ETV Bharat / state

9 વર્ષ બાદ પણ વણઉકેલાયેલો મોરબી નિખિલ હત્યા કેસ, CBIને તપાસ સોંપાઈ - Morbi Nikhil murder case - MORBI NIKHIL MURDER CASE

આશરે 9 વર્ષ પહેલા મોરબીમાં 13 વર્ષીય નિખીલ ધામેચાનું અપહરણ અને હત્યાનો બનાવ બન્યો હતો. આજ દિન સુધી આ મામલે પોલીસને કોઈ પણ સફળતા ન મળતા પરિવારની માંગ મુજબ કોર્ટે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો હુકમ કર્યો છે.

9 વર્ષ બાદ પણ વણઉકેલાયેલો મોરબી નિખિલ હત્યા કેસ
9 વર્ષ બાદ પણ વણઉકેલાયેલો મોરબી નિખિલ હત્યા કેસ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 21, 2024, 8:34 AM IST

મોરબી : શહેરના સૌથી ચકચારી નિખિલ હત્યા કેસને નવ વર્ષ જેટલો સમય થવા આવ્યો છે. અગાઉ સ્થાનિક પોલીસ અને CIDએ તપાસ કર્યા છતાં નવ વર્ષમાં હજુ હત્યારા પકડાયા નથી કે હત્યાનું કારણ પોલીસ જાણી શકી નથી. જેથી પરિવારે CBI તપાસ માંગી હતી, જેને હાઇકોર્ટે મંજૂર કરી છે. હાઇકોર્ટે હત્યા કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો હુકમ કર્યો છે.

નિખિલ હત્યા કેસ : આશરે 9 વર્ષ પહેલા 15 ડિસેમ્બર, 2015 ના રોજ શનાળા રોડ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પરેશભાઈ ધામેચાના 13 વર્ષીય પુત્ર નિખિલ તપોવન વિદ્યાલયમાંથી છૂટયા બાદ ઘરે પહોંચ્યો ન હતો. આથી પરિવારે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જેમાં એક ઇસમ બ્લેક એક્ટિવામાં અપહરણ કરી જતો જોવા મળ્યો હતો. બાદમાં રામઘાટ પાસે કોથળામાં વીંટેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. નિખિલ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયાનું પણ પીએમ રિપોર્ટમાં ખુલ્યું હતું.

પોલીસ અને CID ફેઈલ : આ અપહરણ-હત્યા કેસની પોલીસે તપાસ ચલાવી હતી. જોકે નિખિલના હત્યારા કોણ છે, તેના સુધી પોલીસ પહોંચી શકી ન હતી કે કારણ પણ જાણી શકી નહોતી. પરિવારની માંગણીને ધ્યાને લઈને તપાસ સીઆઇડીને સોંપવામાં આવી હતી, પરંતુ CID ટીમ પણ વર્ષો સુધી તપાસ ચલાવ્યા બાદ કોઈ પરિણામ લાવી શકી ન હતી.

CBIને તપાસ સોંપાઈ : આખરે પરિવારે આ મામલે CBI તપાસ માંગી હતી. હાઇકોર્ટે નિખિલ હત્યા કેસમાં વર્ષોની તપાસ બાદ પણ CID કોઈ નિષ્કર્ષ સુધી પહોંચી ન હોવાનું નોંધ્યું હતું. આ સાથે જ પરિવારની માંગણી સ્વીકારી કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો આદેશ કર્યો છે.

  1. બે યુવાન પર દીપડાએ કર્યો હુમલો, યુવાનોના માથામાં પંજો વાગ્યો
  2. મોરબી ઝૂલતો પુલ કેસમાં ચાર્જ ફ્રેમ થશે તો રોજ કેસ ચલાવી શકાશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.