અમદાવાદ : દેશમાં વકફ બોર્ડ સુધારા બિલ અંગે આ વિશે રચાયેલી સયુંકત સંસદીય સમિતિ મુસ્લિમ સમાજ રાજ્યના વકફ બોર્ડ, રાજ્ય સરકારના પ્રતિનિધિઓ સાથે સૂચન અને રજૂઆત અંગે બેઠક યોજી હતી.
અમદાવાદની એસ.પી રીંગ રોડ પાસેની ટાટા સ્ક્યલાઈન હોટેલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠલ આ બેઠક યોજાઇ હતી. રાજ્ય સરકાર વતી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હજાર રહ્યા હતા. બેઠકમાં AIAMIMના અસદુદ્દીન ઓવૈસી સહિત સમિતિના સભ્યો, સંસ્થાના પ્રતિનિધિઓ હજાર રહ્યા હતા. સવારથી જ બેઠક અંગેનો દોર ચાલુ રહ્યો હતો. બેઠકમાં વકફ બોર્ડ સુધારા બિલ અંગે સમિતિ એ પ્રેઝન્ આપી મુસ્લિમ અગ્રણીઓ સાથે તેમના સૂચનો સભળ્યા હતા.
રાજ્યના નાગરિકોના હિતમાં રજૂઆત કરી: હર્ષ સંઘવી
વકફ બોર્ડ સુધારા બિલની બેઠકમાં રાજ્ય સરકારનું પ્રતીનીતિધિત્વ કરી બહાર આવી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, સંયુક્ત સંસદીય સમિતિની બેઠકમાં ક્યાં મુદ્દે અને શું ચર્ચા થઈ એ જાહેરમાં કશું કહી ન શકાય. પણ હું ખાતરી આપું છું કે રાજ્ય સરકાર નાગરિકોનું હિત જાળવશે.
આ બિલ મુસ્લિમ સમાજ વિરુદ્ધમાં છે:ઇમરાન ખેડાવાળા
વકફ બોર્ડ સુધારા બિલ અંગેની સંયુક્ત સંસદીય સમિતિ બેઠકમાં જમાલપુર ખાડિયા બેઠકના ધારાસભ્ય ઇમરાન ખેડા વાલા એ બિલના સુધારા અંગે 14 સુધારા રજૂ કર્યા હતા. બેઠકથી પરત આવી ઇમરાન ખેડા વાલા એ ETV BHARAT સાથેની મુલાકાતમાં જણાવ્યું કે, વકફ બોર્ડ સુધારા બિલ ભાજપ સરકારની રાજનીતિ છે
મુસ્લિમ અગ્રણીએ કર્યો વિરોધ: આ બિલ અને તેની વિગતો મુસ્લિમ વિરોધી છે તેવા આરોપ સાથે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ બેઠક સ્થળ બહાર વિરોધ પ્રદર્શન કર્યુ હતું અને સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતાં.
અમે વકફ બોર્ડ સુધારા બિલનો વિરોધ કરીએ છીએ: મુસ્લિમ આગેવાન
આજે ટાટા સ્કાય લાઈન હોટેલની બહાર વકફ બોર્ડ સુધારા બિલ સામે વિરોધ કરવા અનેક મુસ્લિમ કાર્યકર અને આગેવાનો ઉપસ્થિત થયા હતા. બેઠક બાદ ગૃહ રાજ્યમંત્રી એ મીડિયા સાથે વાત કર્યા બાદ આ બિલ સામે સૂત્રોચાર કરી મુસ્લિમ કાર્યકરો એ પ્લે કાર્ડ પ્રદર્શિત કરી વિરોધ કર્યો હતો. મુસ્લિમ સામાજિક કાર્યકરો એ વકફ ની સંપત્તિ મુસ્લિમોની છે દાનમાં આવેલી છે કહી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.