મોરબી: રાજકોટ જિલ્લામાં દિનપ્રતિદિન હત્યાના બનાવો વધી રહ્યા છે. ત્યારે રાજકોટમાં હત્યાની ઘટના સામે આવી છે. એક યુવક પોતાના સંબંધીને ત્યાંથી ભજનમાંથી ઘર તરફ મિત્ર સાથે પરત ફરી રહ્યો હતો. ત્યારે આ યુવકને આંતરીને એક બીજા યુવકે તારે મારી સાથે ઝઘડો કરવો છે તેમ કહીને છરીના ઘા ઝીંકી દીધા હોવાનો આરોપ છે.
નજીવી બાબતે યુવકની હત્યા: પોલીસનો ડર સાવ ખતમ થઇ ગયો હોય તેમ હત્યાનો સિલસિલો ચાલું જ છે. ત્યારે આ ઘટનામાં બે વર્ષ પૂર્વે કેરમ રમવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખીને સંબંધીને ત્યાંથી પરત ફરતા યુવકને આંતરીને બીજા યુવકે 'તારે મારી સાથે ઝઘડો કરવો છે' તેમ કહીને છરીના ઘા ઝીંકી દીધા હોવાનો આરોપ છે. ત્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકના મોતથઈ તેના પરિવારમાં ગમગીનીનો માહોલ છવાઇ ગયો છે.
યુવકને છરીના ઘા ઝીંક્યા: આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં કુબલીયાપરા વિસ્તારમાં આવેલા મચ્છી ચોકમાં ખોડીયાર માતાજીના મંદિર સામે રહેતો સતિષ વિઠ્ઠલભાઈ સોલંકી નામનો 31 વર્ષનો યુવાન રાત્રે 12:30 વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો. ત્યારે નીરજ ઉર્ફે લેંડો ધરમભાઇ પરમાર નામના શખ્સે ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા સતિષ સોલંકીને લોહી લુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
આ પણ વાંચો: