ETV Bharat / state

અમદાવાદ: બોપલમાં MBA સ્ટુડન્ટના મર્ડર કેસમાં સરખેજના પોલીસકર્મીની સંડોવણી ખુલી

કાર ધીમે ચલાવવા જેવી નાની અમથી બાબતમાં અદાવત રાખીને છરીના ઘા ઝીંકીને એક વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી.

MBAના વિદ્યાર્થીની બોપલમાં હત્યા
MBAના વિદ્યાર્થીની બોપલમાં હત્યા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 20 hours ago

અમદાવાદ: બે દિવસ અગાઉ અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં એક વિદ્યાર્થીની હત્યાનો બનાવ સામે આવ્યો હતો. કાર ધીમે ચલાવવા જેવી નાની અમથી બાબતમાં અદાવત રાખીને છરીના ઘા ઝીંકીને એક વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં બોપલ પોલીસ સ્ટેશન દ્વારા આરોપીનો સ્કેચ જાહેર કરીને આ વ્યક્તિ કે તેના જેવા દેખાતા વ્યક્તિ વિશે કોઈ માહિતી મળે તો બોપલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું. ત્યારે મળતી માહિતી પ્રમાણે આરોપી પોતે પોલીસ કર્મી જ હતો અને સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો.

પોલીસકર્મી જ નીકળ્યો વિદ્યાર્થીનો આરોપી
આ સમગ્ર મામલે બોપલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી. ટી. ગોહિલ ETV BHARAT સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવે છે કે, "બોપલ હત્યા કેસનો આરોપી ખુદ પોલીસ કર્મી હતો તેવું અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે અને તે આરોપી સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો."

શું હતી સમગ્ર ઘટના?
રવિવારની રાત્રે મૃતક પિયાંશુ અને તેનો મિત્ર બુલેટ પર બોપલ ફાયર સ્ટેશન નજીકથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે અજાણ્યા કાર ચાલક સાથે ચાર રસ્તા પર ટર્ન લેવા બાબતે બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ મામલો બિચકતા કાર ચાલકે છરી વડે વિદ્યાર્થી પ્રિયાશું પર હુમલો કર્યો હતો જેમાં. પ્રિયાંશુને ગંભીર ઈજાઓ થઈ હતી અને હોસ્પિટલમાં તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેનું મોડી રાતે મૃત્યું થયું હતું.

મૃતક વિદ્યાર્થી પ્રિયાંશુ મેરઠવો રહેવાસી હતો અને તેના પિતા પંકજ જૈન વ્યવસાયી છે. મૃતક પ્રિયાંશુ અમદાવાદની કોલેજમાં MBAના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેના મોત બાદ પરિવારજનોની માંગ છે કે દીકરાના હત્યારાને વહેલામાં વહેલી તકે કડકમાં કડક સજા કરવામાં આવે.

આ પણ વાંચો:

  1. AMCની નવી સ્ટ્રીટ વેન્ડર પોલિસીમાં કોને લાભ કોને નુકસાન? ફેરિયાઓએ ભાડું ચૂકવવું પડશે? જાણો A to Z
  2. 12 વર્ષની દીકરીની અનોખી સિદ્ધિ, જુઓ આંખે પાટા બાંધીને કડકડાટ વાંચે છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.