારા આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચનને આજે અમદાવાદની મેટ્રો કોર્ટમાં રિમાન્ડ પુર્ણ થતા રજૂ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગત પેશી દરમિયાન પણ આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનને પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. અને આરોપીએ કોર્ટમાં જણાવ્યું હતું કે, પોલીસે ગુનો કબૂલવા માટે માર માર્યો છે. ત્યાર પછી આરોપીની ફરિયાદ સાંભળીને કોર્ટે આરોપીને મેડિકલ ચેકઅપ કરાવવાની મંજૂરી આપી હતી. પછી બીજા દિવસે વધુ એક વખત આરોપી મોરીસ સેમ્યુઅલને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને આરોપીની રિમાન્ડ અરજી પર સુનાવણી થઈ. તે દરમિયાન આરોપીની મેડિકલ તપાસની રિપોર્ટ પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. તે રિપોર્ટમાં શરીર પર માત્ર એક જ જગ્યાએ નખ વાગવાનું નિશાન સામે આવ્યું. આ અંગેની સુનાવણી દરમિયાન પોલીસ સ્ટેશન રજૂઆત કરી હતી કે, આરોપીએ પોલીસ પર જે મારઝુડના આરોપો લગાવ્યા છે તે ખોટા છે.

આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયમ કથિત રીતે લવાદી તરીકે કામ કરતો હતો અને જમીન સંબંધિત કેસોમાં ગ્રાહકોની તરફેણમાં ખોટા ચુકાદા આપતો હતો. તે બદલ પોલીસે આરોપીની ધરપકડ કરી આ અંગે અમદાવાદના સીટી સિવિલ કોર્ટના રજીસ્ટ્રાર હાર્દિક સાગર દેસાઈની ફરિયાદને પગલે અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી.

કોર્ટે નોંધ્યું હતું કે, મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનને ખુદ કોર્ટની સમક્ષ જુબાનીમાં કબુલાત કરી છે કે, તેણે વર્ષમાં 500 જેટલા આ પ્રકારના કેસો ચલાવીને આરબીટ્રેશન એવોર્ડ કરીને હુકમ કર્યા છે. તદુપરાંત પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, અગાઉ પણ આ આરોપી વિરુદ્ધમાં મણીનગર પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 406, 420 ,467, 468 ,471, 177,452 ,342 144 સહિતના ગુનાઓ દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી કથિત એડવોકેટ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન અમદાવાદમાં બોગસ આરબીટ્રેશન ઉભા કરીને કોર્ટ, જજ અને વકીલ ,કલાર્ક રાખી પાલડી ખાતેની સરકારી જમીન નો ઓર્ડર કર્યો હતો.

આ પણ વાંચો:

  1. અમરેલીના ખેડૂત પુત્રની અદમ્ય સિદ્ધી, GPSCની પરીક્ષામાં મેળવ્યો બીજો નંબર
  2. અમરેલીના આ પશુપાલક પાસે છે 4 લાખની ગીર ગાય, મહિને કરે છે અધધ કમાણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.