સુરતઃ સમગ્ર રાજ્ય સહિત સુરત જિલ્લામાં પોલીસ દ્વારા વ્યાજખોરો વિરૂદ્ધ ખાસ મુહિમ ઉપાડવામાં આવી છે. વ્યાજખોરો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેઓનો ત્રાસ ઘટાડવા હવે પાસાનું શસ્ત્ર પણ ઉપાડવામાં આવી રહ્યું છે. ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા એક સાથે પાંચ વ્યાજખોરો વિરૂદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવતા વ્યાજ નો ધંધો કરતા તત્વોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.
આ વ્યાજખોરોને ધકેલ્યા જેલમાંઃ વ્યાજખોરીની ગેરકાયદે પ્રવૃતિ કરતા 5 વ્યાજખોરો સામે પીસીબીએ પાસા હેઠળની કાર્યવાહી કરી હતી અને અલગ અલગ જેલોમાં ધકેલી દીધા છે. અગાઉ પણ વ્યાજખોરો સામે શહેર પોલીસ દ્વારા પાસાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં વાત કરીએ તો વ્યાજખોર તરલ ઢોલાને અમદાવાદ, મુકેશ જૈનને ભૂજ, વિક્કી ચૌહાણને મહેસાણા, જીગ્નેશ દેડકાવાલાને રાજકોટ અને મનોજ જૈનને અમદાવાદ જેલમાં પાસા હેઠળ ધકેલી દીધા છે.
ત્યારે સુરત પોલીસ દ્વારા વ્યાજખોરો વિરૂદ્ધ કરાયેલી કાર્યવાહીને સહુ કોઈએ બિરદાવી હતી. ઉલ્લેખનીય છે કે વ્યાજખોરોના કારણે ઘણા લોકોએ અંતિમ પગલું ભર્યાના પણ કરી લીધાના બનાવો સામે આવ્યા હતા. જે બાદ પોલીસે કડક હાથે કાર્યવાહી હાથ ધરી હતી.