ETV Bharat / state

Maha Shivratri 2024: મહાશિવરાત્રી પર્વે રાજકોટમાં રામનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું - Maha shivratri

રાજ્યભરમાં ધામધૂમથી મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી, અને વહેલી સવારથી વિવિધ શહેરોના શિવ મંદિરોમાં શિવભક્તો ઉમટી પડ્યાં હતાં ત્યારે રાજકોટ સ્થિત રામનાથ મહાદેવના મંદિરે પણ વહેલી સવારથી ભક્તોનો ભોળાનાથના દર્શન કરવા માટે ઉમટી પડ્યાં હતાં.

રાજકોટમાં રામનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 8, 2024, 9:57 PM IST

Updated : Mar 8, 2024, 10:30 PM IST

રામનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

રાજકોટ: આજે મહાશિવરાત્રી છે. ત્યારે આજના દિવસે ભગવાન શિવની આરાધના કરવાથી ભક્તોની કોઈ પણ માનતા પૂર્ણ થાય છે તેવી પણ માન્યતા છે. એવામાં રાજકોટના સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિર ખાતે આજે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉંમટી પડ્યું હતું.જ્યારે રાજકોટમાં વર્ષો જૂનું રામનાથ મહાદેવનુ મંદિર આવેલું છે જે સ્વયંભૂ રામનાથ મંદિર તરીકે ઓળખાય છે. એવામાં આજે વહેલી સવારથી જ શહેરભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો રામનાથ મહાદેવના દર્શન માટે પહોંચ્યા હતાં..

રાજકોટની સ્થાપના પહેલાનું મંદિર: રામનાથ મંદિરના મહંત હસુગીરીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટની આજી નદીના વચ્ચે બિરાજતા રામનાથ મહાદેવ સ્વયંભૂ છે. જ્યારે આજે શિવરાત્રી છે ત્યારે મોટા પ્રમાણમાં ભક્તો અહીંયા દર્શન માટે આવી રહ્યા છે. હિન્દુ ધર્મમાં શિવરાત્રીનું અનેરૂ મહત્વ છે. દેશભરમાં તેની આજે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટની સ્થાપના પૂર્વ રામનાથ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. અહીંયા માત્ર જંગલ હતું અને મારા દાદા જ્યારે સ્વયંભૂ મહાદેવ અહી પ્રગટ થતા ત્યારથી તેમની સેવા કરતા હવે અમે તેમની સેવા કરીએ છીએ અને હાલ રામનાથ મંદિર રાજકોટવાસીઓનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

''હું ત્રણ વર્ષથી રાજકોટના રામનાથ મહાદેવના મંદિર ખાતે દર્શન માટે આવું છું. જ્યારે મારું કોઈ પણ નવું કામ શરૂ કર્યું ત્યારે હું રામનાથ મહાદેવનું નામ લઈને તે કામ કરું છું અને તે કામ સારું થાય છે. જેના કારણે મને રામનાથ મહાદેવ પ્રત્યે મને ખૂબ જ આસ્થા છે શિવરાત્રી એટલે કે ભગવાન શિવની રાત્રી, આ દિવસે ભગવાનની પૂજા કરવાથી શરીરમાં નવી ઊર્જા આવે છે જેને લઈને ભક્તો પણ મોટી સંખ્યામાં રામનાથ મહાદેવના દર્શન માટે આવી રહ્યા છે.''- શ્રવણ પાલિવાલ, શિવભક્ત

''હું વર્ષોથી રામનાથ મહાદેવના દર્શન માટે મારા પરિવાર સાથે આવું છું. આજે શિવરાત્રી છે ત્યારે ભક્તોની પણ ખૂબ જ ભીડ જોવા મળી રહી છે. રામનાથ ના દર્શન કરે તેના તમાં કામ પૂર્ણ થાય છે. એવામાં શિવરાત્રીએ રામનાથ મહાદેવ મંદિર ખાતે રવાડી નીકળે છે જ્યારે અહીંયા મેળો પણ ભરાય છે અને મોટા પ્રમાણમાં પ્રસાદ વિતરણ કરવામાં આવે છે.''- સવિતાબેન, શિવભક્ત

  1. Maha Shivratri 2024: વલસાડના વાંકલમાં 15 ફૂટ ઊંચા રુદ્રાક્ષના શિવલિંગે આકર્ષણ જમાવ્યું, સતત 4 વાર લિમ્કા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન
  2. Mahashivratri 2024 : અમદાવાદના રાણીપમાં સ્થિત કેદારેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી

Last Updated : Mar 8, 2024, 10:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.