ETV Bharat / state

નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદી પરનો પૂલ ડૂબ્યો, નદીની સપાટીમાં ધરખમ વધારો - Rise in Purna river level

નવસારી જિલ્લામાં 2 દિવસોથી હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઉપરવાસના તાપીના દોલવણ અને ડાંગના સુબીર તાલુકામાં અઢીથી સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડવાને કારણે પૂર્ણ નદીની જળ સપાટીમાં વધારો થયો છે. Rise in Purna river level

નવસારી શહેરમાંથી પસાર થતી પૂર્ણા નદીની સપાટીમાં ધરખમ વધારો
નવસારી શહેરમાંથી પસાર થતી પૂર્ણા નદીની સપાટીમાં ધરખમ વધારો (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 27, 2024, 5:55 PM IST

Updated : Sep 27, 2024, 8:44 PM IST

નવસારી: જિલ્લામાં 2 દિવસોથી હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ વરસી રહ્યો છે. ગત મોડી રાત્રે નવસારીના જલાલપુર અને ખેરગામ તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ ઝીંકાયો હતો. જો કે બાકીના તાલુકાઓમાં નહિવત વરસાદ જોવા મળ્યો છે. પરંતુ ઉપરવાસના ડાંગ અને સુરત જિલ્લામાં પણ જે વરસાદ થયો છે. તેના કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે અને જળસ્તર વધી રહ્યું છે.

પૂર્ણા નદીના જળ સ્તરમાં થયો વધારો: ઉપરવાસના તાપીના દોલવણ અને ડાંગના સુબીર તાલુકામાં અઢીથી સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડવાને કારણે પૂર્ણ નદીની જળ સપાટીમાં વધારો થયો છે. તેના કારણે નીંચાણવાળા વિસ્તારોને સતર્ક કરવામાં આવ્યા છે. સાથે જ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. ખાસ કરીને કુરેલને જોડતો લો લેવલ બ્રિજ પૂર્ણાના પાણીમાં ગરકાવ થતા ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડશે.

નવસારી શહેરમાંથી પસાર થતી પૂર્ણા નદીની સપાટીમાં ધરખમ વધારો (Etv Bharat gujarat)

લોકોને સાવચેત રહેવાની અપીલ: જોકે વહેલી સવારથી નવસારી તેમજ ઉપરવાસના જિલ્લાઓમાં નહીવત વરસાદ હોવાને કારણે તંત્રને માટે થોડી રાહત બની છે. પૂર્ણા નદીમાં ભારે વરસાદના લીધે સપાટી 10 ફૂટથી વધીને 16.50 ફૂટ સુધી પહોંચી છે. હાલ ભયજનક સપાટી 23 ફૂટ છે, ભયજનક સપાટીથી માત્ર 7 ફૂટ દૂર છે. તંત્ર દ્વારા પાણીનો પ્રવાહ વધારે હોવાના લીધે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો:

  1. મારે કપડાં મેચિંગ કરવા છે ! કચ્છી કળાના વસ્ત્રોનો ટ્રેન્ડ વધ્યો - Unique outfits for Navratri
  2. ખેડામાં વરસાદી માહોલ, પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતિત - RAIN IN KHEDA

Last Updated : Sep 27, 2024, 8:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.