બનાસકાંઠા: આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આગામી દિવાળી તેમજ નવિન વર્ષોના દિવસો દરમ્યાન આરતી–દર્શનના સમયમાં ફેરફાર થવાથી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આરતી તથા દર્શનનો સમય જાહેર કરાયો છે અને જનતાને નોંધ લેવા લેવા પણ વિનંતી કરાઈ છે. એટલે જ દર્શન કરવા કે આરતીમાં જોડાવાની મહેચ્છા લઈને જતા દર્શનાર્થીઓએ ખાસ આ અહેવાલ જાણવો જોઈએ અને સમયનો ફેરફાર ધ્યાને લેવો જોઈએ.
માતાની આરતીનો સમય અને આરતી: તા.2 નવેમ્બર 2024 શનિવાર કારતક સુદ એકમના રોજ આરતીનો સમય સવારે 6:00 થી 6:30 રહેશે. દર્શનનો સમય સવારે 6:30 થી 11:30 નો રહેશે. રાજભોગ બપોરે 12:00 કલાકે, બપોરે દર્શન 12:30 થી સાંજના 5:15 રહેશે અને સાંજે આરતીનો સમય 6:30 થી 7:00 તથા સાંજે દર્શન 7:00 વાગ્યાથી રાતે 10:00 વાગ્યા સુધીનો સમય રહેશે.
![દિવાળીના તહેવારને લઈને અંબાજી મંદિર ખાતે આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-10-2024/gj-bk-ambaji-ambajimandir-photostory_29102024173157_2910f_1730203317_671.jpg)
અંબે માતાને રાજભોગ અને દર્શનનો સમય: તા.3 નવેમ્બર 2024 કારતક સુદ બીજથી તા.6 નવેમ્બર 2024 કારતક સુદ પાંચમ સુધી આરતીનો સમય સવારે 6:30 થી 7:00 વાગ્યાનો રહેશે. દર્શનનો સમય સવારે 7 થી 11:30 નો રહેશે. રાજભોગ બપોરે 12:00 કલાકે, બપોરે દર્શન 12:30 થી 4:15 રહેશે, સાંજે આરતીનો સમય 1:30 થી 7:00 તથા સાંજે દર્શન 7:00 વાગ્યાથી રાતે 9: 00 વાગ્યા સુધીનો સમય રહેશે.
![દિવાળીના તહેવારને લઈને અંબાજી મંદિર ખાતે આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-10-2024/gj-bk-ambaji-ambajimandir-photostory_29102024173157_2910f_1730203317_528.jpg)
સવાર અને સાંજની આરતીનો સમય: તા.7 નવેમ્બર 2024 થી આરતી તથા દર્શનનો સમય નીચે મજબ યથાવત રહેશે. જેમાં આરતીનો સમય સવારે 7:30 થી 8:00 વાગ્યાનો રહેશે. દર્શનનો સમય સવારે 8:00 થી 11:30 નો રહેશે, રાજભોગ બપોરે - 12:00 કલાકે, બપોરે દર્શન 12:30 થી 4:15 રહેશે, સાંજે આરતીનો સમય 6:30 થી 7:00 તથા સાંજે દર્શન 7:00 વાગ્યાથી રાતે 9:00 વાગ્યા સુધીનો સમય રહેશે. મા અંબાના દર્શને આવતા ભક્તોને કોઈપણ પ્રકારની અગવડતા ના પડે અને આરતીના સમયે પહોંચી શકે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા આરતીના સમયમાં નવીન ફેરફાર કરાયેલા સમયની વિગતવાર માહિતી આપવામાં આવી છે.
આ પણ વાંચો: