જૂનાગઢ: કેશોદના બામણાસામાં ઘેડ વિસ્તાર અને ખેડૂતોની સમસ્યાને લઈને રાષ્ટ્રીય કિસાન મોરચા દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન થયું હતું. જેમાં ખેડૂતોના પ્રણેતા અને રાષ્ટ્રીય નેતા યોગેન્દ્ર યાદવ, ઓલમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા બજરંગ પુનિયાની સાથે કોંગ્રેસ અને આપ પાર્ટીના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વિસ્તારના ખેડૂતોએ ભાજપ સરકાર પર ખેડૂતોને નુકસાન પહોંચાડીને તેને મુખ્ય ધારાથી દૂર રાખવાનો જ પ્રયાસ થઈ રહ્યો છે. તેને વખોડીને અર્ધનગ્ન શરીરે ખેડૂતોએ સરકારનો વિરોધ કર્યો હતો.
કેશોદના બામણાસામાં ખેડૂત મહાપંચાયત: જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આજે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર જૂનાગઢ જિલ્લાની સાથે ઘેડ પંથકની વિપરીત બનતી જતી પરિસ્થિતિ અને ખેડૂતોની સમસ્યા પાક વીમો પોષણક્ષમ બજાર ભાવ સિંચાઈને લગતી અનેક સમસ્યાઓની રજૂઆત કરાઇ હતી.
મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા: આ વિસ્તારના ખેડૂતોને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સતત ઉપેક્ષિત રાખવામાં આવતા હોવાના આક્ષેપો સાથે એક ખેડૂતે અર્ધનગ્ન હાલતમાં ખેડૂત મહાપંચાયતમાં હાજર રહીને ખેડૂતોના પક્ષને મહાપંચાયતમાં મૂક્યો હતો. આ પંચાયતમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને રાજકીય અગ્રણીઓની સાથે ખેડૂત પ્રતિનિધિઓએ ઘેડ વિકાસ નિગમ બનાવવાની સાથે જેની સમસ્યાનું સમાધાન થાય તે દિશામાં આંદોલન કરવા માટે પણ તૈયારી દર્શાવી છે.
રાજકીય આગેવાનોનો સરકાર વિરુદ્ધ મોરચો: ખેડૂત મહાપંચાયતમાં રાષ્ટ્રીય નેતા અને ખેડૂતોના પ્રણેતા યોગેન્દ્ર યાદવ ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા અને હવે રાજકારણી બનેલા બજરંગ પુનિયાની સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અગ્રણીઓ પાલ આંબલીયા, લલિત વસોયા, ધારાસભ્ય હેમંત ખવા, ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, કોંગ્રેસના સેવાદરના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ, મહિલા નેતા પ્રગતિ આહીરની સાથે ખૂબ મોટી સંખ્યામાં નાના-મોટા રાષ્ટ્રીય કાર્યકરો ખેડૂત મહાપંચાયતમાં જોડાયા હતા.
કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે આંદોલન: રાજ્ય અને કેન્દ્રની સરકાર સામે ઘેડના વિકાસ અને ઘેડની સમસ્યાની સાથે ખેડૂતોની સમસ્યાને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે દિલ્હી સુધી મોરચો માંડવાની સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે આંદોલન કરવાનું રણશિંગું ફૂંકવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: