ETV Bharat / state

Mukhyamantri Gram Sadak Yojana : આઝાદીના 75 વર્ષ બાદ નર્મદાના જુનારાજ ગામમાં રસ્તો બનશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 13, 2024, 4:41 PM IST

નર્મદા જિલ્લાના અભયારણ્ય વન વિસ્તારના લોકોને આઝાદીના 75 વર્ષ બાદ રોડની સુવિધા મળવા જઈ રહી છે. અહીં જુનારાજ ગામ અને ડેડીયાપાડાના ફુલસર ગામના રોડ માટે સરકાર દ્વારા આશરે 25 કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. રસ્તાનું ખાત મુહૂર્ત સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરવામાં આવ્યું છે.

મનસુખ વસાવાના હસ્તે રસ્તાનું ખાતમુહૂર્ત
મનસુખ વસાવાના હસ્તે રસ્તાનું ખાતમુહૂર્ત
આઝાદીના 75 વર્ષ બાદ નર્મદાના જુનારાજ ગામમાં રસ્તો બનશે

નર્મદા : નર્મદા જિલ્લાના અભયારણ્ય વન વિસ્તારમાં આવેલા ગામોમાં વારંવાર માંગણી કરવા છતાં સેન્ચ્યુરી ફોરેસ્ટના કાયદાને લઈને રસ્તા નહોતા બનતા. પરંતુ હવે કેન્દ્ર અને સેન્ટર ફોરેસ્ટની પણ મંજૂરી મળતા રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રુ. 24.5 કરોડના ખર્ચે જુનારાજનો મુખ્ય રસ્તો બનાવવા મંજૂરી અને ગ્રાન્ટ આપવામાં આવી છે. આ રસ્તાનું ખાતમુહૂર્ત સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરવામાં આવ્યું છે.

બે નવા રોડ બનશે : ચૂંટણી જાહેર થાય એ પહેલા રોડ રસ્તાનું ખાતમુહર્ત કરી દેવામાં આવે અને કામગીરી ચાલુ રહે એ માટે હાલ રાજ્યભરમાં ખાતમુહૂર્ત ચાલુ છે. જે પૈકી જીતગઢથી જુનારાજ 14 કિમી અને જુનારાજથી નીચલા જુનારાજ ગામ સુધીનો 4 કિમી રોડ મળી કુલ 18 કિલોમીટરનો નવો રોડ રુ. 24.5 કરોડના ખર્ચે બનશે. જ્યારે રુ. 2.25 કરોડના ખર્ચે ડેડીયાપાડાના ફુલસરથી કંજાલ ગામ સુધી 10 કિમીનો રોડ રીસરફેસિંગ કરવામાં આવશે.

મનસુખ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત : આ બંને રોડનું ખાતમુહૂર્ત સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. ગામ લોકોનું કહેવું છે કે રસ્તો બનતાં હવે ગામમાં પ્રવાસીઓ આવશે. અમારું જુનારાજ ગામ પાણી વચ્ચે આવેલું ગામ છે અને અહીં બોટ માર્ગે જ જવાતું હતું. આજે આટલા વર્ષોથી પાકો રસ્તો બનશે એટલે અમારા ગામમાં પ્રવાસીઓ આવશે. અમે પ્રવાસીઓને જમાડીશું, બોટિંગ કરાવીશું, પ્રવાસીઓને રાખીશું એટલે અમારા ગામની આવક વધશે. આ રોડ થકી અમારા ગામનો વિકાસ થશે.

ગ્રામજનોએ માન્યો આભાર : આ તકે સાંસદ મનસુખ વસાવા સાથે ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, સુંદરપુરાના જયંતી વસાવા, તાલુકા પ્રમુખ વનીતાબેન વસાવા, તાલુકા સદસ્ય જીગ્નેશ વસાવા, ગોપાલ વસાવા, સ્થાનિક સરપંચ તથા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોએ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેનનું સ્વાગત કરીને આ રોડ મંજૂર કરવા બદલ આભાર માન્યો હતો.

  1. Gopal Italiya: નર્મદા નદીમાં આવેલ પુર કુદરતી નહીં માનવ સર્જીત: ગોપાલ ઈટાલિયાના ભાજપ સરકાર પર આરોપ
  2. Narmada: ભાજપમાં નેતૃત્વની કમી છે એટલે કોંગ્રેસના સિનિયર નેતાઓ લેવા માટે તલપાપડ થઈ રહી છે - ગુજરાત કોંગ્રેસના સહ પ્રભારી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.