ETV Bharat / state

ગણેશ ઉત્સવની તૈયારીઓ દરમિયાન એક યુવકને કરંટ લાગતા મોત, પાદરા તાલુકાના ડબકા ગામે બન્યો બનાવ - A youth dies of electrocution

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડબકા ગામે એક કરુણ ઘટના સામે આવી છે. ડબકા ગામે ગણેશ પંડાલ બાંધવાની કામગીરી ચાલી રહી હતી. તે સમયે મંડપનો પાયો જીવંત વીજ વાયરને અડી જતા એક યુવકનું ઘટનાસ્થળે સ્થળ જ મોત નિપજ્યું હતું. A youth dies of electrocution

પાદરા તાલુકાના ડબકા ગામે ગણેશ ઉત્સવની તૈયારીઓ દરમિયાન એક યુવકને કરંટ લાગતા મોત
પાદરા તાલુકાના ડબકા ગામે ગણેશ ઉત્સવની તૈયારીઓ દરમિયાન એક યુવકને કરંટ લાગતા મોત (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 4, 2024, 7:19 PM IST

પાદરા તાલુકાના ડબકા ગામે ગણેશ ઉત્સવની તૈયારીઓ દરમિયાન એક યુવકને કરંટ લાગતા મોત (Etv Bharat gujarat)

વડોદરા: જિલ્લાના પાદરા તાલુકાના ડબકા ગામે એક કરુણ ઘટના સામે આવી છે. ડબકા ગામે ગણેશ પંડાલ બાંધવાની કામગીરી ચાલી રહી હતી. તે સમયે મંડપનો પાયો જીવંત વીજ વાયરને અડી જતા એક યુવકનું ઘટનાસ્થળે સ્થળ જ મોત નિપજ્યું હતું. જાણવા મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટનામાં આશરે 15 જેટલા યુવકોને કરંટ લાગ્યો છે. જેમાં કેટલાક યુવાનોને કરંટની અસર વર્તાતા દાઝ્યા હોવાના નિશાન પણ જોવા મળ્યા છે. ગણેશ ઉત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં સંપૂર્ણ પણે તકેદારી રાખવી જોઈએ.

15 જેટલા યુવકોને કરંટના લાગ્યા ઝટકા: થોડાક દિવસોમાં જ ગણોશોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે તેની તાડમાર તૈયારી પણ શરૂ થઈ ગઈ છે. પાદરા તાલુકાના ડબકા ખાતે ગણેશજીના પંડાલનું ડેકોરેશન સહિતની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. ત્યારે ડબકા ગામે રાત્રીના સમયે યુવકો દ્વારા ગણેશજીના પંડાલનું કામકાજ કરી રહ્યા હતા. તે સમયે પંડાલનો પાયો 11 કેવીની ભારે વીજ લાઇનને અડી જતા તેમાં કરંટ ઉતર્યો હતો. જેથી કામકાજ કરતા 15 જેટલા યુવકોને કરંટ લાગ્યો હતો. આ ઘટનામાં એક યુવક ઉપર વધારે અસર વર્તાઇ હતી. અને યુવક ત્યાં જ ઢળી પડ્યો હતો. સ્થાનિકો દ્વારા કરવામાં આવેલા તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. યુવકને સારવાર મળી રહે તે માટે રેફરલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, પરંતુ મોડું થઇ ગયું હતું.

એક યુવકનું ઘટના સ્થળે જ મોત: જાણવા મળતી માહિતી મુજબ રાત્રે 11: 30 કલાકે, ગણેશ પંડાલના યુવકો દ્વારા કામગીરી કરવામાં આવી હતી. તે સમયે પંડાલનો પાયો 11 કેવીના વીજ વાયર સાથે અડી જતા 15 થી વધુ યુવાનોને કરંટ લાગ્યો હતો. જેમાં એક યુવક સચીન ઉર્ફે બકાભાઇનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટના અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વડુ પોલીસ મથકના પીઆઇ એમ.આર.ચૌધરીએ જણાવ્યું હતું કે, મોડીરાત્રે પંડાલ બનાવતા સમયે ઘટના બની છે. અંદાજે 15 ફૂટ ઊંચો પંડાલ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે આ ઘટના બની છે. આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:

  1. ચૂલા ઉપર બાજરીના રોટલા બનાવીને અમદાવાદના શારદાબેન કરે છે 'લાખોની કમાણી' - self reliant women in ahmedabad
  2. નવસારી જિલ્લા પંચાયત હસ્તકના 11 રોડ હજુ પણ બંધ: રોડ જલ્દી કાર્યરત થાય તેવી લોકોની માંગ - Navsari 11 Road Close

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.