વલસાડ : ખેતરોમાં પાકને નુકસાન પહોંચાડવા માટે જંગલી ડુક્કર નો ત્રાસ પારડીના વિવિધ ગામોમાં વધી ગયો છે. જોકે ખેતરોની સાથે સાથે હવે માણસો ઉપર પણ તેમના હુમલાઓ વધતા જઈ રહ્યા છે. ત્યારે પારડી તાલુકાના જીવલ ગામે રહેતી મહિલાને ખેતરમાંથી એકા એક દોડી ઓટલા ઉપર આવી જઈ હુમલો કરી નીચે પાડી દેતા મહિલાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે. અને હાથમાં બચકા ભરી લેતા લોહી લુહાણ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.
લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો : આ ઘટનાથી મહિલાઓમાં ગભરાટ ફેલાયો હતો અને બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ડુક્કર ને ભગાડી દીધા બાદ લોહી લુહાણ હાલતમાં પડેલી મહિલાને સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આઈસીયુમાં દાખલ કરી હાલ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. સીટી સ્કેન કરી માથાના ભાગે થયેલી ઇજાઓ ઓ અંગે ન્યુરોસર્જન પાસે માર્ગદર્શન લીધા બાદ હાલ તેને સારવાર આપવામાં આવી રહી છે.
અવારનવાર પ્રાણીઓના હુમલા થઇ રહ્યા છે : અગાઉ પણ દીપડા જેવા પ્રાણીઓના હુમલા ધરમપુર અને તેની આસપાસના ક્ષેત્રમાં બની ચુક્યા છે, ત્યારે જંગલી ડુક્કર દ્વારા મહિલાને નીચે પાડી દઈ મેં બચકા ભરવા ની ઘટના પ્રથમ વાર સામે આવી છે.