અમદાવાદ: અમદાવાદ શહેરના બે ઐતિહાસિક બ્રિજ એક 83 વર્ષ જૂનો અને એક 108 વર્ષ જૂના બ્રિજનું નવીનીકરણ કરવામાં આવશે. ગુરુવારના રોજ યોજાયેલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કામ માટે અંદાજિત 439 કરોડનો ખર્ચ થશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે,'અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલો કાલુપુર બ્રિજ અને સારંગપુર બ્રિજનું નવીનીકરણ કરવામાં આવશે.'
કાલુપુર બ્રિજ અને સારંગપુર બ્રિજ બંને નવા બનાવાશે: 108 વર્ષ પહેલા બનાવવામાં આવેલો સારંગપુર બ્રિજ અને કાલુપુર બ્રિજને નવો બનાવવામાં આવશે. અત્યારે હાલ કાલુપુર રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે ત્યારે તેની સાથે- સાથે જ કાલુપુર બ્રિજને તોડીને નવો ફોર લેન બ્રિજ બનાવવાનું કામ કરવામાં આવશે. આ બ્રિજને અંદાજિત 2.5 થી 3 વર્ષમાં તૈયાર કરવામાં આવશે.
અઢીથી ત્રણ વર્ષમાં બંને બ્રિજ તૈયાર થશે: પૂર્વ વિસ્તારને જોડતાં 83 વર્ષ જૂના સારંગપુર અને 108 વર્ષ જૂના કાલુપુર બ્રિજને તોડીને નવા ફોરલેનના બ્રિજ બનાવાશે. કાલુપુર સ્ટેશનના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટની સાથે બંને બ્રિજને તોડીને અઢીથી ત્રણ વર્ષમાં તૈયાર કરાશે.
રેલવે અને મ્યુનિ. 50-50 ટકા ખર્ચ ભોગવશે: સારંગપુર બ્રિજ અને કાલુપુર બ્રિજ બંને રેલવે ઓવર બ્રિજ હોવાથી રેલવે અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન બંને 50-50 ટકા ખર્ચ ભોગવશે. જેમાં સારંગપુર બ્રિજ પાછળ લગભગ રૂ.226.48 કરોડનો ખર્ચ તેમજ કાલુપુર બ્રિજ 213.33 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. તેમા કોર્પોરેશનના ભાગે આવતો ખર્ચનો 50 ટકા હિસ્સો રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાંથી ચૂકવવામાં આવશે. રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટની કામગીરી કરતી રેલવેની પેટા સંસ્થા રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આ બંને બ્રિજ તૈયાર કરવામાં આવશે.
કાલુપુર અને સારંગપુરના ટ્રાફિકનો અંત આવશે: સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે,'આ બંને બ્રિજ બનાવાશે એટલે બંને બ્રિજને પહોળા પણ કરાશે જેથી કાલુપુર અને સારંગપુર વિસ્તારમાં અનુભવાતી મોટી સમસ્યા ટ્રાફિકની છે જે સમસ્યા આ નવા બ્રિજ બનતા દૂર થશે.'
આ પણ વાંચો: