અમદાવાદઃ અમદાવાદમાં ગુના નિતનવા કેસ સામે આવતા હોય છે. અમદાવાદના એક વ્યક્તિને એક ગેંગ દ્વારા ટ્રાઈ, સીબીઆઈના અધિકારી અને આરબીઆઈમાં વેરિફિકેશનના નામે ડરાવી તેમના એકાઉન્ટમાંથી રૂપિયા ૭૯ લાખ રૂપિયા સેરવી લીધા અને હવે આ મામલામાં પોલીસે ફરિયાદ નોંધી મોટી સફળતા મેળવી છે.
ફરિયાદીનો મોબાઇલ નંબર પ્રતિબંધીત એડવર્ટાઇઝીંગ જેવી ગેરકાયદેસરની પ્રવ્રુતિઓમાં સંકળાયેલો છે જે બાબતે મુંબઇ ભાયખલ્લા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. તથા ફરિયાદીના આધારકાર્ડ પરથી ખોલવામાં આવેલા એકાઉન્ટમાં ગેરકાયદેસરના ટ્રાંજેકશનો થાય છે. ફરિયાદી વિરુધ્ધ અરેસ્ટ વોરંટ નિકળેલું છે એ રીતે TRAI, મુંબઇ સાયબરક્રાઇમ તથા CBI ના ઓફીસરના નામે ડરાવી ધમકાવી ફરિયાદીના બેંક એકાઉન્ટની માહિતી મેળવી લઇ ફરિયાદી તથા તેમના પત્ની પર ઇંવેસ્ટીગેશનના બહાને વોટસએપ કોલથી સતત તેમની ગતિવિધિ પર નજર રાખી ઇવેસ્ટીગેશનમાં મદદરૂપ થવા માટે તથા RBI માં વેરિફિકેશન કરવા માટે ફરિયાદીના બેંક એકાઉન્ટમાં જમા નાણાં ટ્રાંસફર કરવાનું જણાવી વેરિફિકેશન બાદ આ નાણાં પરત આપવાનો વિશ્વાસ ભરોસો આપી ફરિયાદી સાથે કુલ રૂ.૭૯,૩૪,૬૩૯/- ની છેતરપિંડી કરવામા આવી હોવાની ફરિયાદ છે.
પોલીસે કબ્જે કરેલો મુદ્દામાલ
ચેકબુક- ૬૪.
પાસબુક- ૩૪,
ડેબીટ/ક્રેડીટકાર્ડ- ૪૯,
ચેક- ૪૮
મોબાઇલફોન- ૧૮
હિસાબના ચોપડા- ૩
દુબઇના મેટ્રો કાર્ડ- ૩
બેંક એકા.ની કીટ- ૩
સી.પી.યુ.- ૨
રાઉટર - ૨
મોબાઇલ સ્વાઇપ મશીન- ૧
ઓલ ઇન વન કોમ્પ્યુટર-૧
લેપટોપ-૧
આરોપીઓનું દૂબઈ કનેક્શન
આરોપીઓની સુરત સરથાણા જકાત નાકા પાસે આવેલા ટાઇમ શોપર કોમ્પ્લેક્ષમાં પ્રથમ માળે આવેલ દુકાન નંબર ૧૦૫ તથા રોયલ આર્કેડ કોમ્પ્લેક્ષમાં બીજા માળે આવેલી દુકાન નંબર ૨૩૯ માં આરોપીઓએ ભેગા મળી કેટલાક ફોડના નાંણાનો હિસાબ તથા એકાઉન્ટ લે-વેચ કરતા હોવાની વિગતો આરોપીઓ પાસેથી પોલીસે મેળવી છે. સાથે બેંક એકાઉન્ટને દુબઇ ખાતે રહેતા અન્ય સહઆરોપી રોકીભાઇ નામના અજાણ્યા ઇસમને મોકલી આપતા હતા.
તમામ આરોપીઓ એક બીજાની મદદગારીથી બેંક એકાઉન્ટની આપ-લે કરતા હતા અને એકાઉન્ટ આપ્યાના કમિશન પેટે ૧ ડેબીટ કાર્ડની માહિતી દિઠ રૂ.૨૫૦૦૦/- (અંકે રૂપિયા પચ્ચીસ હજાર પુરા) કમિશન અલગ-અલગ વ્યકિતઓ મારફતે દુબઇ ખાતે રહતો રોકી મોકલી આપતો હતો. જેમાં એકાઉન્ટ હોલ્ડરને રૂા.૧૭૦૦૦/- મળતા હતા અને એકાઉન્ટ પ્રોવાઇડ કરનાર ૩૦૦૦/- મળતા. ઉપરાંત આરોપી રવી અશોકભાઇ સવાણી તથા સુમીત અશોકભાઈ મોરડીયા રોકીને એકાઉન્ટની વિગત આપી રૂા.૫૦૦૦/- ડેબીટ કાર્ડ દિઠ મેળવતા હતા. આમ, દેશ બહાર એકાઉન્ટમાં નાણાંની હેર-ફેર એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં ઓનલાઇન ઇન્ટરનેટના માધ્યમથી કરવામાં આવતી હોવાનું જણાઈ આવ્યું છે. તથા આ ગુનામાં અગાઉ પાંચ આરોપીઓને પકડી અટક કરી કોર્ટ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.
અટક કરાયેલા આરોપીઓની વિગત:-
(૧) રવી અશોકભાઇ સવાણી ઉવ. ૩૦ ધંધો-વેપાર રહે, મકાન નં ૫૦૨, સી-૧, સ્ટાર ધર્મ રેસીડન્સી, નવકાર રેસીડન્સી પાસે, પાસોદરા પાટીયા, સુરત શહેર વિગત - સવાણી એસોસીએશનના નામથી ઈન્કમટેક્ષ જી.એસ.ટી ની પ્રેકટીસ તેમજ કેડીટકાર્ડસ્વાઈપીંગના કામ માટે કરે છે અને ધોરણ-૧૨ સી.એ. ઈન્ટરના બીજા વર્ષ સુધી અભ્યાસ કરેલો છે.
(ર) સુમીત અશોકભાઈ મોરડીયા ઉવ.૨૯ ધંધો-વેપાર(સી.એ) રહે.મકાન નં ૧૮૮, આત્મીય વિલા,કુમકુમ રેસીડન્સી પાસે, કામરેજ પાસે, સુરત શહેર. વિગત - સી.એ. ઈન્ટરના બીજા વર્ષ સુધી અભ્યાસ કરેલો છે.
(3) પ્રકાશ રમેશભાઈ ગજેરા ઉવ.૨૮ ધંધો-નોકરી રહે,મકાન નં ૧૯૮, સાકરધામ સોસાયટી, કીરણ શોપ પાસે વરાછા, સુરત શહેર. વિગત - ધોરણ-૧૨ સુધી અભ્યાસ ગુજરાતી માધ્યમમાં કરેલો છે.
(૪) પીયુષ જયસુખભાઈ માલવીયા ઉ.વ.28 ધંધો- નોકરી રહે-મકાન ને એ-168 ભગવતી કૃપા સોસાયટી, કીરણ ચોકી, યોગી ચોક, નાના વારાછા, સુરત-395010 વિગત - ધોરણ -૧૨ સુધી અભ્યાસ ગુજરાતી માધ્યમમાં કરેલો છે.
(૫) કલ્પેશ મહાદેવભાઈ રોજાસરા ઉ.વ.૩૨ ધંધો- વાયરમેન રહે કોળી વાસ ચમારેજતા. વઢવાણ જિલ્લો. સુરેન્દ્રનગર.