ETV Bharat / state

45 વર્ષથી અનોખી સેવા કરતા ભાવનગરના શિવભક્ત "પાઠકભાઈ", વડાપ્રધાન સાથે પણ છે સંબંધ - unique Shiva devotee of Bhavnagar - UNIQUE SHIVA DEVOTEE OF BHAVNAGAR

ભાવનગર શહેરમાં 45 વર્ષથી શિવભક્ત હરેશભાઇ નોકરી દરમ્યાન અને નિવૃત્તિ બાદ પણ ઘરે ઘરે મફતમાં શ્રાવણ માસમાં બીલીપત્ર મફતમાં આપવા જાય છે. હરેશભાઇ આજે પણ સાયકલનો જ ઉપયોગ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મદદરૂપ બનેલા હરેશભાઈને મોદી પાઠકભાઈ તરીકે ઓળખે છે. કોણ છે હરેશભાઇ ચાલો જાણીએ unique Shiva devotee of Bhavnagar

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મદદરૂપ બનેલા હરેશભાઈને મોદી પાઠકભાઈ તરીકે ઓળખે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મદદરૂપ બનેલા હરેશભાઈને મોદી પાઠકભાઈ તરીકે ઓળખે છે. (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 14, 2024, 12:18 PM IST

Updated : Aug 14, 2024, 1:27 PM IST

ભાવનગર: પવિત્ર શ્રાવણ માસ આવતાની સાથે જ શિવભક્તો શિવાલયોમાં જઈને ભગવાન શિવની પૂજા અર્ચના કરે છે. પરંતુ શિવને સૌથી પ્રિય છે તેવું બિલીપત્ર તોડીને ઘરે ઘરે શિવ ભક્તો સુધી પહોંચાડવાની અનોખી શિવની સેવા ભાવનગરના પાઠકભાઈ કરી રહ્યા છે. જો કે પીઢ પત્રકારના કહેવા મુજબ વડાપ્રધાન પણ તેમને પાઠકભાઈ તરીકે ઓળખે છે. ઓળખવા પાછળનું કારણ 1975માં બનેલો એક કિસ્સો છે. ચાલો જાણીએ કોણ છે આ પાઠકભાઈ અને 1975નો કયો કિસ્સો...

ભાવનગરના અનોખા શિવભક્ત 45 વર્ષથી લોકોને બીલીપત્ર વિતરણ કરે છે (Etv Bharat Gujarat)

કોણ છે હરેશભાઇ પાઠક: ભાવનગર મહાનગરપાલિકામાં અલગ અલગ વિભાગોમાં હરેશભાઇ પાઠક પોતાની ફરજ બજાવી ચૂક્યા છે. હરેશભાઇ મહાનગરપાલિકામાં દરેક વ્યક્તિને ફરજ સાથે પાણી પીવડાવવું કે કોઈને પડતી મુશ્કેલીમાં મદદરૂપ બનતા રહ્યા છે. મહાનગરપાલિકાની ફરજ સવારે શરૂ થતાં પહેલા સાયકલ લઈને શ્રાવણ માસમાં બીલીપત્ર તોડવા જતા અને સાંજે નોકરી પૂર્ણ થતાં દરેક શિવભક્તોને ઘરે આપવા જતા હતા. આ સેવા 45 વર્ષથી અવિરત ચાલુ છે અને ક્યારેય ચૂક્યા નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મદદરૂપ બનેલા હરેશભાઈને મોદી પાઠકભાઈ તરીકે ઓળખે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મદદરૂપ બનેલા હરેશભાઈને મોદી પાઠકભાઈ તરીકે ઓળખે છે. (Etv Bharat Gujarat)

શ્રાવણમાં 151 કુટુંબોને આપવા જાય છે બીલીપત્ર: ભાવનગરના પીઢ પત્રકાર કાળુભાઇ દવેએ જણાવ્યું હતું કે, હરેશભાઈ એટલે આ ગામનો હરતો ફરતો શિવ સેવાનો સમીયાણો, 1972ની સાલથી નાના દીકરા તરીકે ઓળખીએ છીએ. ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી નિવૃત્ત થયા પછી એમને જે પ્રવૃત્તિ શરૂ કરી છે, ગામ આખા ભાવનગર ગામમાં જ્યાં જ્યાં બીલીના વૃક્ષ હોય ત્યાં પોતાની સાયકલ પર પોતાની ઘોડો લઈને સાયકલ ઉપર જાય છે અને બીલી તોડે અને ભાવનગરના 151 પ્રમુખ કુટુંબોને આખા ત્રણ મહિના દરમિયાન સરસ રીતે બીલી પૂર્ણ પાડે છે.

