જૂનાગઢ: રાધા કૃષ્ણ અને ગોપીઓના રીશામણા અને મનામણા ના પ્રસંગ હોળીની સાથે રસિયા ઉત્સવ મનાવવામાં આવે છે. આ રસિયા એ રાધા કૃષ્ણ અને ગોપીઓના વિરહના પ્રસંગને રજૂ કરે છે. રસિયા હવેલી પંથી શ્રી હરિ ના ભક્તોમાં વિશેષ મહત્વ ધરાવે છે. વસંત પંચમી થી લઈને ફુલડોલોત્સવ સુધી 40 દિવસના આ સમયગાળા ને રસિયા સાથે જોડીને જોવામાં આવે છે.
રાધાકૃષ્ણ અને ગોપીઓના રીસામણા મનામણા: વસંત પંચમીથી ફૂલડોલ ઉત્સવ સુધી 40 દિવસના આ સમયગાળાને રસિયા ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. 40 દિવસ દરમિયાન સમભાગના આ દિવસો યમુનાજી ચંદ્રાવલી જી રાધાજી અને લતાજીને અર્પણ કરવામાં આવ્યા છે. રસિયા ઉત્સવના આ 40 દિવસો દરમિયાન રાધાકૃષ્ણ અને ગોપીઓ ભગવાન શ્રી હરી સાથેના ખેલના દિવસો તરીકે પણ રસિયા ઉત્સવનુ ખૂબ મહત્વ જોવા મળે છે. આ દિવસો દરમિયાન ભગવાન શ્રી હરિકૃષ્ણ રાધાજી અને તેમની ગોપીઓ સાથે રસિયા ગીત ગાઈને આ 40 દિવસની ધાર્મિક ઉજવણી કરાતી હતી તેવો ઉલ્લેખ સનાતન ધર્મ સંસ્કૃતિના ગ્રંથોમાં પણ કરવામાં આવે છે.
શ્રી હરિની ફરિયાદ સાંભળવાનો અને તેને ફરિયાદ કરવાનો પ્રસંગ: રસિયા પ્રસંગને શ્રીહરીના વખાણ ના પ્રસંગ સાથે પણ જોડવામાં આવે છે રસિયા ઉત્સવ એટલે શ્રીહરી ની ફરિયાદો સાંભળવી અને શ્રીહરીને ફરિયાદ કરવી તેવા પ્રસંગ રૂપે પણ 40 દિવસ સુધી રસિયા ઉત્સવ મનાવવામાં આવતો હોય છે આ દિવસો દરમિયાન પ્રભુના વખાણ ની સાથે શ્રી હરિ દ્વારા કરવામાં આવેલ ભૂલોની ફરિયાદ યશોદા સામે ગોપીઓ કરે છે તો તે જ રીતે ગોપીઓની ફરિયાદ પણ ભગવાન શ્રીકૃષ્ણ યશોદાને કરતા હોય છે તે પ્રસંગ જોડીને પણ રસિયા ઉત્સવ મનાવવામાં આવે છે સનાતન ધર્મ સંસ્કૃતિમાં રસિયા ઉત્સવને રિસામણા અને મનામણાના ધાર્મિક પ્રસંગ તરીકે પણ ઉજવવાની પરંપરા જોવા મળે છે.
વર્ષ દરમિયાન થયેલા ખાટા મીઠા પ્રસંગોની યાદ એટલે રસિયા: સમગ્ર વર્ષ દરમિયાન રાધા કૃષ્ણ અને ગોપીઓની સાથે જે બનાવો બને છે, તેની ખાટી મીઠી અને આપણા શબ્દોમાં કહીએ તો રીસામણા અને મનામણાના પ્રસંગો સાથે રસિયા ઉત્સવને મનાવવામાં આવે છે. રસિયા ઉત્સવ દરમિયાન ટફ કિન્નરી અને રાળ ત્રણ પ્રસંગો ફાગણ સુદ પૂનમ સુધી ઉજવવામાં આવે છે. જેમાં વિવિધ દેવી-દેવતાઓ પણ અન્ય સ્વરૂપ ધારણ કરીને શ્રી હરિ ના દર્શન માટે આવતા હોય છે. રશિયા ઉત્સવ એટલે કે, ફાગણ સુદ પૂનમ સુધી દેવી-દેવતાઓ દ્વારા શંકર શેઠ શેઠાણી રીંછ અને વાનર રૂપ ધારણ કરીને શ્રી હરિ કૃષ્ણને રિઝવવા માટે તેમજ તેના દર્શન કરવા માટે આ પ્રકારનું સ્વરૂપ ધારણ કરતા હોય છે. રસિયા ઉત્સવ દરમિયાન રાધા પણ વિરહની ભાવના વ્યક્ત કરે છે. જેથી રસિયા ઉત્સવને વિરહના ઉત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે.