ETV Bharat / state

રાજકોટમાં 756 પશુઓના મોત મામલે આપનો વિરાધ, કહ્યું- 'ગાયોના મોત થયા હોવા છતાં આ ગૌરક્ષકો કેમ જાગતા નથી?' - Aam Aadmi Party protest in rajkot

રાજકોટના ઢોર ડબ્બામાં છેલ્લા 3 મહિનામાં કુલ 756 પશુઓનાં મોત નીપજ્યા હતા. આ મામલે આજે આપના આગેવાનો દ્વારા રાજકોટમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં જીવદયા ટ્રસ્ટે સ્વૈચ્છિક રીતે કોન્ટ્રાક્ટ મુકવા ઈચ્છા વ્યક્ત કરી છે., Aam Aadmi Party protest in rajkot

રાજકોટમાં પશુઓના મોત મામલે આપનો વિરાધ
રાજકોટમાં પશુઓના મોત મામલે આપનો વિરાધ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 26, 2024, 10:35 PM IST

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાના ઢોર ડબ્બામાં રાખવામાં આવેલા ગૌવંશમાંથી ગાયો સહિતના પશુઓના મોત થતા તંત્ર હચમચી ગયું છે. તો સાથે સાથે આજે આપ દ્વારા પણ તેનો વિરોધ કરવામાં આવ્યો હતો કે, જેને ઢોર ડબ્બાનો કોન્ટ્રાક્ટ અપાયો છે, તે જીવદયા ઘર નામની એજન્સીએ પશુઓની હવે આગળ કામ નથી કરાવા માંગતી તેવું પણ તેણે મનપાને જણાવ્યું છે. આ ઉપરાંત ઢોર ડબ્બામાં ક્ષમતા કરતા પણ પશુ વધુ હોવા છતાં જીવદયા ઘરના ગેરકાયદે રીતે 120 ખાનગી ઢોર ત્યાં રાખ્યા હોવાના આક્ષેપો થયા હતા.

છેલ્લા 3 મહિનામાં કુલ 756 પશુઓનાં મોત: રાજકોટ શહેરનાં ઢોર ડબ્બામાં છેલ્લા 3 મહિનામાં કુલ 756 પશુઓના મોત નીપજ્યા હતા. સમગ્ર મામલાનો વિપક્ષ દ્વારા સતત આ અંગે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટીના માલધારી સેલ દ્વારા ગાયની પ્રતિમા અને વિવિધ બેનરો સાથે ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે જવાબદારો સામે પગલા લેવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જોકે, ઢોર ડબ્બાનું સંચાલન છોડવા જીવદયા ટ્રસ્ટ દ્વારા રજૂઆત કરવામાં આવી હોવાનું મનપાના વેટરનરી ઓફિસર ડો. ભાવેશ જાકાસણીયાએ જણાવ્યું હતું.

રાજકોટમાં પશુઓના મોત મામલે આપનો વિરાધ (Etv Bharat Gujarat)

ગૌરક્ષકો કેમ જાગતા નથી?: આમ આદમી પાર્ટીનાં આગેવાન રાજલ ગઢવી અને સહદેવસિહ સરવૈયા જણાવ્યું હતું કે, 'મહાનગરપાલિકાનાં ઢોર ડબ્બામાં છેલ્લા 3 મહિનામાં 756 ગાયોનાં મોત થયા છે. ત્યારે અમે ગાયનાં પ્રતીકસમી પ્રતિમા અને ગૌરક્ષકોનાં નામ સાથે આવ્યા છીએ. આટલી ગાયોનાં મોત થયા હોવા છતાં આ ગૌરક્ષકો કેમ જાગતા નથી? ત્યારે આ ગાયોના મોત માટે જે કોઈ જવાબદાર છે તેને કડકમાં કડક સજા થાય અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે. આ માંગ સાથે અમે વિરોધ કરી રહ્યા છીએ. અમારા મતે આ ગાયોનાં મોત માટે જીવદયા ટ્રસ્ટના સંચાલકો જવાબદાર છે. ફક્ત તે સંસ્થા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહની માંગ કરવામાં આવી છે.'

જીવદયા ટ્રસ્ટ સંચાલન છોડવા તૈયાર: સમગ્ર મામલે મનપાના વેટરનરી ઓફિસર ડો. ભાવેશ જાકાસણીયાએ જણાવ્યું હતું કે, 'રાજકોટનાં જીવદયા ટ્રસ્ટ દ્વારા ઢોર ડબ્બાનું સંચાલન છોડવા માટેની મૌખિક રજૂઆત કરવામાં આવી છે. 750થી વધુ પશુઓના મોત બાદ કોન્ટ્રાકટરે સ્વૈચ્છિક રીતે કોન્ટ્રાક્ટ મુકવા ઈચ્છા વ્યક્ત કરી છે. જેને લઈને આગામી સમયમાં મહાનગરપાલિકા ફરી ઢોર ડબ્બાનું સંચાલન હાથમાં લેશે. ઢોર ડબ્બામાં સૌથી વધુ મોત વૃદ્ધ પશુઓ અને માંદા વાછરડાઓના થયા છે.'

આ પણ વાંચો:

  1. બિલ્કીસ બાનો કેસમાં પુનર્વિચારની ગુજરાત સરકારની અરજી SCએ ફગાવી, કહ્યું- 'રેકોર્ડમાં કોઈ ભૂલ દેખાતી નથી' - BILKIS BANO CASE SC LATEST UPDATE
  2. દાહોદના પ્રવાસે જેનીબેન ઠુમ્મર : મૃતક બાળકીના પરિવાર સાથે મુલાકાત, કલેક્ટરને આવેદનપત્ર આપ્યું - Dahod girl rape murder case

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.