ભાવનગરના અનોખા શિવભક્ત 45 વર્ષથી લોકોને બીલીપત્ર વિતરણ કરે છે

મોદીએ જાહેર સ્ટેજ પરથી બોલાવ્યા: પીઢ પત્રકાર કાળુભાઇ દવેએ જણાવ્યું કે, હરેશભાઈ આપણા નરેન્દ્ર મોદીના પરમ મિત્ર છે, જ્યારે જ્યારે નરેન્દ્ર મોદી એમને યાદ કરે ત્યારે ખાસ એમને મળવા માટે જાય છે, નરેન્દ્ર મોદીનો એક સરસ મજાનો પ્રસંગ છે કે અમદાવાદના કેસરબાગની અંદર સરસ મજાનું વનસ્પતિઓનું પ્રદર્શન હતું, એ પ્રદર્શન દરમિયાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરવા આવવાના હતા. એમને જોયું કે, આ ઉદઘાટન આખા ગાર્ડનની અંદર ત્યારે હરેશભાઈ આવું કામ કરે છે, એને સ્ટેજ ઉપર જઈને એ પાઠક એ પાઠક સાદ પાડીને બોલાવી લીધા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓળખે પાઠક તરીકે: કાળુભાઇ દવેએ જણાવ્યું હતું કે, એની પાછળનું સામાન્ય કારણ એવું છે કે, 1975 ની કટોકટીના વર્ષમાં નરેન્દ્ર મોદી જ્યારે જુદા જુદા વેશરૂપે ભાવનગરની અંદર પ્રવેશતા ત્યારે એક વખત એક સમયે એવો આવ્યો કે એમનું કલેકટર કચેરી પાસે એમનું સ્કૂટર બંધ પડ્યું એટલે હરેશભાઈ પોતાની સાઇકલ ઉપર ઓછામાં ઓછા 4.5 કિલોમીટર ફેરવી અને મિટિંગના સ્થળે એમને લઈ ગયા હતા. ત્યારથી હરેશભાઈ પાઠકને એક પરમ મિત્ર માને છે. આજ સુધીમાં ત્યાર પછી હરેશભાઈનો બહુ જ ઓછો કોન્ટેક થયો પણ આવા હરેશભાઈ અત્યારે એવું સરસ કામ કરે છે.

બીલીપત્ર સાથે નિશ્ચિત લોકોને ફ્રીમાં શાકભાજી: કાળુભાઇ દવેએ જણાવ્યું કે, આ ઉપરાંત તેમની એક બીજી પ્રવૃત્તિ એવી છે કે, વહેલી સવારે શાક માર્કેટમાં જઈ અને સારી રીતે બીજા પ્રકારના શાકભાજી બધાને લઈ અને ભાવનગરના અમુક કુટુંબોને સરસ રીતે મફત શાકભાજી આપવા જાય છે. અમે તો હરેશને હરેશ પાઠક એટલે હરતો ફરતો ભાવનગરનો શિવ સેવાનો સમીયાણો કહીએ છીએ, કારણ કે, આટલું સરસ કાર્ય ભાવનગરની અંદર લગભગ કોઈ કરી શકે નહીં, એવી એમની સેવા માટે અમે સતત પરમાત્મા શિવને પ્રાર્થના કરીએ કે ઈશ્વર એને ખૂબ લાંબુ જીવન આપે અને આવીને આવી સેવા કરવાની તક આપે.

બીલી તોડતા ફેક્ચર આવ્યું પણ કર્મ ચુક્યા નહી: ભાવનગરના હરેશભાઇની સેવાનો લાભ લેતા જાગૃતિબેન શેઠે જણાવ્યું હતું કે, હરેશભાઈ પાઠક આજે 35 થી 40 વર્ષથી શ્રાવણ મહિનામાં બીલીપત્ર આપે છે, મને નહિ ભાવનગરની બધી જ શિવ પ્રેમી બધા ભક્તો છે એને નિયમિત રીતે પહોંચાડે છે, એ વરસાદ હોય કારણ કે, આ બધી વસ્તુમાં ભગવાન ઘણીવાર કસોટી કરતા હોય છે, એક બે વખત તેમને ફ્રેક્ચર થઈ ગયું હતું, ડાળી ઉપરથી પડ્યા ક્યારેય તેનું કર્મ ચુક્યા નથી. નિસ્વાર્થ ભાવે તેમની આ સેવા અવિરત ચાલુ છે, બસ ભગવાનને પ્રાર્થના કે આવી નવી સેવા કરવા શક્તિ આપે અને એમનું સ્વાસ્થ્ય ખૂબ ખૂબ ભક્તિમય એમનું જીવન પસાર થાય.

  1. 23 જેટલા બેંક એકાઉન્ટમાં કરોડોની હેરાફેરીનો ઘટસ્ફોટ, 2 આરોપીઓ ઝડપાયા - 2 accused caught
  2. પાંડવોએ સ્થાપેલ ગંગેશ્વર મહાદેવનો રસપ્રદ ઈતિહાસ, સાગર કરે છે મહાદેવનો અભિષેક - GANGESHWAR MAHADEV DIU

Last Updated : Aug 14, 2024, 1:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.