અમરેલી: જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં સિંહ પરિવાર વસવાટ કરે છે. ત્યારે રાત્રિના સમયે સિંહ લટાર અને શિકાર કરવા નિકળતા હોય છે અને ક્યારેક કોઇ સિંહણના મોઢે માણસનું લોહી લાગી જાય તો તે નરભક્ક્ષી પણ બની જાય છે. ત્યારે જ આવી ઘટના જાફરાબાદના જીકાદ્રી ગામે બની હતી. જ્યાં ગત રાત્રિના સમયે સિંહણે બાળકને ફાડી ખાધું હતું. જેને લીધે બાળકનું મોત થયું હતું.
નરભક્ષી સિંહણ પાંજરે પૂરાઇ: મળતી વિગતો મુજબ જાફરાબાદના જીકાદ્રી ગામે નરભક્ષી સિંહણનો મામલો સામે આવ્યો હતો. રાતના સમયે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાતો હતો. જેને લીધે ડરનો માહોલ બની ગયો હતો. વનવિભાગે સિંહણને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા અને ભારે જહેમત બાદ સિંહણને પાંજરે પૂરી હતી.
6 મહિનામાં આ બીજો બનાવ: નરભક્ષી સિંહણને ટ્રેગ્યુલાઈઝ કરી પાંજરે પૂરી 24 કલાક સુધી વનવિભાગે જહેમત ઉઠાવી હતી. જાફરાબાદ રેન્જ અને ખાંભા રેન્જ દ્વારા સિંહણને પકડવામાં સફળ થઇ હતી જેથી જીકાદ્રી ગામના ખેડૂતો રાહત અનુભવી હતી. 6 મહિનામાં આ બીજો બનાવ હતો. સિંહણ પાંજરે પૂરાતા લોકો ભય મુક્ત થયા હતા.
આ પણ વાંચો: