નવસારી: જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાની પધરામણી થઈ છે. નવસારી જિલ્લાના તમામ તાલુકાઓમાં આજે સવારથી જ વરસાદી માહોલ રહેવા પામ્યો છે, જેમાં સવારે 6 થી 8 વાગ્યાના સમય દરમિયાન નવસારી ગ્રામ્ય વિસ્તારમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદે લીધેલા લાંબા સમયના વિરામને લઈને ખેડૂતોના જીવ ટાળવે હતા, પરંતુ મેઘરાજાએ ફરી નવસારી જિલ્લા પર મેઘમહેર વરસાવી ખેડૂતોની ચિંતા દૂર કરી છે જેને લઇને ખેડૂતો પણ ખુશ છે.
હાલ જે વરસાદ વરસી રહ્યો છે તે શ્રાવણીયો વરસાદ ખેડૂતો દ્વારા કહેવામાં આવે છે જેના કારણે ડાંગરતા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ રૂપ સાબિત થાય છે. જ્યારે જિલ્લામાં વરસાદ નહીવત રહેતા ઉકળાટ અને ગરમીનું પ્રમાણ વધ્યું હતું. પરંતુ આ વરસાદના કારણે જિલ્લામાં ગરમી અને ઉકાળાથી લોકોને રાહત મળી છે. ધીમીધારે વરસેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને બફારાથી આંશિક રાહત મળી છે.
ખેડૂત સમાજ પ્રમુખ પિનાકીન પટેલે જણાવ્યું હતું કે, હાલ જે શ્રાવણીયો વરસાદ વરસી રહ્યો છે તે ડાંગરની ખેતી કરતા ખેડૂતો માટે ફાયદાકારક છે. લાંબા સમયના વિરામ ને લઈને ખેડૂતો ચિંતામાં હતા પરંતુ હાલ જે વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
આ પણ વાંચો: