ETV Bharat / state

Bhavnagar: ભાવનગર 2022માં માતાપુત્રી પર ફાયરિંગ કરી હત્યા કરનાર આરોપીને આજીવન સજા - આજીવન કેદની સજા

ભાવનગરના સવાઈગર શેરીમાં રહેતા રીક્ષા ચાલકના પત્ની અને પુત્રી પર ફાયરિંગ બાદ સારવારમાં મૃત્યુ નીપજ્યાં હતા. પોલીસ ફરિયાદ બાદ આરોપી ઝડપાઇ ગયો હતો. કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

Bhavnagar
Bhavnagar
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 26, 2024, 5:48 PM IST

Updated : Feb 26, 2024, 7:01 PM IST

ભાવનગર: શહેરમાં 2022માં બાંધકામના મટીરીયલ્સને લઈને માથાકૂટ થઈ હતી અને ઉશ્કેરાયેલા શખ્સે ઘરેથી પિસ્તોલ લાવીને ફાયરિંગ કર્યું હતું. જેમાં ભોગ બનનાર માતા પુત્રીના ગોળીથી ઇજા થવાના કારણે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યા હતા. જેને પગલે રીક્ષા ચાલકે પોતાની પત્ની અને પુત્રીને હત્યાને પગલે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી ઝડપાઈ ગયા બાદ કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે આજીવન કેદની સજા આરોપીને ફટકારી છે.

ક્યારે બન્યો હતો બનાવ ? ભાવનગર શહેરના સવાઈગર શેરી પીપળાવાળા ખાચામાં રહેતા અનવરઅલી પ્યારઅલી વઢવાણિયા રીક્ષા ચલાવીને પોતાનું ગુજરાત ચલાવતા હતા. અનવરઅલીના ઘર પાસે પડેલા બાંધકામના મટીરીયલને પગલે આરોપી કરીમ ઉર્ફે પીન્ટુ શેરઅલી રાશિયાણી સાથે માથાકૂટ થઈ હતી. 31 માર્ચ 2022ના રોજ બપોરે એક કલાકે બોલાચાલી થયા બાદ ફરી ઉશ્કેરાયેલા શખ્સ કરીમ ઉર્ફે પીન્ટુ શેરઅલી રાશિયાણી પોતાના ઘરેથી પિસ્તોલ લઈ આવ્યો હતો. ફરિયાદી અનવરઅલી વઢવાણિયાના પત્ની ફરીદાબેન અને પુત્રી ફરિયાલબેન ઉપર ફાયરિંગ કર્યું હતું. જેમાં બે રાઉન્ડ અનવરઅલીના પુત્રી ફરિયાલબેન ઉપર કરતા તેને માથાના ભાગે ગોળીથી ઇજા થઇ હતી. જ્યારે એક રાઉન્ડ અનવરઅલીના પત્ની ફરીદાબેન ઉપર ફાયરિંગ કરતાં તેને આંખના ઉપરના ભાગે ગોળીથી ઇજા થઇ હતી. આથી બંને ઇજાગ્રસ્તોને ભાવનગર સરટી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા.

સારવાર દરમિયાન માતા-પુત્રીના મોત: 31 માર્ચ 2022ના રોજ માતા પુત્રી ઉપર થયેલા ફાયરિંગના બનાવ બાદ બંને હોસ્પિટલમાં સારવારમાં હતા. આ દરમિયાન અનવરઅલીની પુત્રી ફરિયાલબેનનું 3 એપ્રિલ 2022ના રોજ મૃત્યુ થયું હતું. જ્યારે અનવરઅલીના પત્ની ફરીદાબેનનું 4 મે 2022ના રોજ મૃત્યુ નીપજ્યું હતું. આમ ભાવનગરના ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ડબલ મર્ડરને લઈને આરોપી કરીમભાઈ ઉર્ફે પીન્ટુ શેરઅલી રાશ્યાણી સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને આરોપીને ઝડપી લીધો હતો.

કોર્ટે ફટકારી આજીવન કેદની સજા: ભાવનગરના ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ડબલ મર્ડરના ગુન્હામાં ફરિયાદ પછી પકડાયેલા આરોપી બાદ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ ચાલી ગયો હતો. સરકારી વકીલ મનોજભાઈ જોશીની ધારદાર દલીલો કરવામાં આવી હતી. આથી ડિસ્ટ્રિક્ટ જજ એલ એસ પીરજાદા દ્વારા આરોપી કરીમભાઈ ઉર્ફે પીન્ટુ શેરઅલી રાશ્યાણીને આજીવન કેદની સજા ફટકારી હતી તેમજ દસ હજારનો દંડ ઝીંકવામાં આવ્યો હતો. દંડ ભરવામાં ના આવે તો વધુ એક વર્ષની સજાનો ચુકાદો આપવામાં આવ્યો હતો.

  1. CM Arvind Kejriwal: કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું - વીડિયો રીટ્વીટ કરીને ભૂલ કરી
  2. Mehul Boghara: એડવોકેટ મેહુલ બોઘરાએ ASIની કાળા કાચવાળી કારનો વીડિયો ઉતારતા મામલો બિચક્યો

Last Updated : Feb 26, 2024, 7:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.