અમદાવાદ: શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં વંદે માતરમ રોડ ઉપર બેફામ રીક્ષા ચાલકે છ થી સાત જણાને અડફેટે લીધા હતા, જેમાં એક નાની બાળકીને વધુ ઈજા પહોંચી હતી. બાળકી ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાવામાં આવી છે.
સમગ્ર ઘટના એવી છે કે, ચાંદલોડિયાના વંદે માતરમ રોડ ઉપર દારૂ પી બેફામ બનેલ રીક્ષા ચાલકે છ થી સાત જણને અડફેટે લીધા હતા, જેમાં એક નાની બાળકીને વધુ ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
આ ઘટના અંગે પોલીસ સ્ટેશન ખાતે મેસેજ મળેલ કે, વંદેમાતરમ ચાર રસ્તા ખાતે એક રીક્ષાવાળા ભાઇએ અકસ્માત કર્યો છે, જેમાં બે છોકરા ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે મેસેજના આધારે ઘટના સ્થળે જઈ તપાસ કરતા રીક્ષા નં GJ-24-W-8352 ચાલક દારૂ પીધેલ હાલતમાં પોતાની રીક્ષા પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવતો હતો. તેણે છ થી સાત જેટલા લોકોને અડફેટે લીધા હતા. જેમાં દિવ્યાબેન ભરતભાઈ નંદાસીયા ઉ.વ.23 અને દિનાબેન કાળુભાઈ યાદવ ઉ.વ. 04 નાઓએ ગંભીર ઇજાઓ પહોંચી છે. હાલ તેઓને સોલા સિવિલ હોસ્ટપિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરાયા છે.
અકસ્માત કરનાર રીક્ષા ચાલકનુ નામ વિષ્ણુભાઇ જયવતભાઇ રાવળ (ઉ.વ.25) છે. તે વૃંદાવન સોસાયટીમાં કિરણભાઇ પંચાલના મકાનમાં ભાડેથી રહે છે. હાલ રીક્ષા ચાલકને પોલીસ સ્ટેશન લાવી અકસ્માત અંગેની ફરીયાદ લેઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.