આણંદ: સોમવારે અમદાવાદ-વડોદરા હાઇવે પર એક બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા હતા અને 8 લોકો ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતા આણંદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
6 લોકો ઘાયલ અને 8 લોકોના મોત: ANI મુજબ ગુજરાતના આણંદમાં 15 જુલાઈના રોજ એક્સપ્રેસ વે પર એક બસ એક ટ્રક સાથે અથડાઈ હતી. કેટલાય લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, બેઝિક લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી છે. આણંદ નગરપાલિકાનો ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. અમદાવાદ તરફ જતી આ બસ ફાટેલા ટાયરને રિપેર કરવા રોડ કિનારે ઉભી હતી તે દરમિયાન ત્યારે ટ્રકે પાછળથી ટક્કર મારી હતી જેમાં 6 લોકોના મોત અને 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.