ETV Bharat / state

આપ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જૂનાગઢમાં કાર્યકર્તાઓ સાથે કરી બેઠક, આગામી ચૂંટણીને લઈને બનાવી રણનીતિ - AAP Mission vistar program - AAP MISSION VISTAR PROGRAM

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી મહારાષ્ટ્રના પ્રભારી ગોપાલ ઇટાલીયા દ્વારા આજે જુનાગઢ ખાતે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જૂનાગઢમાં અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કાર્યકર્તાઓ સાથે વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. આગામી દિવસોમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પાર્ટીઓના કાર્યકરોને ચૂંટણી જીતવાનો મંત્ર ઉપસ્થિત પ્રદેશ પ્રમુખે આપ્યો હતો., AAP Mission vistar program

જૂનાગઢમાં આમ આદમી પાર્ટીનો મિશન વિસ્તાર કાર્યક્રમ
જૂનાગઢમાં આમ આદમી પાર્ટીનો મિશન વિસ્તાર કાર્યક્રમ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 12, 2024, 7:44 PM IST

જૂનાગઢમાં આમ આદમી પાર્ટીનો મિશન વિસ્તાર કાર્યક્રમ (ETV Bharat Gujarat)

જૂનાગઢ: સ્થાનિક સ્વરાજની સામાન્ય ચૂંટણીઓની સાથે જૂનાગઢ મનપા અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ મહારાષ્ટ્રના પ્રભારી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા, સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની સાથે મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલની હાજરીમાં આજે જુનાગઢ સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીનું જિલ્લા કક્ષાનું એક સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં જુનાગઢ જિલ્લામાંથી મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રદેશ પ્રમુખે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી તેમજ જુનાગઢ અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે કાર્યકરોને તૈયાર રહેવાની હાકલ કરી હતી.

જૂનાગઢમાં આમ આદમી પાર્ટીનો મિશન વિસ્તાર કાર્યક્રમ
જૂનાગઢમાં આમ આદમી પાર્ટીનો મિશન વિસ્તાર કાર્યક્રમ (ETV Bharat Gujarat)
જૂનાગઢમાં આમ આદમી પાર્ટીનો મિશન વિસ્તાર કાર્યક્રમ
જૂનાગઢમાં આમ આદમી પાર્ટીનો મિશન વિસ્તાર કાર્યક્રમ (ETV Bharat Gujarat)

આમ આદમી પાર્ટી લાવશે નગર રાજ બીલ: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને રાખીને આમ આદમી પાર્ટી દ્વારા ખાસ નગરરાજ બીલ લાવવામાં આવશે. જે અંતર્ગત સોસાયટીના રહીશો નક્કી કરશે કે ગ્રાન્ટનો ઉપયોગ કયા કામમાં અને ક્યારે કરવો. જેને લઇને પણ ઉપસ્થિત કાર્યકરોને પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, રેશમા પટેલ અને મનોજ સોરઠીયાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મિશન વિસ્તારક બેઠકમાં સમગ્ર જૂનાગઢ જિલ્લા સંગઠનમાં કાર્યકરોની પક્ષમાં સામેલ કરવાને લઈને પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. આજની આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજની સામાન્ય ચૂંટણીને ધ્યાને રાખીને કેવા કાર્યક્રમો કરવા તેની રૂપરેખા પણ નક્કી કરવા માટે કાર્યકરો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા.

ચૂંટણી જાહેર થાય પછી નિર્ણય: જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી 31મી જુલાઈના દિવસે મુદત પૂર્ણ થવા જઈ રહી છે, ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ગઠબંધનમાં ચૂંટણી લડવામાં આવશે કે કેમ? તેના જવાબમાં પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ કહ્યું કે ચૂંટણી જાહેર થયા બાદ ગઠબંધનને લઈને કોઈ અંતિમ નિર્ણય પાર્ટી હાઈ કમાન્ડ કરશે. પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને તમામ મોરચે હરાવવા માટે આમ આદમી પાર્ટી સંગઠનાત્મક કાર્યક્રમો શરૂ કરી રહી છે. જેની રૂપરેખા આજે પાર્ટીના કાર્યકરોને આપવામાં આવી હતી. આગામી દિવસોમાં જુનાગઢ મહાનગર અને સમગ્ર જિલ્લામાં પાર્ટીના કાર્યકરો દ્વારા લોકોને સ્પર્શતા મુદ્દાને લઈને પદયાત્રા અને પ્રદર્શનના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે તેવું અંતમાં ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું.

  1. આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી દિનેશ કાછડિયાએ પક્ષમાંથી છેડો ફાડ્યો, દરેક પદેથી આપ્યું રાજીનામુ - Surat News
  2. આપ કોર્પોરેશન અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પૂરી તાકાત સાથે લડશે, મિશન વિસ્તાર બેઠકમાં લેવાયો નિર્ણય - Aam Aadmi Party meeting

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.