અમદાવાદ: અમદાવાદના કુષ્ણનગર, વિજય પાર્ક ચાર રસ્તા પાસે આવેલ મારૂતી પ્લાઝામાં ગ્રાઉન્ડ ફ્લોર પર તથા બીજા માળે દુકાન ભાડેથી રાખી તેમા પોતાના મળતીયા માણસો સાથે મળી લોકોને કમીશન આપવાની લાલચ આપી તેમની પાસેથી બેંક એકાઉન્ટ ખોલાવી/ બેંક એકાઉન્ટ મેળવી લેતી ગેંગને ધરપકડ સાયબર ક્રાઈમ દ્વારા કરવામાં આવી હતી. આ બેંક એકાઉન્ટની વિગતો સાયબર ક્રાઇમ આચરતા લોકોને મોક્લી આપી તેમા લોકોના છેતરપીડીંથી મેળવેલા નાણા જમા કરાવી બેંકમા એકાઉન્ટ હોલ્ડર સાથે જઇ નાણા મેળવી તેને ક્રિપ્ટો કરન્સી મા કન્વર્ટ કરાવી દેશની બહાર મોક્લી આપતા 13 આરોપીઓને સાયબર ક્રાઇમ દ્રારા પકડવામા આવેલ છે.
મુખ્ય ચાર આરોપીમાં દરેકનું પોતાનું અલગ અલગ કામ હતું. ખાસ કરીને દિલીપ જાગાણી નામના આરોપીનું કામ હતું લોકો પાસેથી પૈસા પડાવવા અને તેમાં તેને ત્રણ મહિનામાં 8 કરોડનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. દીપક રાદડીયા નામના કે જે 12 પાસ હતો તેનું કામ ભાડા પર લોકોને બોલાવીને તેમના સંપર્ક કરવાનું હતું અને તેમાં તેને એક વર્ષની અંદર બસો જેટલ બેંક એકાઉન્ટ ખોલાવવામાં દર એકાઉન્ટ પર તે 1000 થી 2000 કમિશન આપતો ત્યારે પોતે 20000 કમિશન લેતો હતો. જ્યારે કેતન પટેલ નું કામ પૈસા ને ક્રિપ્ટો કરન્સીમાં ટ્રાન્સફર કરીને ચાઈનીઝ કંપનીઓને આપીને જે ભારતીય રૂપિયો પાછો આવતો તે દિલીપ જાગાણીના એકાઉન્ટમાં જમા કરાવતો હતો. ચોથો આરોપી દર્શિલ શાહ કરીને છે જે આ ગેંગના મુખ્ય આરોપી તરીકે કામ કરતો હતો. બાકીના આરોપી આમની ત્યાં કામ કરતા હતા અને જે પાછળનું કામ હોય તે દરેક કામ અન્ય આરોપીઓ સાંભળતા હતા. આ રેડમાં 39 ચેકબુક 30 પાસબુક 59 એટીએમ કાર્ડ 9 સીમ કાર્ડ એક પૈસા ગણવાની મશીન એક ફિંગર સ્કેન કરવાનું મશીન ચાર હિસાબના ચોપડા ત્રણ રબર સ્ટેમ્પ અને 30 મોબાઇલ ફોન મળી આવ્યાં હતાં.